તેનાલી રામ

August 20, 2006 at 5:44 pm Leave a comment

        

                         તેનાલી નામના ગામમાં રામ નામનો એક છોકરો રહેતો હતો.લોકો તેને જોઈને કહેતા”કેવું સુંદર નામ છે? પણ દુઃખની વાત એ છે કે તે જરાય રામ ભગવાન જેવો નથી લાગતો. ઉલટાનો તે રમુજી કઠપુતળી જેવો લાગે છે!”પરંતુ તેના દોસ્તોમામ તે ખૂબ માનીતો હતો કારણકે તે હોંશિયાર, ચતુર અને નીડર હતો.


        તેની માતા તેને વારંવાર મંદિરે દર્શન કરવા મોકલતી અને રામ માતાને ખુશ રાખવા મંદિરે જતો.લોકો મંદિરમાં આવતા અને ભગવાન આગળ પોતાના પાપોની માફી માગવા લાંબા થઈને પગે લાગતા ત્યારે રામને ખડખડાટ હસવુ આવતુ કેમકે તે જાણતો હતો કે આ લોકો પાછા ઘેર જઈને એનું  જ પાપ કરવાના છે.
           ઍક દિવસ  તેની માતાએ તેને કાલીમાતાના મંદિરે જવાનું કહ્યું જેથી તેને સારી બુધ્ધિ આપે.રામ કાલીમાતાના મંદિરે ગયો અને મુર્તિની સામે બેઠો.કાલીમાતાનો કાળો ચહેરો, મોટી મોટી ડરામણી આંખો જોઈ જ રહ્યો.તેમણે માણસની ખોપરીઓનો હાર પહેર્યો હતોતેમને દસ હાથ હતા અને દરેક હાથમા એક એક હથિયાર હતું જેનાથી તે રાક્ષસોનો નાશ કરતા.
           રામ તો આ મૂર્તિ જોઈને ખડખડાટ હસવા લાગ્યો.તેણે બહુ પ્રયત્નો કર્યા પણ હસવાનું રોકાતું જ ન કાલીમાતાને પણ જોઈને નવાઈ લાગી.તેમને થયું,”બધા જ લોકો મને પગે લાગવા આવે છે ત્યારે કેવા શાંત,વિવેકી અને મારાથી ડરેલા લાગે છે? અને આ છોકરો તો હસવામાંથી જ નવરો નથી થતો.”
            કાલીમાતા આંખો કાઢીને, ગુસ્સાથી બોલ્યા,”તારી આવી હિંમત જ કઈ રીતે થાય છે?શું તને મારી બીક નથી લાગતી?તું કેમ આટલું હસે છે?” રામે માંડમાંડ હસવાનું રોકીને કહ્યું,”મને ખબર છે કે તમે મહાન છો.તમને જોઈને મને વિચાર આવે છે કે આટલા મહાન હોવા છતાં એક વાત તમે કેમ ભૂલી ગયા?” કાલીમાતા બોલ્યા,”કઈ વાત હ ભૂલી ગઈ?” રામ બોલ્યો,”તમારે દસ હાથ છે અને દરેક હાથમાં એક એક હથિયાર છે.” કાલીમાતા બોલ્યા,”હા, પણ તેનું શું?”રામ બોલ્યો,”મને વિચાર આવે છે કે તમને શરદી થાય અને નાકમાંથી શેડા(લીંટ) આવે તો તમે શું કરો? તમારો તો એકેય હાથ ખાલી નથી.શેડા(લીંટ)લૂછવા તમારે બીજા કોઈને કહેવું પડે ને?” આ વિચારીને મને ખડખડટ હસવું આવે છે.”
              આ સાંભળીને કાલીમાતા પણ હસી પડ્યા.તેમણે નીડર રામને આશીર્વાદ આપ્યા કે તે ખૂબ મશહૂર બને અને રાજાના દરબારમાં માન-મરતબો પામે.અને ખરેખર રામ રાજાના દરબરમાં પ્રધાન બન્યો.
              આજે પણ લોકો તેને તેનાલી રામ તરીકે યાદ કરે છે અને તેની ચતુરાઈની વાતો કરે છે.
          
 

Entry filed under: બાળવાતો , Kids Stories. Tags: .

વરસાદ ચાલુ કરો પ્રેમ એટલે શું

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: