“વાવો તેવું લણો”…

akbl

એક દિવસ રાજા અકબરે પોતાના ત્રણ દરબારીઓને બોલાવીને કહ્યું, “જાઓ,રાજમહેલ પાસેના બગીચામાં જાઓ અને સરસ મજાના ફળો લઈ આવો,” દરબારીઓ તે પોતપોતાના થેલા લઇને ઉપડ્યા.એક દરબારીએ બગીચામાંથી એકદમ સરસ તાજા ફળો ભેગા કર્યા અને થેલામાં નાંખ્યા.તેને આ કામ કરતા ઘણી જ વાર લાગી. બીજા દરબારીને થયું,”રાજા કાંઇ નવરો થોડોે છે??તે કાંઇ બધા જ ફળૉ જોવાનો થોડો છે??? બધા જ તાજા ફળો શોધવા રહીશ તો ખૂબ મોડું થઇ જશે.તેણે તો થોડા સારા અને તેની સાથે થોડા સડેલા, બગડેલા ફળો પણ થેલામાં નાંખ્યા.તેને પહેલા દરબારી કરતાં થોડી ઓછી વાર લાગી. હવે ત્રીજા દરબારીને થયું,”આ બંને દરબારીઓ તે સાવ ગાંડા જ છે.રાજાને આવા ફાલતુ કામ માટે સમ્ય થોડો મળશે??તે તો થેલાઓ ક્યાંના ક્યાં ફેંકાવી દેશે..ખોલશે પણ નહીં.તો હું સાવા ફોગટનિ મહેનત શા માટે કરું???”તેણે તો થેલામાં ઘાસ. પાંદડા, ડાખળા અને સડેલા, બગડેલા ફળો ભરવા માંડ્યા. તેનું કામ તો ફટાફટ પતી ગયું.” હવે ત્રણે દરબારીઓ પોતપોતાના થેલા લઇને રાજા પાસે ગયા.
રાજાએ થેલા ખોલાવ્યા પણ નહીં અને જમાદારને કહ્યું,”આ ત્રણે ને પકડીને જેલમાં ત્રણ મહિના માટે કેદ કરો.” ત્રણેને જેલમાં પૂરી દેવાયા અને તેમને પોતપોતાના થેલા આપવામાં આવ્યા. રાજાએ તેમને આ સિવાય કશું જ ખવાનું ન આપવા સૂચન કર્યુ. જેણે ઘાસ, પાંદડા ભેગા કર્યા હતા તે દરબારી તો થોડા ક જ સમયમાં મૃત્યુ પામ્યો. જેણે સારા ફળોની સાથે સડેલા,બગડેલા ફળો ભેગા કર્યા હતા તે જીવ્યો તો ખરો પણ તેને રોગ લાગુ પડ્યો અને બિમાર પડી ગયો. જેણે મહેનત કરી પ્રામાણિકતાથી સારા ફળૉ ભેગા કર્યા હતા તે તો પોતાના ફળો ખાઇને મસ્તીથી રહ્યો.
દોસ્તો, આ પરથી શીખવાનું કે જો આપણને સોંપાયેલું કામ પ્રામાણિકતાથી કરવું જોઇએ. કહેવાયું છે ને કે “વાવો તેવું લણો”…

ડિસેમ્બર 29, 2014 at 8:04 પી એમ(pm) 1 comment

દોસ્ત-

દરિયાકિનારે વસેલું એક નાનકડું ગામ હતું. મોટાભાગના માછીમાર કુટુંબો ત્યાં રહેતા હતા. તે ગામમાં શંકર અને વિનાયક નામના બે કિશોરો પણ રહેતા હતા.બંને પાકા ભાઇબંધો…નજીક નજીક રહે,૧ થી ૧૦ ધોરણ ધરાવતી શાળામાં એક જ ધોરણમાં સાથે ભણે.માતાપિતા ખૂબ જ ગરીબ મછીમારીનો ધંધો કરે અને બજારમાં પકડેલી માછલીઓ વેચીને ગુજરાન ચલાવે.શંકર અને વિનાયકની શાળાનો સમ્ય ૧૧ થી ૫ નો. ત પછી બંને દોસ્તો દરિયાકિનારે રમવા જાય. રેતીમાંથી છીપલા-શંખ- કોડીઓ વીણે, રેતીનું ઘા, મંદિર અને મહેલ બનાવે અને તેને શંખ, છીપ અને કોડીઓથી શણગારે. સાંજ પડેને સૂર્યાસ્ત થાય ત્યારે ઘેર જાય.

પણ આજે તો કાંઇક અલગ જ બન્યું. બંને જણા શાળાએ ગયા અને થડીક જ વારમાં ઘેર પાછા આવ્યા.ઘેર બંનેની માતાઓ જ હતી. તેમણે પાચા આવવાનું કારણ પૂછ્યું. બંને જણા બોલ્યા,” અઠવાડિયાથી સાહેબ ફી માંગે છે અને બાપા તે આપતા નથી. આજે તો અમને કાઢી મૂક્યા અને કહ્યું છે કે જો કાલે ફી લઇને નહીં આવો તો શાળામાંથી નામ કાઢી નાખવામાં આવશે.” બને માતાઓ શું કરે????ઘરમાં ખાવને ધાન પણ ન હતું. ફીના પૈસા ક્યાંથી હોય???બંને બોલી, “કાંઇ નહીં તમે તમારે દરિયે રમવા જાઓ. આપણામાં કોણ ઝાઝું ભણે છે???”

શંકર અને વિનાયક તો દરિયે ગયા. બંનેને ભણવાનું ખૂબ જ ગમતં હતું. બંને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગ્યા. મન ક્યાંય લાગતું ન હતું. આજે તેમણે રેતીનો ખૂબ ઊંચો પર્વત બનાવ્યો તેની પર શંખ,છીપ,કોડીઓ કલાત્મક રીતે લગાવી. પર્વત પર કાગળની ધજા પણ લગાવી.પછી ઉદાસ થઇને બેસી ગયા. સઊર્યાસ્ત તો ક્યારનો થઇ ગયો હતો. હવો ધીમે ધીમે અંધારું થવા લાગ્યું. બંને બેસી જ રહ્યા. તેમને થયું,” અમે જ કેમ ગરીબ???અમારે જ કેમ ભૂખમરો વેઠવાનો???અમે કેમ શાળામાં ન ભણી શકીએ???” અને ફરી બંનેની આંખોમાંથી આંસુ વહ્વા લાગ્યા. અચાનક દરિયાના મોજા પા કશું ક ચાંદી જેવું ચળકતું તેમણે જોયું. તે થોડા ડર્યા પણ ખરા અને જજ્ઞાસા પણ થઇ કે તે શું હશ????તે લાબી,મોટી ચળકતી વસ્તુ મોજાની સાથે સાથે નજીક ને નજીક આવતી ગઇ. મોજા તો પાછા ફરી ગયા અને તે ચળકતી વસ્તુ રતીમાં ખૂંપી ગઇ. બંને જણા તેની નજીક ગયા..શંકર બોલ્યો,” અરે, આ તો મોટીમસ સીલ્વરફીશ છે.” માછલી સાથે તો બંનેને ઘરોબો. તેને હાથમાં લીધી. માછલી તરફડતી હતી. તેમણે જોયુ તો એક મોટો કાંટો તેની પીઠમાં ઘૂસી ગયો હતો. હળવેથી તે કાંટો કાઢ્યો. માછલી દયામણી નજરે તેમના તરફ જોઇ રહી. અચાનક જ માછલી બોલી,” તમે બંને નાનકડા છોકરા આટલી રાત સુધી અહીં શું  કરો છો???બંને એ પોતાની ગરીબીની અને ભણી ન શકવાની મજબૂરીની વાત કરી અને રડવા લાગ્યા. માછલી બોલી,” તમે આજથી અમારા દોસ્ત છો. તમે મારો જીવ બચાવ્યો છે. આજે તો તમે ઘેર જાઓ અને કાલે સવારે અહીં આવજો. હું તમને કોઇ ઉપાય બતાવીશ.

બીજે દિવસે નિશાળે તો જવાનું નહતું તેથી સવારે દરિયે પહોંચી ગયા.પેલી સીલ્વર ફીશ પણ આવી ગઇ. તેણે કહ્યું,”તમને દરિયામાં તરતા આવડે છે???શ્વાસ રોકીને લાંબા સમય સુધી દરિયામાં દુબકી લગાવતાં આવડે છે??” બંને જણા માછીમારનાં સંતાનો એટલે તેમને આવડતું જ હોયને???બંને બોલ્યા,”હા, હા, તેમાં તો અમે એકદમ પાવરધા છે.” માચલી બોલી, “તો પછી ચાલો મારી સાથે” અને તે બંનેને દૂર દૂર ખૂબ જ ઊંડે દરિયામાં લઇ ગઇ.ત્યાં ઢગલે ઢગલા મોટી મોટી છીપિ હતી પણ તે તો બીડાયેલી હતી. માછલી બોલી,” જુઓ, આ બધી જ છીપો મોતી છીપો છે.. તેને ખોલશો એટલે તેમાંથી સાચા મોતી નીકળશે. આવી છીપો ભેગી કરો અને તેમાંથી મોતી કાઢો.” બંને દોસ્તો તો મંડિ જ પડ્યા. થોડીક જ વારમાં ખસા મોતી ભેગા કર્યા. માચાલી બોલી,” તમારા પિતાને આ મોતી આપજો. તે બજારમાં જઇને તેને વેચશે તો ઘણા રૂપિયા મળશે. તેમાંથી તમારી શાળાની ફી ભરી દેજો”. બંને દોસ્તો તો ખુશ ખુશ થઇ ગયા. તેમના પિતાને મોતી આપ્યા અને આમ પૈસા મળવાથી તેમની ફી ભરાઇ ગઇ. શાળાએ જવાનું ચાલુ થઇ ગયું. હવે બંનેને મોટીછીપ ક્યાં હોય, કેવી હોય અને મોતી ક ઇ રીતે મેળવાય તે બરાઅર આવડી ગયું. જરૂર પડે ત્યારે તે દરિયામાં ડુબકી મારી મોતી મેળવતા અને તેને વેચીને પોતાની જરૂરિયાત પૂરી કરતા.માચાલી પણ રોજ તેમને મળવા આવતી. તેઓ ભેગા થઇને રમતા. બંનેને થતું,” અમારા જેવા કેટલાય ગરીબ પરિવારો છે. તેમને જો અમે મદદ કરીએ તો કેવું??” અને બંનેએ કામ શરૂ કયું. ધીમેધીમે ઘણા કુટુંબોને મદદ કરી. મોટાથયા ખૂબ જ ભણ્યા. ખૂબ સેવા કરી. ગામના લોકો તેમને બહુ જ માન આપતા. સરસ વાત તો એ જ હતીકે તેમને રૂપિયા મેળવવાની તરકીબ આવડી ગઇ હતી પણ તેમણે ક્યારેય તેનો દરુપયોગ ન કર્યો. માત્ર પોતાના માટેજ પૈસા ભેગા કરવાને બદલે ઘણા ને મદદ કરી..વળી છીપમાંથી મોતી પણ એવી રીતે કાઢતા કે છીપની અંદરનો જીવ મરી ન જાય અને ફરી પાછુ મોતી બનાવી શકે….

મિત્રો, તમને થતું જ હશે કે તો પછી છીપમાં મોતી બને કેવી રીતે?????

આ માટે આપણે ફરી મળીશું ત્યારે વાત કરીશું…

જૂન 17, 2013 at 8:31 એ એમ (am) 2 comments

૯ નો ઘડીયો

બાળકો, તમે આંક (ઘડીયા) તો તૈયાર કરતા જ હશો. ચાલો અહીં ૯ નો ઘડીયો યાદ રાખવાની એક સરળ રીત જોઇએ

multiply by 9

ફેબ્રુવારી 23, 2013 at 9:05 પી એમ(pm) 1 comment

જન્મતારીખ કહી આપો

birthday

કોઇ પણ વ્યક્તિની જન્મતારીખ અને મહિનો કહી આપો

બાળકો, કેવી મઝા આવે આ જાણવામાં????

ચાલો જોઇએ…

કોઇને કહો કે તે તેના

(૧)જન્મના મહિનાને બે વડે ગુણો (૨)હવે મળેલી સંખ્યામાં પાંચ ઉમેરે (૩)હવે મળેલી સંખ્યાને પાંચ વડે ગુણો 

અને મળેલી સંખ્યાની પાછળ છેલ્લે  શૂન્ય મૂકો.તેમાં તમારી જન્મતારીખ ઉમેરો.

જે સંખ્યા મળે તે તમને કહે  અને તમે તેમની જન્મ તારીખ અને મહિનો કહી શકશો..

કઈ રીતે???? ચાલો જોઇએ..

ધારોકે મારી જન્મ તારીખ-૧૫ મી સપ્ટેમ્બર છે.

તો હું સપ્ટેમ્બર માસ એટલે ૯ મો મહિનો..તેને બે વડે ગુણીશ….૯ ક્ષ ૨=૧૮

હવે તેમાં પાંચ ઉમેરીશ એટલે ….૧૮+૫=૨૩

હવે તેને પાચ વડે ગુણીશ એટલે….૨૩ ક્ષ ૫ =૧૧૫

અને છેલ્લે શુન્ય મૂકીશ એટલે…૧૧૫૦

તેમાં હું મારી જન્મ તારીખ ૧૫ ઉમેરીશ. એટલે ….૧૧૫૦ + ૧૫=૧૧૬૫…બરાબરર્ને???? હું તમને ૧૧૬૫ સંખ્યા કહું એટલે તમારે શું કરવાનું???

તેમાંથી ૫૦ બાદ કરવાના એટલે ૧૧૬૫-૫૦ =૧૧૧૫ આવશે. છેલ્લા બે આંકડા (૧૫) મારી જન્મતારીખ છે.

હવે બાકી રહેલી સંખ્યા (૧૧)માંથી બે બાદ કરો. એટલે ૧૧-૨=૯ તે મારો જ્ન્મ મહિનો છે.(નવમો મહિનો એટલે સપ્ટેમ્બર)

મારી જ્ન્મતારીખ ૧૫ મી સપ્ટેમ્બર છે….

મળી ગયોને જવાબ?????

ચાલો બીજું ઉદાહરણ જોઇએ.

એક વ્યક્તિ કહે છે કે છેલ્લી સંખ્યા ૬૭૪ કહે છે..

તો આપણે શું કરીશું???

૬૭૪ માંથી ૫૦ બાદ કરો…૬૭૪-૫૦=૬૨૪

છેલ્લા બે આંકડા તેમની જન્મ તારીખ છે…૨૪ અને બાકી રહેલી સંખ્યા ૬ માંથી બે બાદ કરો…૬-૨=૪ ..તે તેમનો જન્મ મહિનો છે (એપ્રિલ માસ

એટલે તમે તરત કહી દેશો કે તમારી જન્મતારીખ ૨૪ મી એપ્રિલ છે…

તમે પ્રયત્ન કરી જુઓ અને કોઇ પ્રસંગે સગાવહાલા, મિત્રો ભેગા થયા હોય ત્યારે આ રમતનો ઉપયોગ કરીને બધાને નવાઇ પમાડો…

ફેબ્રુવારી 20, 2013 at 7:19 પી એમ(pm) 3 comments

જાદુઇ કાર્ડની રમત-૧

જાદુઇ કાર્ડની રમત

બાળકો, અહીં નીચે તમને પાંચ કાર્ડસ દોરેલા દેખાશે. તેને બરાબર ધ્યાનથી જુઓ.magic card game-1

હવે તેમાંથી કોઇ એક સંખ્યા ધારો. અને આ પાંચ કાર્ડ માંથી કયા કયા કાર્ડમાં તે સંખ્યા છે???? તે જુઓ

હવે તે કાર્ડ અલગ પાડો. અને હું તમને તમે ધારેલી સંખ્યા કહી આપીશ.

(દા.ત) મેં કોઇ એક સંખ્યા ધારી અને હું કાર્ડ નંબર  ( ૨ -૩ -૪ -અને ૫ )અલગ કાઢું છું.અને કહું છું કે તે સંખ્યા—–૩૦ છે.

આ કેવી રીતે કહી શકાય???

ચાલો, જોઇએ..

તે માટે કાર્ડ નંબર(૨) જુઓ તેના સૌથી પહેલા ખાનાની સંખ્યા (૨) છે. હવે કાર્ડ નંબર(૩) જુઓ. તેના પહેલા ખાનાની સંખ્યા (૪) છે. હવે કાર્ડ નંબર (૪) જુઓ તેના પહેલા ખાનાની સંખ્યા-(૮) છે અને પાંચમા કાર્ડને જુઓ તેના પહેલા ખાનાની સંખ્યા ((૧૬) છે.

હવે આ સંખ્યાઓનો સરવાળો કરો. ૨+૪+૮+૧૬=૩૦.

મળી ગયોને જવાબ???

ચાલો બીજું ઉદાહરણ જોઇએ.

મારી ધારેલી સંખ્યા ૨૩ છે.

આ સંખ્યા કયા કયા કર્ડમાં છે????

તે કાર્ડ નંબર-૧-૨-૩-અને ૫ માં છે

તો હવે દરેક કાર્ડનાં પહેલા ખાનાની સંખ્યાનો સરવાળો કરો

કાર્ડ નંબર ૧ ની પહેલા ખાનાની સંખ્યા છે-૧

કાર્ડ નંબર ૨ ની પહેલા ખાનાની સંખ્યા છે-૨

કાર્ડ નંબર ૩ ની પહેલા ખાનાની સંખ્યા છે-૪ અને

કાર્ડ નંબર ૫ ની પહેલા ખાનાની સંખ્યા છે-૧૬

માટે તેનો સરવાળો કરતાં

૧+૨+૪+૧૬=૨૩

મળી ગૈને મારી ધારેલી સંખ્યા!!!!!!

અવાં કાર્ડ બનાવી રાખો અને તમારા દોસ્તો સાથે આ જાદુઇ કાર્ડની રમત રમો.

ફેબ્રુવારી 19, 2013 at 8:59 એ એમ (am) 2 comments

જોડકણા

પા ! પા ! પગલી
ફૂલની ઢગલી

 

ઢગલીમાં ઢેલડ
જીવે મારી બેનડ !

પા ! પા ! પગલી
બાગમાં બગલી
બગલી બોલાવે
ડોક ડોલાવે
નીર ઝુલાવે
તીર તળાવે

પા ! પા ! પગલી

 

નાજુક ડગલી
ડગલી ભરતાં
દડવડ દડતાં
બેની મારી પડતાં !

પા ! પા ! પડિયાં
થોડુંક રડીયાં
આંસુડાં દડીયાં

 

ભાઇ સાથે લડીયાં
ભાઇ ભરે બકી
જાણે ચકો-ચકી.

પા ! પા ! પાલર
ઝૂલે છે ઝાલર
ઝાલર જડીયો
બેનીબાનો ચણિયો
જાણે નાનો દરિયો !

પા ! પા ! પૂજન
આંબે કૂજન

 

કૂ કૂ કરતી

 

જંગલ ભરતી
કોયલ ફરતી.

પા ! પા ! પાણી
નદી છલકાણી
પાણીમાં પડિયાં
તગ ! તગ ! તરિયાં

 

નીર નીતરિયાં
ઊંડાં ઊતરિયાં
નાવણ કરિયાં
બેડલાં ભરિયાં.

પા ! પા ! પૂનમ
તારા ટમટમ
ચાંદો ચમચમ
રાત્રી રમઝમ
સાગર ઘમમમ !

પા ! પા ! પોળી
ધીમાં ઝબોળી

 

બોળીને ખાજો !
ગલુ ભાગ દેજો !

પા ! પા ! પલકે
વીજળી વ્રળકે
મેહુલો મલકે
મોર મીઠી હલકે
કેહુ ! ગેહુ ! ગળકે
નીર ધારા ખળકે.

પા ! પા ! પરીઓ
ઠેકે દરિયો
દરિયો ડોલે

 

હીંચે હીંડોળે
છલછલ છોળે.

પા ! પા ! પોપટ
લીલો લટપટ
લળીલળી ચાલે
સરોવરની પાળ્યે
પાંખો પલાળે
કાંઠલે કાળે
પ્રેમે બેની પાળે.

 

પા ! પા ! પંખી
મા મરે ઝંખી
મા ગૂંથે માળા

સાફ સુંવાળા
ધોળા ને કાળા
બાળ રૂપાળા.

પા ! પા ! પોઢણ
આભનાં ઓઢણ
ઓઢીને ઊંઘો
સોણલાં સૂંઘો
ઝટ પાછાં જાગો
પ્રભુ પાસે માંગો !

પા ! પા ! પ્રભુજી !
એક જ અરજી
ઝટ દો પગ જી !
પગે ઝાડ ચડશું
પહાડે રખડશું
વેરી સાથે લડશું
મા કાજે મરશું,
ફરી અવતરશું !

– સં. ઝવેરચંદ મેઘાણી (‘સોના-નાવડી’ માંથી સાભાર.)

ડિસેમ્બર 2, 2012 at 10:00 એ એમ (am) Leave a comment

About

સપ્ટેમ્બર 6, 2012 at 7:09 એ એમ (am) 2 comments

Older Posts


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 252,081 વાંચકો

દિવસવાર ટપાલ

જાન્યુઆરી 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ડીસેમ્બર    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ