અકબર-બિરબલ(૩)પ્રશ્નના જવાબમાં પ્રશ્ન….

સપ્ટેમ્બર 6, 2006 at 3:36 પી એમ(pm)

પ્રશ્નના જવાબમાં પ્રશ્ન…. 

akbar_birbal.jpg 

 

એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું;”બિરબલ, તું કહી શકે કે તારી પત્નીએ કેટલી બંગડીઓ પહેરેલી છે?” બિરબલ કહે;”ના,હજૂર.મને ખબર નથી.

” અકબર કહે;” તને ખબર નથી? રોજ તું એનો હાથ જુએ છે છતાં તને ખબર નથી..કેટલું ખરાબ કહેવાય.”બિરબલે કશો જવાબ ના આપ્યો.થોડા સમય પછી બિરબલ બોલ્યો;”ચાલો હજૂર, આપણે બગીચામાં જઈએ અને ત્યાં હું તમને  તમારા પ્રશ્નનો જવાબ આપીશ. બંને જણા નાનકડી સીડી ઉતરીને નીચે ગયા અને બગીચામાં ફરવા લાગ્યા. અકબર ફરી બોલ્યો”બિરબલ તેં મારા પ્રશ્નનો જવાબ ના આપ્યો.”બિરબલ બોલ્યો;”નામદાર,પહેલા તમે મને કહો કે આપણે જે સીડી ઉતરીને આવ્યા તે તમે દિવસમાં કેટલીય વાર ઉતરતા હશો, ખરું ને?” અકબર કહે;”હા,” બિરબલ તરત બોલ્યો ;તો હવે તમે કહો કે તેમાં કેટલા પગથિયા છે?”અકબર હસી પડ્યો અને બોલ્યો;”મને મારા સવાલનો જવાબ મળી ગયો ..તુ ઘણો ચાલાક છે.”અને અકબરે વાતનો વિષય બદલી નાંખ્યો.

Advertisements

Entry filed under: અકબર અને બિરબલ.

ટેન્ગ્રામ – કોયડા – 1 ઓરીગામી – કબુતર


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: