અકબર-બિરબલ(૫)ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?

September 18, 2006 at 9:44 am 1 comment

ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?

 

બિરબલની ચતુરાઈ અને ડહાપણથી અકબર બાદશાહ ખૂબ પ્રભાવિત થયો હતો

.એટલે એક દિવસ તેણે બિરબલને ઘણી બધી ભેટ આપવાનું વચન આપ્યું.પરંતુ એવું બન્યું કે આ પછી ઘણો સમય પસાર થઈ ગયો અને અકબર ભેટ આપવાનું ભૂલી ગયો.બિરબલ ખૂબ નારાજ થઈ ગયો.તેને સમજાતું ન હતું કે શું કરવું?

એક દિવસ અકબર અને બિરબલ યમુના નદીના કિનારે ફરતા હતા.ત્યાં તેમણે એક ઊંટ જોયું.અકબર બોલ્યો;”બિરબલ, મને કહે કે ઊંટની ડોક કદરુપી કેમ હોય છે?” બિરબલને થયું,રાજાને યાદ દેવડાવવાનો આ સારો મોકો છે. તે બોલ્યો;”નામદાર,કદાચ ઊંટ,  તેણે કોઈને  આપેલું વચન ભૂલી ગયું હશે.એટલે તેની ડોક કદરુપી થઈ ગઈ.શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “જે પોતે આપેલા વચનોનું પાલન નથી કરતો તેની ડોક કદરુપી થઈ જાય છે.” આને કારણે  ઊંટની ડોક પણ કદરૂપી થઈ હશે તેવું લાગે છે. અકબરને તરત યાદ આવ્યું કે તેણે બિરબલને ભેટ આપવાનુ વચન આપ્યું હતું પણ હજુ સુધી તેણે વચનનું પાલન કર્યું નથી.જેવો તે પોતાના મહેલમાં પહોંચ્યો કે તરત જે તેણે ઘણી બધી કિંમતી ભેટો બિરબલને આપી.આમ બિરબલ એટલો ડાહ્યો હતો કે તેણે કશું પણ માંગ્યા વગર જ પોતાને જે જોઈતું હતું તે મેળવી લીધું.

Entry filed under: અકબર અને બિરબલ. Tags: .

જાદુઇ ચોરસ આગીયા (Firefly)

1 Comment Add your own

  • 1. Neela  |  September 18, 2006 at 2:42 pm

    સરસ વાર્તા છે

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: