કેવી મઝા પડે છે!
સપ્ટેમ્બર 9, 2006 at 1:35 પી એમ(pm) rajeshwari 3 comments
હસી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ હસવાનું અઘરૂં છે ભાઈ,
હસી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
રડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ રડવાનું અઘરૂં છે ભાઈ,
રડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
જમી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ જમવાનું અઘરૂં છે ભાઈ,
જમી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
ખસી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ ખસવાનું અઘરૂં છે ભાઈ,
ખસી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
ભેટી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ ભેટવાનું અઘરૂં છે ભાઈ,
ભેટી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
લેટી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ લેટવાનું અઘરૂં છે ભાઈ,
લેટી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
લડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ લડવાનું અઘરૂં છે ભાઈ,
લડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
ગગડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ ગગડવાનું અઘરૂં છે ભાઈ,
ગગડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
પકડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ પકડવાનું અઘરૂં છે ભાઈ,
પકડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
બગડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ બગડવાનું અઘરૂં છે ભાઈ,
બગડી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
વળગી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
મારી જેમ વળગવાનું અઘરૂં છે ભાઈ,
વળગી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે!
નાચી જુઓ મારી જેમ,કેવી મઝા પડે છે?
મારી જેમ નાચવાનું અઘરૂં છે ભાઈ,
નાચી જુઓ મારી જેમ,કેવી મઝા પડૅ છે?
Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.
1.
nilam doshi | સપ્ટેમ્બર 10, 2006 પર 5:28 એ એમ (am)
રાજેશ્વરીબહેન,આજે પ્રથમ વાર આપના બ્લોગની જાણ થઇ.ખરેખર અભિનંદન ને પાત્ર છે આપનું આ કામ.હુંપણ બાળકો માટે લખું છું.બાળનાટકો ખાસ કરીને.અને મારા બાળનાટકોનું પુસ્તક”ગમતાનો ગુલાલ”પણ આ મહિનામાં પ્રકાશિત થશે.બાળકો માતે કામ કરવું એ મારી પણ મનપસંદ પ્રવૃતિ છે.મારી બ્લોગ પરથી મારા વિષે માહિતિ મળી શકશે.આભાર અને અભિનંદન ફરી એક વાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
http://paramujas.wordpress.com
2.
rajeshwari | સપ્ટેમ્બર 10, 2006 પર 8:28 એ એમ (am)
આપનો ખૂબ આભાર.. અને અભિનંદન. આ બ્લોગ માટે આપના બાળ નાટકો મોકલશો?
3.
UrmiSaagar | સપ્ટેમ્બર 10, 2006 પર 2:07 પી એમ(pm)
વાંચવાની પણ ખૂબ મઝા પડે છે…