શાંતિનો સાચો અર્થ ….

September 19, 2006 at 1:55 pm 3 comments

 એક રાજા હતો.તેણે એક વખત કહ્યું કે “શાંતિ” શીર્ષકને ધ્યાનમાં રાખીને જે  કલાકાર ઉત્તમ ચિત્ર બનાવશે તેને હું સારામાં સારૂં ઈનામ આપીશ.ઘણા કલાકારોએ ખૂબ સારા ચિત્રો દોર્યા પણ રાજાને તેમાંથી માત્ર બે જ ચિત્રો ગમ્યા.હવે તેણે આ બેમાંથી એક ચિત્ર પસંદ કરવાનું હતું.
  એક ચિત્રમાં શાંત સરોવર દોરલું હતું.તે જાણે અરીસો હોય તેમ તેની આસપાસના શાંત,ઊંચા પર્વતોનું પ્રતિબિંબ તેમાં પડતું હતું.ઉપર આસમાની રંગનાઆકાશમાં રૂ જેવા પોચા લાગતા વાદળો  હતા. જેમણે પણ આ ચિત્ર જોયું તેમને લાગ્યું કે તે “શાંતિ” દર્શાવતું અદભૂત ચિત્ર છે.
        બીજા ચિત્રમાં પણ પર્વતો દોરેલા હતા.પરંતુ તે શુષ્ક અને કોઈ પણ ઝાડ પાન વગરના હતા.તેની ઉપર ક્રોધિત આકાશ દોરેલું હતું જેમાંથી વરસાદ પડતો બતાવ્યો હતો અને વિજળીના ચમકારા પણ થતા હતા.પર્વતમાંથી ફીણ જેવૉ દેખાવ આપતો ધોધ પડતો બતાવ્યો હતો.આ ચિત્ર જરા પણ શાંતિમય લાગતું ન હતું.પણ જ્યારે રાજાએ એકદમ નજીકથી બારીક નજરે જોયું તો ધોધની પાછળ પર્વતની તિરાડમાં એક નાનકડો છોડ ઉગેલો બતાવ્યો હતો.તે છોડની ઉપર એક પંખીએ પોતાના બચ્ચા માટે માળો બનાવ્યો હતો.ત્યાં કોપાયમાન આકાશની છાયામાં અને ક્રોધિત ધોધના પાણી વચ્ચે પંખી માળા પર પૂર્ણ શાંતિથી બેઠું હતું.
         તમને શું લાગે છે? કયું ચિત્ર ઈનામને માટે લાયક છે? રાજાએ બીજું ચિત્ર ઇનામ માટે લાયક ગણાવ્યું.
             તમે જાણો છો “રાજાને તે કેમ યોગ્ય લાગ્યું?”….કારણકે ….
રાજાએ કહ્યું;”શાંતિનો અર્થ એ  નથી કે જ્યાં અવાજ ના હોય,મુશ્કેલીઓ ના હોય સખત મહેનત ના હોય. શાંતિ એટલે આ બધા જ પરિબળોની વચ્ચે પણ હ્રદયમાં શાંતિ હોવી.”
            શાંતિનો સાચો અર્થ જ એ છે કે “અંદરથી શાંત હોવું”
 

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories.

ટેન્ગ્રામ -2 ઉકેલ પ્રાણીઓના આયુષ્ય…(1)

3 Comments Add your own

 • 1. Ami Dave,Patel  |  September 19, 2006 at 2:38 pm

  ખરેખર સાચ્ચી વાત છે…વાર્તામાંથી સરસ બોધપાઠ મળ્યો…
  “મનમાં શાંતિ તો જીવનમાં શાંતિ”

  Reply
 • 2. Kamal Vyas  |  September 20, 2006 at 3:35 pm

  Good lesson for life of everyone.
  Thanks,

  Reply
 • 3. Suresh Jani  |  September 21, 2006 at 9:56 pm

  જો મન ચંગા તો કથરોટીમેં ગંગા…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 205,936 વાંચકો

દિવસવાર ટપાલ

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: