રે પંખીડા !

ઓગસ્ટ 21, 2006 at 9:54 પી એમ(pm) Leave a comment

રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવાં મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હુ છું,
ના ના કો’ દી’ તમ શરીરને કાંઈ હાનિ કરું હું.

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લું મ્હારું ઉપવન સદા પંખીડાં સર્વને છે.

રે ! રે ! તોયે કુદરતી મળી ટેવ બ્હિવા જનોથી,
છો બ્હિતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરુર ડર છે ક્રૂર કો’ હસ્તનો, હા !
પા’ણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !

દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐકય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.

-સુરસિંહજી તખ્તસિંહજી ગોહીલ (કલાપી) (Kalapi)

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

જય જય ગરવી ગુજરાત પેલા પંખી ને જોઈ મને થાય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,368 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: