કક્કાની કરામત
October 24, 2011 at 11:10 am rajeshwari 5 comments
(૧)કરસનકાકાએ કચવાતાં કચવાતાં કંચનકાકીને કહ્યું કે કાશ્મીરવાળા કાચના કબાટમાંથી કાગળમાં કસેલા કાચના કપ કાઢો.
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી
(૩)ગજાનન ગવૈયો ગુજરાતમાં ગીતો ગાવા ગયો.
(૪)ઘાસના ઘરમાં ઘી ઘાલી ઘુસણખોરો ઘા ઘસવા ઘૂમ્યા.
(૫)ચમકદમકવાળા ચાંપાનેરની ચુલબુલી ચાર્મીએ ચશ્મા ચઢાવી ચંબલથી ચોરેલા ચાળણાથી ચણા ચાળ્યા.
(૬)છગનલાલે છાપામાં છુપાવેલી છત્રીથી છાનામાના છમ્મકછલ્લોને છપ્પન છલાંગો છોડાવી.
(૭)જમશેદપુરના જુવાનજોધ જવાહર જેઠવાએ જોવાજેવા જાજરમાન જરઝવેરાત અને જણસોની જીજ્ઞાસા જગાડી.
(૮)ઝુલ્ફાવાળી ઝૂલતી ઝ્મકુડીએ ઝાડને ઝટપટ ઝંઝેડ્યું.
(૯)તડકામાં તપેલો તીસમારખાં તુષાર તોરણીયો તરત તરબૂચ તોલવા તૂટ્યો.
(10)રાજપુરના રાજા રણજીતસિંહે રાજરાજેશ્વર રહેમતસિંહના રામ રમાડવા રાજદરબારમાં રણનીતિ રચી.
(11)મોરેશીયસની મીશીમીશા માખીએ મગસના મોટા માલને માણતી મેન્ચેસ્ટર્રની મીકુમાની માખીને મગદળથી મારીને માગશર માસમાં મહેસાણાના મસ્તમઝાના મસાણમાં મોકલી.
(12)ફૂલેકામાં ફરીફરીને,ફટાકડા ફોડીને,ફૂલચંદ ફડાકીએ ફાગણ માસમાં ફરિયાદ ફટકારીને ફાટફાટ ફાંદમાં ફાંકડા ફાફડા ફફડાવ્યા.
(13)બાવીસની બેજવાબદાર બદરી બકરીએ બડબડતાં બડબડતાં બત્રીસની બોગસ બકરીને બેચરદાસ બગસરાવાળના બંગલામાં બોલાવી બગડેલા બોર બાચકામાં બાંધીને બથાવ્યા.
———————————————————————————————-
(૨)ખોવાયેલી ખ્યાતિએ ખરબચડા ખોખામાંથી ખોખું ખોલીને ખોં ખોં ખાંસી ખાતા ખાતા ખાટામીઠા ખાખરાઓ ખાધા.
બટુકભાઇ ઝવેરી- નવી દિલ્હી
બટુકભાઇ, તમે બ્લોગ વાંચ્યો અને તેમાં તમારા તરફથી બીજા નંબરના વાક્યમાં ઉમેરો કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન.
આ જ રીતે કક્કાનાં બીજા મૂળાક્ષરોને માટે પણ વાક્યો ઉમેરશો તેવી અપેક્ષા રાખું છું. બીજા વાચકો પણ પોતાના પ્રતિભાવો/ઉમેરો કરશે તો ચોક્કસ ગમશે.
Entry filed under: ગમ્મત. Tags: .
1.
B.G.Jhaveri | October 26, 2011 at 11:42 am
(2) Khovayeli Khyaatiae kharbachada khokhamaathi khathamitho khaakharo kholine kho kho khansi khata khadho.
Deepawali ni shubh kamanao ane Nutan Varshabhinandan.
2.
rajeshwari | October 27, 2011 at 8:12 pm
Thank you batukbhai,
I have added the remaining part of sentance. Hope you will add some new sentances in this post.
3.
ashalata | October 28, 2011 at 11:11 am
Deepawalini shubh kamnao and HAPPY NEW YEAR
4.
પરાર્થે સમર્પણ | October 31, 2011 at 7:23 pm
કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન અને કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.
ભાજપના ભડાકયાં ભૂગોળ ભૂમિતિ અને ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.
માયાવતીને મોહ માયા અને માન સિવાય મન માનતું નથી
5.
rajeshwari | October 31, 2011 at 11:51 pm
ભાઇ શ્રી પરાર્થે સમર્પણ,
આપનો પ્રતિભાવ મળ્યો. આનંદ થયો.
વાક્ય રચનામાં ક્યાંય “ક” સિવાયના અક્ષરને નથી લેવા તેથી થોડો ફેરફાર કરી તમે લખેલું વાક્યા આમેજ કરું છું…..
કોંગ્રેસના કોચવાયેલા કાટલાંએ કરપ્શન , કાશ્મીરનું કોકડું કેવું કર્યું છે.
ભાજપના ભડાકયાં ભૂગોળ ,ભૂમિતિ , ભ્રષ્ટાચારની ભૂંગળો ભડાકાથી ભડકાવે છે.
માયાવતીને મોહ , માયા અને માન સિવાય મન માનતું નથી