ઓરીગામી- પ્રવેશ

સપ્ટેમ્બર 2, 2006 at 5:03 એ એમ (am) 3 comments

     તમને કાગળની હોડી બનાવતા આવડે છે? આવડે ને જ વળી! એમાં શી મોટી ધાડ મારવાની છે?

      પણ કાગળનું પંખી, ઊંટ, સબમરીન કે મોર બનાવી શકાય?

     તમે કહેશો : ” જાઓ જાઓ ! કેવી ઉટપટાંગ વાતો કરો છો ? આવડા મોટા થઇ ને.”

     ચાલો ત્યારે આજે આપણે એવી કળા શીખીએ કે આવું બધું બનાવતાં આપણને આવડી જાય.

     આ કળા ચીનમાં 1200 થી પણ વધારે વર્ષો પહેલાં વપરાતી હતી. પણ 618 ની સાલમાં ચીન દેશે જાપાન પર ચઢાઇ કરી ત્યારે કાગળ બનાવવાની કળા અને કાગળ વાળીને અવનવા આકાર બનાવવાની કળા પણ જાપાનમાં પ્રવેશી.  પછી તો જાપાનમાં તેનો બહુ વિકાસ થયો. જાપાનીઝ ભાષામાં ‘ઓરી’ એટલે કાગળ અને ‘કામી’ એટલે વાળવું એમ અર્થ થાય. બે સાથે બોલાય ત્યારે ‘ઓરીગામી’ એમ બોલાય.

     આમ ઓરીગામીની કળા જાપાનમાં બહુ વિકાસ પામી. યુરોપના દેશોમાં તો 1950 ની સાલ પછી આની ખબર પડી. અને હવે આખી દુનિયામાં આ કળા ફેલાઇ ગઇ છે.

     તમે આ કળા બરાબર શીખી જાઓ પછી તમને સેંકડો  મોડલો બનાવતાં આવડી જશે. અને આમાં કોઇ ખર્ચ પણ નહીં . કાગળનો ટૂકડો હાથમાં આવી ગયો , ને આપણી ગાડી આગળ ચાલી ! પણ સારા, ખાસ ઓરીગામી માટે બનાવેલા કાગળ વાપરો તો વધારે સરસ મોડલો બને.

     મોટાભાગના ઓરીગામી મોડલો ચોરસ કાગળમાંથી બને છે, અને તેમાં કોઇ કાપકૂપ કરવાની હોતી નથી. પણ અપવાદ રૂપે, બીજા આકારો પણ વપરાય અને ક્યાંક થોડું ઘ્ણું કાપી પણ શકાય.  

     

        

Advertisements

Entry filed under: હોબી, Hobby.

વિજયાનો પ્રેમ… પ્રભુ નમીએ …..

3 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  સપ્ટેમ્બર 2, 2006 પર 5:09 એ એમ (am)

    ઓરીગામી વિશે વધારે માહિતી જોઇતી હોય તો નીચેની લીન્ક પર ક્લીક કરો:-

    http://www.google.com/search?hl=en&q=origami&btnG=Google+Search

    જવાબ આપો
  • 2. વિશાલ  |  સપ્ટેમ્બર 2, 2006 પર 5:30 પી એમ(pm)

    મને પણ મારા એક સુરેશદાદાએ ખૂબ બધા ઓરીગામી ગિફ્ટ્સ મોકલેલી છે! હું એની સાથે ખૂબ જ રમુ છું!! થેંક્યુ દાદા-ફ્રેન્ડ!! 🙂

    જવાબ આપો
  • 3. Rajeshwari Shukla  |  સપ્ટેમ્બર 5, 2006 પર 1:41 પી એમ(pm)

    Sureshbhai,
    If you take photograph at each fold of paper and then place the photographs instead of photocopy ….I think it will give very good result. ……..

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 213,021 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: