ચોમાસે અજમો,લસણ ભલા
પણ બારે માસ ત્રિફલા ભલા
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.
લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.
કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.
આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.
કક્કાની કરામત
(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત તરબૂચ તોલવા તૂટ્યો.
(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.
(11)મોરેશીયસની મીશીમીશા માખીએ મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.
(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.
(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.
———————————————————————————————-
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.
બટુકભાઇ ઝવેરી- નવી દિલ્હી
બટુકભાઇ, તમે બ્લોગ વાંચ્યો અને તેમાં તમારા તરફથી બીજા નંબરના વાક્યમાં ઉમેરો કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ જ રીતે કક્કાનાં બીજા મૂળાક્ષરોને માટે પણ વાક્યો ઉમેરશો તેવી અપેક્ષા રાખું છું. બીજા વાચકો પણ પોતાના પ્રતિભાવો/ઉમેરો કરશે તો ચોક્કસ ગમશે.
જાદુઇ ખાના
બાળકો,
ઉપર બતાવેલા ચિત્રમાં તમે જોશો કે ગમે તે સીધી લાઇનમાં જો સરવાળો કરવામાં આવે તો તે ૩૮ –(38) જ થશે…..
ચોકસાઇ,ઝડપ અને એકાગ્રતા વધારતી રમત

ચાલો બાળકો આજે આપણે એક નવી જ રમત રમીએ.
આ રમત એકલા પણ રમી શકાય છે અને સમુહમાં પણ રમી શકાય છે.તમારી પાસે ઘરમાં કેલેન્ડર તો હશે જ. આવું એક આખું કેલેન્ડર લો. (more…)
કાજુ કતરી અને કાજુ,પીસ્તા,કેસર કતરી
સામગ્રી :-
૫૦૦ ગ્રામ કાજુ
૨૦૦ ગ્રામ ખાંડ
પાણી
(more…)
પર્ણનું આલ્બમ(LEAF ALBUM)
બાળકોને ખૂબ મઝા પડે અને કુદરતમાં રસ લેતા થાય તેવી એક પ્રવ્રૂત્તિ આજે અહીં દર્શાવું છું. દાહોદમાં સ્ટેશનરોડ પર આવેલી ઝાલોદરોડ પ્રાથમિક શાળામાં જઇ ધોરણ ૫, ૬ અને ૭ ની વિદ્યાર્થીનીઓને આ પ્રવૃત્તિ કરાવી અને તેમને બહુ જ આનંદ આવ્યો. (more…)
પોપટભાઇ પરણે છે.
ચાલો, ચાલોને જોઆ જઇએ, પોપટભાઇ પરણે છે.
પેલા દરજીડાએ કપડા સીવ્યા, પોપટભાઇ પરણે છે.
પેલી સુગરીએ માળૉ શણગાર્યો, પોપટભાઇ પરણે છે. (more…)
દાદાજીની લાકડી

દાદાજીની લાકડી, લાકડીનો ઘોડો,
ઘોડાની પીઠ પર, માર્યો હથોડો,
દોડ્યો, દોડ્યો,દોડ્યો ઘોડો ઉભી પૂંછડીએ દોડ્યો.
લા…લા…લ..લ..લ..લા
લા…લા…લ…લ..લ..લા…..દાદાજીની લાકડી (more…)
એકાગ્રતા વધારવાની ઉત્તમ રમત
,,,નાના બાળકો સાથે મારે થોડો સમય પસાર કરવાનો હતો. બાળકો એટલે નરી ચંચળતા….
બાળકો જરા પણ અવાજ કે ધમાલ ન કરે અને છતાં પણ તેમને સારી રીતે સાચવી શકાય તે માટે એક તરકીબ વિચારી….
ઉપર ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ એક એક વર્તુળ, ચોરસ અને ત્રિકોણ દોરી આપ્યા ાને જણાવ્યું કે હવે તેની અંદર અંદર પેન્સીલથી લાઇન દોરતા જાઓ…..હાથ ઉપાડવાનો નહીં અને કેટલી લાઇન અંદર દોરી શકો છો તે જોઇએ….વળી જો કોઇ લાઇન પાસેની લાઇનને અડકી જાય તો આઉટ ગણાય…..ખૂબ જ મઝા આવી. અમને અને બાળકોને પણ ….સંપૂર્ણ શાંતિ અને ભરપૂર એકાગ્રતા….એક લાઇન બીજી નજીકની લાઇનને અડકી ન જાય તે માટે બાળકોએ પહેલાં તો દૂર દૂર લાઇન દોરી પછી ખ્યાલ આવ્યો કે આમ તો ખૂબ ઓછી લાઇન દોરાય છે..એટલે પછી શરૂ થઇ ખરાખરીની રમત….માત્ર બાળકો જ ન્હીં પણ મોટાઓ પણ આ રમતમાં જોડાયા.બધાના માટે આ એક ઉત્તમ રમત છે…..
ચાલો, તો શરૂ કરી દો આ રમત અને જુઓ તો ખરા તમે કેટલી લાઇન અંદર અંદર દોરી શકો છો????
હા,…. એ વાતની હું ખાતરી આપું છું કે જો આવી રમત વારંવાર રમવામાં આવે તો એકાગ્રતા જરૂર વધે જ…
અને જો જો હોં…
એકથી વધુ બાળકો આ રમત રમવા તૈયાર થાય ત્યારે દરેક બાળકને એક જ સરખી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી આપજે. જો ચેરસ દોરો તો ચોરસની ચારે બાજુનું માપ એકસરખું રાખી દરેક બાળકને સમાન ચોરસ આપજો…ત્રિકોણની પણ દરેક બાજુની લંબાઇ સમાન હોય તે ધ્યાનમાં રાખજો….












વાંચકોનો ઉમળકો