પ્રાણીકથાઓ-1(સાત પૂંછડીયો ઉંદર)

August 28, 2006 at 12:34 pm 2 comments

 એક ઉંદર હતો.

તેને સાત પૂછડીઓ હતી. તેને તેની ખુબ જ શરમ આવતી હતી. તે થોડો મોટો એટલે તેની મા એ તેને નિશળમાં ભણવા મૂક્યો.ત્યાં બધા ઉંદરો તેને ખીજવવા લાગ્યા.”ઉંદર સાત પૂંછડીયો….ઉંદર સાત પૂંછડીયો”તે તો રોતો રોતો ઘેર આવ્યો.મા કહેઃ” કેમ રડે છે?” ઉંદર બોલ્યોઃ”હું નિશાળે નહીં જઉં.બધા મને સાત પૂંછડીયો…કહીને ખીજવે છે.”મા બોલીઃ”એમાં ખીજાઈએ નહીં. સાત પૂંછડીઑ હોય તો કહે.તેમાં શું?”ઉંદર કહેઃ”ના..ના મારી પૂછડી કપાવી નાંખો.”મા એ તેની એક પૂંછડી કપાવી નાંખી. તે નિશાળૅ ગયો.બધા તરત બોલ્યા;”ઉંદર છ પૂંછડીયો…ઉંદર છ પૂંછડીયો” તે તો રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.નિશાળે ગયો.બધા કહેઃ”ઉંદર પાંચ પૂંછડીયો…ઉંદર પાંચ પૂંછડીયો” ફરી રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.બધા કહેઃ”ઉંદર ચાર પૂંછડીયો…ઉંદર ચાર પૂંછડીયો.”ફરી રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.બધા કહેઃ”ઉંદર ત્રણ પૂંછડીયો…ઉંદર ત્રણ પૂંછડીયો.”ફરી રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.બધા કહેઃ”ઉંદર બે પૂંછડીયો…ઉંદર બે પૂંછડીયો.”ફરી રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.બધા કહેઃ”ઉંદર એક પૂંછડીયો…ઉંદર એક્ પૂંછડીયો.”ફરી રોતો રોતો ઘેર ગયો. એક પૂંછડી કપાવી નાંખી.બધા કહેઃ”ઉંદર બાંડો…ઉંદર બાંડો.”
હવે? મા કહેઃ”તુ ખીજાય છે એટલે બધા તને ખીજવે છે.બધાને એક પૂંછડી તો હોય જ ને?ચાલ આપણે ડોક્ટર પાસે જઈ એક પૂંછડી લગાવડાવી દઈએ.” ડોક્ટરે એક પૂંછડી લગાવી દીધી.મા કહે હવે તું નિશાળે જા અને બધા તને ખીજવે તો તું મોટેથી ગાજે –મારે એક પૂંછડી…તારે એક પૂંછડી..”ઉંદર તો નિશાળે ગયો બધા બોલે તે પહેલાં જ તેણે ગાવા માડ્યું”મારે એક પૂછડી..તમારે એક પૂંછડી…” બધ તો મૂંગા થઈ ગયા. તે દિવસ પછી કોઇએ ઉંદરને ખીજવ્યો નહીં.ઉંદર તો ખુશ ખુશ થઈ ગયો.
મા એ કહ્યું;”હંમેશા યાદ રાખ કે બધા તો જે ખીજાય તેને ખીજવે…આપણે કદી ખીજાવું નહીં.મૂંગા રહેવું અથવા તરત સામે જવાબ આપી દેવો અને હસવું”
તે દિવસથી ઉંદર રોજ રાજી રાજી થઈને નિશાળે જવા લાગ્યો અને બધા તેના દોસ્તો થઈ ગયા.

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

જોડકણા-૮ એકડૅ એક..

2 Comments Add your own

  • 1. Krupa  |  August 28, 2006 at 7:01 pm

    I know this story from my childhood. thanks for reminding

    Reply
  • 2. સુરેશ જાની  |  September 3, 2006 at 9:23 am

    ડોક્ટર પાસે જવાની વાત નવું સર્જન છે !!!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

August 2006
M T W T F S S
    Sep »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: