ચાર વરસના ડોસાજી….

સપ્ટેમ્બર 22, 2006 at 10:46 એ એમ (am) 5 comments

suresh_6pic.gif 

બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.
સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે.

અમેરીકાના શીશમહલની ચમક ધમક ના ચાહું છું
દાદાજીની આ મઢુલીને, દિલધડકનથી જાણું છું.

ઓવરકોટ ને બૂટમોજાંની દુનીયાથી રીસાયો છું,
પહેરણ, પાયજામાની પહેલી પ્રીત પીછાણી આવ્યો છું.

ઝડપી, ઝટપટ, કારોની વણઝારથી હું ગભરાયો છું,
રીક્ષા ને સ્કૂટરમાં ફરવા, અમદાવાદમાં આવ્યો છું.

ફેરફુદરડી ફરતાં ફરતાં, રાજમાર્ગ પર થાક્યો છું,
નભમાં લાંબેથી ઊડીને, કેડી ખુંદવા આવ્યો છું.

સપન જગતમાં રહુ છું, પણ સપના માડીના ભાળું છું.
બાળ સંગ ખેલું છું, ને રમતોની સંગત માણું છું.

હાય! થેંક્યુ! ના કોરાકટ ઉચ્ચારોથી, ઉબકાયો છું.
કેમ છો? ની ભીની ચોકલેટ, હું મસ્તીથી આરોગું છું.

લીલાં આંગણાં, સ્વચ્છ પાર્ક ને મ્યુઝીયમથી અકળાયો છું.
માડીની ધરતીની ધૂળમાં, ગુલાંટ ખાવા આવ્યો છું.

શબદ પ્રીત થઇ અમેરીકામાં, કાલું ઘેલું બોલું છું.
કક્કો ઘુંટવા આ ચોરામાં, ગુરુજી! આજે આવ્યો છું.

ગુજરાતી ગીતોના હું તો, ચાર જ ટહુકા જાણું છું.
સોલી, પ્રુઋષોત્તમ, મનહર ને આશિતનો હું તો આશક છું.

સાક્ષર છો ને ગઝલ ભરેલી ગીરાના સૌ સ્વામી છો.
વઢશો ના મુજને દાદાજી! પ્યાર તમારો યાચું છું.

તમ સંગે ગીતોની સરતી, નાવ નિહાળી હરખું છું.
ચાર વરસનું બાળક છું ને ગીત તમારા ગાઉં છું.

                  –સુરેશભાઈ જાની

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

દાદીમાની વાતો-૨(સંપ ત્યાં જંપ) પીરાન્હા – માછલી

5 ટિપ્પણીઓ Add your own

 • 1. atul vyas  |  સપ્ટેમ્બર 22, 2006 પર 6:17 પી એમ(pm)

  Really interesting.

  Jagjitsinh goes on praying but is not able to bring back his pleasent child hood days but you are.

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  સપ્ટેમ્બર 22, 2006 પર 8:00 પી એમ(pm)

  રેખા! મારી કવિતા મુકવા બદલ આભાર.
  પણ આ કવિતા આપણી ઉમ્મરના લોકો માટે છે, જે જીવનનો ભાર અને તાણ સહન કરવા માનસિક રીતે અક્ષમ બની ગયા હોય છે.
  આ સંબંધી જે મારા વિચારો જાણવા માંગતાઅ હોય તેમને, મારા ‘કાવ્ય સૂર ‘ બ્લોગ પર ‘આનંદમયી’ શ્રેણીના બે લેખ વાંચવા વીનંતિ છે.

  જવાબ આપો
 • 3. amit pisavadiya  |  સપ્ટેમ્બર 24, 2006 પર 1:47 પી એમ(pm)

  વાહ દાદાજી , રંગ છે હો.

  જવાબ આપો
 • 4. Nishant Bhatt  |  સપ્ટેમ્બર 25, 2006 પર 1:37 એ એમ (am)

  Kharekhar Dadaji,

  Rang rakhyo tame to.

  જવાબ આપો
 • 5. Rajendra Trivedi,M.D.  |  સપ્ટેમ્બર 28, 2006 પર 12:12 એ એમ (am)

  It seems that you are enjoying your life the way is.
  It is an art.
  Work while you work and play while you play.
  That’s the game to be happy and Gay.
  You are grandfater.
  Can make and act like a child with your grand child and children of the world.
  Keep busy Bloggers,reading Gujarati blogs,
  Reading yourwork with other bloggers is fun
  Keep us busy and stay connected in the internet world.

  Rajendra Trivedi

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: