પ્રેમ એટલે શું

August 21, 2006 at 3:45 am Leave a comment

 પ્રેમ એટલે શું?

એક વ્યાવસાયિક સમુહે આ પ્રશ્ન ૪ થી ૮ વર્ષના બાળકોના સમુહને પોસ્ટ કર્યો અને તેના જે જવાબો મળ્યા તે વાંચો…

રેબેકા-૮ વર્ષ
જ્યારે મારા દાદીને સખત સાંધાનો દુખાવો શરુ થયો(આર્થ્રાઈટિસ) અને પોતાના પગની આંગળીઓના નખપર નેઈલ પોલીશ નહોતા લગાવી શકતા ત્યારે મારા દાદા તેમને આ કામ કરી આપતા હતા.પછી દાદાને પણ હાથના સાંધાનો દુખાવો શરુ થયો છતાં તે દાદીને નેઈલ પોલીશ લગાવી દેતા હતા….આ ને પ્રેમ કહેવાય.

બિલી-૪ વર્ષ
જ્યારે કોઈ તમને પ્રેમ કરતું હોય અને જે રીતે તમારું નામ દઈને તમને બોલવે તે ખૂબ જ અલગ રીત હોય છે.તમને લાગે જ કે તમારું નામ તેમના મોં મા સલામત છે….
ક્રીસી-૬ વર્ષ
પ્રેમ એટલે તમે હોટલમાં જમવા ગયા હો અને કોઇને તમારી ડીશમાથી મોટાભાગની ફ્રેન્ચફ્રાય બીજાને આપી દો…તેની ડીશમાંથી કશું લીધા વગર્ તેને પ્રેમ કહેવાય….
ટેરી-૪વર્ષ
પ્રેમ એટલે તમે સખત થાકી ગયા હો ત્યારે તમને કોઈ હસાવે તે….
ડેની-૭ વર્ષ
મારી મમ્મી જ્યારે પપ્પા માટે કોફી બનાવે ત્યારે તેમને આપતા પહેલા કોફીનો સ્વાદ બરાબર છે કે નહીં તે જોવા માટે એક ઘૂંટડો ભરે…તેને પ્રેમ કહેવાય
બોબી-૭ વર્ષ
ક્રીસ્ટમસના દિવસે તમે તમને મળેલી ભેટના પેકેટ ખોલવાને બદલે રુમમાં તે વખતે તમને જે કહેવાતું જે જોવા મળતુ  હોય તેને પ્રેમ કહેવાય…
નીકા-૬ વર્ષ
જો તમે સારી રીતે પ્રેમ કરવાનું શીખવા માંગતા હો તો તમે જેને બહુ જ ધિક્કારતા હો તેનાથી શરુઆત કરો.
નોએલિ-૭ વર્ષ
પ્રેમ્ એટલે તમે કોઈ છોકરાને કહો કે તેનું શર્ટ તમનેખૂબ ગમ્યું અને તે રોજ એ જ શર્ટ પહેરે…
ટોમી-૬ વર્ષ
બહુ જ ઘરડા પુરુષ અને સ્ત્રીને હાથમાં હાથ પરોવીને વહાલથી રસ્તા પર ચાલતા જોવા..
સીન્ડી-૮ વર્ષ
જ્યારે હું સ્ટેજ પર પિયાનો વગાડવાની હતી ત્યારે ખૂબ ગભરાયેલી હતી.મેં બધા લોકો સામે જોયું તો બધા મને જ જોઈ રહ્યા હતા અને મારા માત્ર મારા ડેડી જ હસતા હસતા હાથ ઉંચો કરી હલવી રહ્યા હતા.પછી મને જરાપણ ગભરામણ ના થઈ….તેને પ્રેમ કહેવાય
ક્લેર-૬ વર્ષ
બીજાકોઈ પણ કરતાં મારી મમ્મી મને ખુબ પ્રેમ કરે છે.માત્ર તે એકલી જ જ્યારે હું પથારીમા સુવાની તૈયારી કરું ત્યારે મને ગાલે અને કપાળે ચુંબન કરે છે.
મેરી એન-૪ વર્ષ
પ્રેમ એટલે તમે નાનકડા પપીને સાવ એકલુ આખો દિવસ ઘેર મૂકી ગયા હો અને ઘરમાં આવતા જ તે તમને ચોંટી જાય..
માર્ક-૬ વર્ષ
મમ્મીને પપ્પા ઝગડ્યા હોય છતા પણ મમ્મી પપ્પાને કહે કે તમે ખુબ સ્માર્ટ અને હેન્ડસમ લાગો છો અને પપ્પા કહે કે તું બહુ સુંદર લાગે છે….આ ને પ્રેમ કહેવાય
જિમી-૪ વર્ષ
વેકેશનમાં દાદા-દાદીને મળવા જઈએ ત્યારે અમને જોઈને તેમની આંખોમાં પાણી આવી જાય, અમને તેડીને ખુબ વહાલ કરે તેને પ્રેમ કહેવાય.

                                      કૃપા શુક્લ

                                                  –

Entry filed under: શિશુ મુખેથી. Tags: .

તેનાલી રામ દાદા મને….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: