મમ્મી

ઓગસ્ટ 21, 2006 at 11:55 એ એમ (am) Leave a comment

લોકો ભલે કહે,
કુકડો બોલ્યે સવાર થાય,
હુ જાણું છુ ને કે,
મમ્મીની બુમે જ સુરજ ઉગે….

પથારીમાંથી ઉઠતાં વાર લાગે તો
કહે;”ઝટપટ, આળસુના પીર!”
ઝટપટ બ્રશ કરી નાંખુ તો
કહે;”સાવ ઉતાવળો! શાંતિથી બ્રશ કર…”

મમ્મી કહે એટલે નાહી લેવાનું,
મારે તો શું! પપ્પાએ પણ….
ભુખ લાગી હોય કે નહીં,
જમી લેવાનું…કારણ એ કે
“હમણાં રામો આવશે, વાસણ ઘસવા..”

રાત ઉંઘ આવતી હોય ત્યારે
વાંચવા બેસાડે
કહે;”ઉંઘણશી! પાછો નાપાસ થઈશ….”
રાતે મોડે સુધી વંચતો હોઉં
પરીક્ષા પાસે હોય ત્યારે સ્તો-
તો કહે;”ઉંઘી જા માંદો પડીશ..”

મમ્મી એટલે બસ મમ્મી જ્!
મને સમજાતી જ નથી!
પણ ક્યાંથી સમજાય?
પપ્પાય ઘણીવાર કહે છે;
“તને સમજવી અઘરી છે!”

હોંશિયાર પણ કેવી? પાકી મુત્સદ્દી જ્!
પપ્પાના નામે ડરાવે;
“તારા ગંદા ટાંટિયા ધોઈ નાખ,
પપ્પા વઢશે.”

પણ પપ્પા તો એનાથીય ડરતા હોય છે…
મમ્મી કહે તે અને તેટલું જ
દારૂખાનું અપાવે;
મમ્મી કહે તેટલી જ મીઠાઈ લાવે…

તોય મમ્મી મને બહુ ગમે,
સવારની નિશાળ હોય ત્યારે
મારું દફ્તર તૈયાર કરી દે
બુટ-મોજા પહેરાવી દે ફટાફટ…

કોઈકવાર લેસન પણ કરી દે
આગલી રાતે પિક્ચર જોઈ
મોડા બાર વાગ્યે આવ્યા હોય્,
ત્યારે ખાસમખાસ….

અને
ને મારા જન્મદિવસે!
મઝા જ મઝા;
મારા પર તો શું; મારા દોસ્તો પર પણ
કેવા વહાલ વરસાવે!
કેવા લાડ લડાવે!
અને કેવું ગાય…
ના..ના..”હેપી બર્થ ડે ટુ યુ” એવું નહીં…

એ તો ગુંજે ;
તમે મારા દેવના દીધેલ છો,
તમે મારા માંગી લીધેલ છો,
આવ્યા ત્યારે અમર થઈ ને રો’….

અને માંદો પડુ તો?
બાપ રે બાપ! એનો તો જીવ જ અધ્ધર થઈ જાય!
પટાવીને દવા પીવડાવે,
બાધા આખડી રાખે.

આવી મમ્મી કોને ના ગમે?
મમ્મી એટલે બસ, મમ્મી જ
            -બળવંતભાઈ પટેલ(ગાંધીનગર)

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

દાદા મને…. દાદા મારા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: