દાદીમાની વાતો(૧)હબ્બડ ઠેકો

સપ્ટેમ્બર 11, 2006 at 10:50 એ એમ (am) Leave a comment

રાત્રે વાળુ કર્યા પછી અમેબધા દાદીમાના ઓરડામાં દોડી જતા.દાદીમા તકીયાના ટેકે પલંગ પર બેસે અને અમે બધા તેમની ફરતે ગોઠવાઈ જઈએ.દાદીમા વાર્તા શરૂ કરે એવા સરસ ગીતો બોલે,હાથથી હાવભાવ કરે અને અમે એવાતો રસતરબોળ થઈ જઈએ કે વાત ના પૂછો…..તો ચાલો આજથી શરૂ કરીએ દાદીમાની વાતો….

(૧)હબ્બડ ઠેકો



એક ગામ હતું.તેમાં એકછોકરો રહે. તેનું નામ દીનુ.સાવ ભલો,ભોળો અને ભૂલકણો.તેને તેની મા અને બીજા જે કોઈ કામ ચીંધે તે કર્યા કરે, પોતાની અક્કલ જરાપણ વાપરે નહીં.ભણવામાં પણ સાવ નબળો.કાંઈ ઝાઝું ભણ્યો નહીં.તે મોટો થયો એટલે તેના લગન થયા અને વહુ ઘરમાં આવી.તેની પત્નીનું નામ કમળા.બિચારી ઘણી સારી હતી.ઘરનું બધું કામ તણે ઉપાડી લીધું.થૉડા મહિના પછી દીનુની મા ગુજરી ગઈ.હવે દીનુ કમળા જે કામ સોંપે તે કર્યા કરતો.

રક્ષાબંધનના આગલા દિવસે કમળાએ કહ્યું;”કાલે રક્ષાબંધનનો તહેવાર છે.તમારા મોટા બહેન બાજુના ગામમાં રહે છે અને આ વખતે તે અહીં આવી શકે તેમ નથી તે તમે તેમને ઘેર જતા આવો.રાખડી બંધાવતા આવો,તેમની ખબર કાઢતા આવો .મીઠાઈ અને કપડા સાથે લેતા જજો.” દીનુભાઈ તો રાજીરાજી થઈ ગયા.તે તો કમળાએ પોટલી બાંધી આપી તે લઈને ચાલતા થયા બહેનને મળવા.

બહેન તો ભાઈને જોઈને ખૂશ ખૂશ થઈ ગઈ.તેણે માનપાનથી ભાઈને બેસાડ્યો,જાતજાતની વાનગીઓ બનાવી જમાડ્યો અને ખૂબ ખૂબ વાતો કરી.રાત્રે તેણે ભાઈને ઢોકળા ખવડાવ્યા.દીનુએ કદી ઠોકળા ખાધેલા નહીં.તેને તો ખૂબ ભાવ્યા,ધરાઈ ધરાઈને ખાધા.તેણે મનમાં નક્કી કર્યું કે ઘેર જઈને કમળા પાસે ઢોકળા બનાવડાવીશ.

બીજે દિવસે તે પોતાના ગામ જવા રવાના થયો.તે તો ગોખતો ગોખતો જતો હતો “ઢોકળા…ઢોકળા…ઢોકળા…ઢોકળા…” રસ્તામાં એક ઊંડો ખડો આવ્યો.પાણીથી ભરેલો હતો.દીનુભાઈએ જોયું તો ખાડૉ ખૂબ ઊંડો હતો.તેણે “હબ્બડ ઠેકો” બોલીને કૂદકો લગાવ્યો.સામે પહોંચી ગયો.ફરી ગોખવાનું ચાલુ કર્યું;”હબ્બડ ઠેકો…હબ્બડ ઠેકો…હબ્બડ ઠેકો…હબ્બડ ઠેકો…”
તે ઘેર પહોંચ્યો અને કમળાને બહેનના ખુશી સમાચાર આપ્યા.થોડીવાર રહીને બોલ્યો;”તું મને હબ્બડ ઠેકો બનાવી આપ.”કમળા તો વિચારમાં પડી ગઈ.તેણે આવી વાનગી ક્યારેય બનાવી નહતી અને સાંભળી પણ ન હતી.તેણે કહ્યું;”મને ખબર નથી પણ આડોશી પાડોશીને પૂછીને તમને બનાવી આપીશ.તેણે આજુબાજુ બધાને પૂછ્યું પણ કોઈને ખબર ન હતી.થોડ દિવસ વીતી ગયા અને ફરી દીનુ બોલ્યો;”મને હબ્બડ ઠેકો બનાવી આપ.”કમળા બોલી;”મને નથી ખબર ”

તે ઘેર પહોંચ્યો અને કમળાને બહેનના ખુશી સમાચાર આપ્યા.થોડીવાર રહીને બોલ્યો;”તું મને હબ્બડ ઠેકો બનાવી આપ.”કમળા તો વિચારમાં પડી ગઈ.તેણે આવી વાનગી ક્યારેય બનાવી નહતી અને સાંભળી પણ ન હતી.તેણે કહ્યું;”મને ખબર નથી પણ આડોશી પાડોશીને પૂછીને તમને બનાવી આપીશ.તેણે આજુબાજુ બધાને પૂછ્યું પણ કોઈને ખબર ન હતી.થોડ દિવસ વીતી ગયા અને ફરી દીનુ બોલ્યો;”મને હબ્બડ ઠેકો બનાવી આપ.”કમળા બોલી;”મને નથી ખબર ”
દીનુનું મગજ ગરમ થઈ ગયું તેણે ધોકો લીધો અને કમળાને ધબેડવા માંડી.બિચારી બૂમો પાડવા માંડી,”બચાવો…બચવો”આજુબાજુથી બધા દોડી આવ્યા અને તેને છોડાવી.તે કહેવા લાગ્યા;આલ્યા દીનીયા, તને ભાન પડે છે કે નહીં.બિચારીને કેટલું માર્યું છે?શરીર તો સૂઝીને ઢોકળા જેવું બનાવી દીધું છે.”દીનુ તરત બોલ્યો;”હા..હા.. એ જ મને ઢોકળા બનાવી દે”
બધા બોલ્યા; “એમ કહેને કે તારે ઢોકળા ખાવા છે.”
કમળાએ તરત ઢોકળા બનાવી દીધા…આવા હતા દીનુભાઈ!!!!!!!!

Advertisements

Entry filed under: દાદીમાની વાતો.

અકબર-બિરબલ(૪)ગધેડો કોણ? યાક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,718 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: