એક કલાક

સપ્ટેમ્બર 4, 2006 at 7:19 પી એમ(pm) 3 comments

 એક માણસ નોકરી પરથી થાક્યો પાક્યો અને અકળાયેલો ખૂબ મોડો ઘેર પહોંચ્યો.

તેનો નાનો દીકરો તેની રાહ જોતો દરવાજા પાસે ઉભો હતો.તેણે પિતાને પૂછ્યું;”ડેડી, એક સવાલ પૂછું?”
ડેડી-ચોક્કસ, પૂછને.”
દીકરો-તમે એક કલાકમાં કેટલું કમાઓ છો?
ડેડી-તારે તેની શી પંચાત આવો સવાલ તું કેમ પૂછે છે?
દીકરો-ખાલી જાણવા માટે જ પૂછું છું.
ડેડી-હું કલાકના ૫૦૦ રૂપિયા કમાઉં છું.
દીકરો- ઓહ!(માથુ નીચે નમાવી દીધું)થોડીવાર પછી માથું ઉચકી  બોલ્યો.
     ડેડી, તમે મને ૩૦૦ રૂપિયા ઉધાર આપશો?
ડેડી-(ગુસ્સથી બોલ્યા)ઉધાર લેવા જ તેં આવો સવાલ પૂછ્યો ને? આ પૈસાથી નકામા રમકડા અને નકામી વસ્તુઓ ખરીદવા? જા, છાનોમાનો તારા રૂમમાં જા અને સૂવાનો ટાઈમ થઈ ગયો છે ….જા સૂઈ જા.મને તો સમજાતું નથી કે તું આવો સ્વાર્થી થઈ ગયો છે? હું આખો દિવસ વૈતરુ કરું છું અને તારે આ રીતે નકામા પૈસા વેડફવા છે?
છોકરો શાંતિથી રૂમમાં જતો રહ્યો અને બારણું ધીમેથી બંધ કર્યું.
પેલો માણસ શાંતિથી બેઠો અને છોકરાના સવાલથી વધુ ને વધુ ગુસ્સે થતો ગયો.
પૈસા મેળવવા તેની, આવો સવાલ પૂછવાની હિંમત  જ કઈ રીતે શકે?
એકાદ કલાક થયો અને તે માણસનો ગુસ્સો શાંત થયો.તેણે વિચાર્યું.હું ખાલી ખાલી જ  ગુસ્સે થઈ ગયો.તેણે ક્યારેય આ  રીતે મારી પાસે પૈસા માંગ્યા નથી.કદાચ તેને કાંઈ ખાસ કામ પણ હોય. તે માણસને પસ્તાવો થયો. તે ઉઠીને દીકરાના રૂમ પાસે ગયો.તેને થયું કદાચ તે સૂઈ ગયો હશે. પણ તે જાગતો હતો.તેણે પૂછ્યું;”તું સૂઈ ગયો છે?” દીકરો બોલ્યો ;”ના, ના ડૅડી હું જાગું છું ….આવોને.” તે તેના રૂમમાં ગયો અને બોલ્યો “હું ખૂબ થાકી ગયો હતો એટલે ગુસ્સે થઈ ગયો.લે, તેં માંગ્યા હતા નૅ? લે આ ૩૦૦ રૂપિયા.”દીકરો ટટ્ટાર બેઠો અને બોલ્યો;”થેંક્યુ, ડેડી.”
તેણે પોતાના ઓશિકા નીચેથી થોડી ચોળાયેલી રૂપિયાની નોટો કાઢી.તે માણસ આ જોઈને વળી પાછો ગુસ્સે થયો.દીકરો ધીમે ધીમે નોટો ગણતો હતો.તે માણસ વધુ ને વધુ ગુસ્સે થતો ગયો…
“તારી પાસે હતા તો શુ કામ પૈસા માંગતો હતો?”દીકરો બોલ્યો;”પૈસા હતા પણ ઓછા હતા.મારી પાસે માત્ર ૨૦૦રૂપિયા હતા.તમે આપ્યા એટલે હવે ૫૦૦ થયા.”
“ડેડી હવે મારી પાસે ૫૦૦ રૂપિયા છે. લો,હું તમને આપું છુ. તમે મને તમારો કલાક આપજો.મારે તમારી સાથે રમવું છે, વાતો કરવી છે, સાથે જમવું છે.”
ડેડી….મને તમારો એક કલાક આપશો?

Advertisements

Entry filed under: શિશુ મુખેથી.

છોકરાં રે છોકરાં રે ટેન્ગ્રામ -1

3 ટિપ્પણીઓ Add your own

  • 1. nilam doshi  |  સપ્ટેમ્બર 17, 2006 પર 2:03 પી એમ(pm)

    થોડામાં ઘણુ. કહેવાય ગયુ.તેજી ને ટકોર જ હોય.

    જવાબ આપો
  • 2. meena  |  માર્ચ 31, 2007 પર 5:34 એ એમ (am)

    darek daddy avaj hoy che nani vat ma gusse thvu

    જવાબ આપો
  • 3. hetal  |  સપ્ટેમ્બર 18, 2007 પર 7:54 પી એમ(pm)

    very nice

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,133 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: