કીડી બિચારી કીડલી રે

ઓગસ્ટ 18, 2006 at 11:52 એ એમ (am) Leave a comment

કીડી બિચારી કીડલી રે…..

કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
પંખી પારેવડાંને નોંતર્યાં,
એ..ઍ કીડીને આપ્યાં સનમાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મોરલે બાંધ્યો રુડો માંડવો રે,
ખજૂરો પીરસે ખારેક,ભૂંડે રે ગાયાં મીઠાં ગીતડાં.
એ…એ કે પોપટ પીરસે પકવાન,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મંકોડાને મોકલ્યો માળવે રે, લેવા માંડવીઓ ગોળ,
મંકોડો કેડેથી પાતળો,
એ… ગોળ ઉપડ્યો ન જાય,
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
મીનીબાઈને મોકલ્યા ગામમાં રે, એના નોતરવા કામ,
હામા મળ્યા બે કૂતરા,
એ..ઍ બિલાડીનાં કરીયા બે કામ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઘોડેરે બાંધ્યા પગે ઘૂઘ્રરા રે, કાચીંડે બાંધી કરતાલ,
ઊંટૅ રે બાંધ્યા ગળે ઢોલકા.આ..
એ…ઍ ગધેડુ ભૂંકે હરણાઈ
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
ઉંદરમામા હાલ્યા રીહામણએ રે બેઠા દરિયાને બેટ,દેડકો બેઠો ડગમગે,
ઍ…એ મને કપડા પહેરાવ.
જાવું છે કીડીબાઈની જાનમાં
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
વાંહડે ચઢ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ,
આજે તો જાન વધાવવી
એ…ઍ કે હાંભર્યો હાથીભાઈનો નાદ.
હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
કઈ કીડી ને કોની જાન છે રે, સંતો કરજો વિચાર.
ભોજા ભગતની વિનતી,
એ..ઍ સમજો ચતુર સુજાણ.હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
કીડી બિચારી કીડલી રે…..
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય,
એ…હાલો, હાલોને કીડીબાઈની જાનમાં.
– ભોજા ભગત

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

મેં એક બિલાડી પાળી છે દાદાનો ડંગોરો લીધો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 212,919 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: