ગુણવંતી ગુજરાત

ઓગસ્ટ 24, 2006 at 10:22 એ એમ (am) Leave a comment

રાગ : માઢ-ગરબી  

ગુણવંતી ગુજરાત !
          અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત ! 
         અમારી ગુણવંતી ગુજરાત !
મોંઘેરા તુજ મણિમંડપમાં, 
         ઝૂકી રહ્યાં અમ શીશ !
માત મીઠી ! તુજ ચરણે પડીને
        માગિયે શુભ આશિષ !
        અમારી ગુણવંતી ગુજરાત !

મીઠી મનોહર વાડી આ તારી
       નંદનવન શી અમોલ !
રસફૂલડાં વીણતાં વીણતાં ત્યાં
      કરિયે નિત્ય કલ્લોલ ! 
     અમારી ગુણવંતી ગુજરાત !

સંત મહંત અનંત વીરોની,
      વહાલી અમારી માત !
જય જય કરવા તારી જગતમાં
      અર્પણ કરિયે જાત ! 
      અમારી ગુણવંતી ગુજરાત !

ઊંડા ઘોર અરણ્ય વિષે કે
     સુંદર ઉપવનમાંય :
દેશવિદેશ અહોનિશ અંતર
     એક જ તારી છાંય 
    અમારી ગુણવંતી ગુજરાત !

સર સરિતા રસભર અમીઝરણાં,
      રત્નાકર ભરપૂર:
પુણ્યભૂમિ ફળફૂલ ઝઝૂમી,
       માત ! રમે અમ ઉર ! 
       અમારી ગુણવંતી ગુજરાત !

હિન્દુ મુસલમિન, પારસી, સર્વે
       માત ! અમે તુજ બાળ :
અંગ ઉમંગ ભરી નવરંગે
      કરિયે સેવા સહુ કાળ !
     અમારી ગુણવંતી ગુજરાત !

ઉર પ્રભાત સમાં અજવાળી
    ટાળી દે અંધાર !
એક સ્વરે સહુ ગગન ગજવતો
    કરિયે જયજયકાર 
    અમારી ગુણવંતી ગુજરાત !
નમિયે નમિયે માત !
    અમારી ગુણવંતી ગુજરાત !

               -અરદેશર ખબરદાર

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

ચક્કીબેન ચક્કીબેન ધૂમ-ધડાકા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 224,372 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: