અકબર અને બિરબલ-(૧)અકબર અને બિરબલની પ્રથમ મુલાકાત…..

ઓગસ્ટ 25, 2006 at 9:36 એ એમ (am) 1 comment

  અકબર અને બિરબલની પ્રથમ મુલાકાત…..

 akbar_birbal.jpg

                અકબરને શિકારનો અનહદ શોખ હતો. તે નાનપણમાં ભણવાનું છોડીને પણ શિકાર કરવા નીકળી પડતો. પાછળથી તે આખાય દેશમાં ઉત્તમમાં ઉત્ત્તમ સમ્રાટ ઉપરાંત શ્રેષ્ઠ ઘોડેસવાર અને શિકારી તરીકે પ્રખ્યાત થયો. એક વખત તે બીજા રાજાઓ સાથે અને પોતાના રસાલા સાથે શિકારે નીકળ્યો. તે  એટલો ઝડપથી ઘોડેસવારી કરતો હતો કે તે બીજા બધા રાજાઓથી અલગ પડી ગયો અને ખૂબ આગળ નીકળી ગયો તેની સાથે તેનો પોતાનો રસાલો હતો.સાંજ પડી ગઈ હતી અને બધા જે ખૂબ ભૂખ્યા-તરસ્યા થયા હતા.તેમને લાગ્યું;” તેઓ રસ્તો ભૂલી ગયા છે, હવે ક્યાં જવું ?”

                 એટલામાં તેઓ એક એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં ત્રણ રસ્તાઓ મળતા હતા.અકબર આ જોઈને ખૂશ થયો. તેને થયું કે હવે તે આમાંથી કોઈ એક રસ્તે જઈ પોતાની રાજધાની આગ્રા પહોચી શકશે પરંતુ આ ત્રણમાંથી કયો રસ્તો આગ્રા તરફ જતો હશે તે કોઈ પણ નક્કી કરી શકતું ન હતું. એટલામાં એક છોકરાને તેમણે પોતાની તરફ આવતા જોયો.છોકરો તેમની પાસેથી પસાર થવા જતો હતો ત્યારે અકબરે પૂછ્યું;”હે યુવાન, આમાંથી કયો  રસ્તો આગ્રા જાય છે?”

                         તે છોકરાએ સ્મિત કર્યું અને બોલ્યો;”મહેરબાન બધા જ જાણે છે કે રસ્તાઓ ક્યારેય ચાલી શકતા નથી તેથી આમંથી કોઇ પણ રસ્તો આગ્રા કે બીજી કોઈ પણ જગ્યાએ કેવી રીતે જઈ શકે?”અને તે પોતાની જ રમૂજ પર હસવા લાગ્યો.બધા જ શાંત ઉભા હતા કોઈ એક પણ શબ્દ ના બોલ્યું.છોકરો ફરીબોલ્યોઃ”માણસો મુસાફરી કરે છે…રસ્તાઓ નહીં.તમારું શું માનવું છે?શું તે કરે છે?”

               રાજા અકબર હસ્યો અને બોલ્યો;”ના, તું સાચો છે.” રજાએ ફરી પૂછ્યું;”હે યુવાન,તારું નામ શું છે?”છોકરો બોલ્યો;”મારું નામ મહેશદાસ છે અને આપનું નામ શું છે?”રાજાએ પોતાની આંગળી પરથી વીંટી કાઢી અને તે છોકરાને આપી અને બોલ્યો;”તું ભારતના સમ્રાટ-મહારાજા અકબર સાથે વાત કરી રહ્યો છે.અમને  તારા જેવા નીડર લોકો ગમે છે.તું મારા દરબારમાં આ વીંટી લઈને આવજે અને હું તને તરત ઓળખી જઈશ.ચાલ હવે મને કહે આમાંથી કયા રસ્તે પર હું જઉં તો ઝડપથી આગ્રા પહોંચી જાઉં?”

                   મહેશદાસએ રાજાને આગ્રા તરફ જતો ટૂંકામાં ટૂંકો રસ્તો બતાવ્યો અને તે માર્ગે રાજા આગળ વધ્યો.આમ અકબર બાદશાહની ભવિષ્યના બિરબલ સાથે પહેલી મુલાકાત થઈ.

-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-0-

Advertisements

Entry filed under: અકબર અને બિરબલ.

ઓ ઈશ્વર… જોડકણા-૮

1 ટીકા Add your own

  • 1. DILIP  |  ડિસેમ્બર 24, 2008 પર 9:26 એ એમ (am)

    VARATA SARAS CHHE

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 225,704 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
    સપ્ટેમ્બર »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: