રંગ રંગ વાદળિયા.

ઓગસ્ટ 18, 2006 at 11:54 એ એમ (am) 3 comments

               

હાંરે અમે ગ્યાતા; હો રંગના ઓવારે;કે તેજના ફુવારે,
અનંતના આરે,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે ઊડ્યાં;હો મોરલાના ગાણે,કે વાયરાના વહાણે,
આશાના સુકાને,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે થંભ્યાં;હો મહેલના મિનારે,પંખીના ઉતારે,
ડુંગરાની ધારે,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે નાહ્યાં;હો રંગના ઓવારે,કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,કે રંગ રંગ વાદળિયા.

હા રે અમે પોઢયાં;છલકતી છોળે,દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે જાગ્યાં;ગુલાલ ભરી ગલે,ચંદન ધરી ભાલે;
રંગાયા ગુલાલે,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે નાચ્યામ્;તારલાના તરંગે,રઢિયાળા રંગે,
આનંદના અભંગે,કે રંગ રંગ વાદળિયા.

હાં રે અમે આવ્યાં;હો રંગ રંગ અંગે, અનંત રૂપરંગે,
તમારે ઉછંગે,કે રંગ રંગ વાદળિયા.
 – સુંદરમ્

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

દાદાનો ડંગોરો લીધો ટેન્ગ્રામ – પ્રવેશ

3 ટિપ્પણીઓ Add your own

 • 1. gujarat1  |  ઓગસ્ટ 19, 2006 પર 3:43 એ એમ (am)

  Dear Rajeshwari bahen!

  It is pleasing that you are adding a new colour to the Gujarati NET world! Welcome and all the best!

  A much needed attraction for the kids. In our correspondence, Sureshbhai generously praised you and your family. And rightly he did so. NET is fortunate that a distingushed family joins us.

  All my good wishes with you! …. Harish Dave (Ahmedabad)

  જવાબ આપો
 • 2. shivshiva  |  ઓગસ્ટ 19, 2006 પર 10:29 એ એમ (am)

  રાજેશ્વરીબેન
  તમારા આ ઉપાડેલાં કાર્ય બદલ ખૂબ જ અભિનંદન
  નીલા

  જવાબ આપો
 • 3. સુંદરમ્ « ગુજરાતી સારસ્વત પરિચય  |  સપ્ટેમ્બર 21, 2006 પર 1:52 પી એમ(pm)

  […] # રંગ રંગ વાદળીયાં   :  કહેજો જી રામ રામ   :  બાળકાવ્ય […]

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 226,596 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: