તારીખ ૮ મી મે,૨૦૦૮
May 8, 2008
તારીખ ૮ મી મે,૨૦૦૮
રવિન્દ્રનાથ ટાગોર જયંતિ
આજે ભારતની એક મહાન વિશ્વવિભૂતિ કવિવર રવિન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ…આમ તો તેમનાં કાર્યો અને કૃતિઓ વિષે લખીએ તો ગ્રંથોનાં ગ્રંથો ભરાય પણ અહીં આપણે થોડું વાંચી લઈએ…..
રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ ૮-૫-૧૯૬૧ નાં દિવસે બંગાળનાં એક નાનકડા ગામમાં થયો હતો.તેઓએ તેમનો સમગ્ર અભ્યાસ ઘેર જ કર્યો અને જીવન તથા જગતના સર્વ વિષયોનું જ્ઞાન ઘેર જ મેળવ્યું.આ માટે ઉત્તમ શિક્ષકો નિયુક્ત કરાયા હતા.ભાષા,વિજ્ઞાન,ચિત્ર,સંગીત,વ્યાયામ વિગેરેનું શિક્ષણ ઘેર જ મેળવ્યું.તેમના પિતાની જમીન જાગીર કુદરતનાં ખોળેમાં હોવાથી પ્રકૃતિના સાન્નિધ્યમાં રહીને જ તેમણે અભ્યાસ કર્યો અને અનેક અવિસ્મરણીય રચનાઓનું સર્જન કર્યું કુદરતાના ખોળે જ તેમણે અદભૂત સંગીત રચ્યું જે આજે રવિન્દ્રસંગીત તરીકે નામના મેળવી શક્યું છે.તેમણે અનેક કાવ્યો,લેખો,વાર્તાઓ,પત્રો,પ્રવાસ વર્ણનો,નવલકથાઓ,નાટકો લખ્યા.તેમના અપૂર્વ કાવ્યસંગ્રહ “ગીતાંજલિ”ને ઈ.અ.૧૯૧૩ માં નોબલ પારિતોષિક એનાયત થયું.તેમણે અદ્વિતીય એવી “શાંતિનિકેતન” નામની સંસ્થાની સ્થાપના કરી જે વિશ્વવિખ્યાત બની આજે પણ દેશવિદેશમાંથી અનેક અભ્યાસુઓ આ સંસ્થામાં અભ્યાસ કરવા આવે છભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓએ ગાંધીજીની સાથે ખભેખભો મીલાવીને કાર્ય કર્યું.જલિયાવાલા હત્યાકાંડ બાદ તેમણે બ્રીટીશ સરકારે તેમને આપેલા તમામ ખિતાબો પાછા આપી દીધા અને પરદેશી નહીં પણ સ્વદેશી,સૌન્દર્યમયી કેળવણીની શરૂઆત કરી..ઈ.સ.૧૮૮૬ માંે ઓ અમદાવાદ આવ્યા હતા અને રાજભવનમાં રહ્યા હતાઆ સમયે તેમણે “ક્ષુધિત પાષાણ” નામની વાર્તા લખી હતી.
તેઓ પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા અને આપણા દેશનાં રાષ્ટ્રગીત “જનગણમન” ના રચયિતા….
તા-૭-૮-૧૯૪૧ માં તેમનો દેહવિલય થયો.
Entry Filed under: દિન મહિમા. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
pragnaju | May 8, 2008 at 2:33 pm
સત સત પ્રણામ- યાદ આવે પ્રેરણાદાયક પંક્તીઓ
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! - તારી જો …
2.
rajeshwari | May 8, 2008 at 5:45 pm
Yes,The same is placed on “Pratyayan”—Pancham”