દાદીમાની વાતો-૨(સંપ ત્યાં જંપ)

સપ્ટેમ્બર 22, 2006 at 10:02 એ એમ (am) Leave a comment

સંપ ત્યાં જંપ”…

 એક શેઠ હતા.તેમને ત્રણ દીકરા હતા.

શેઠ અને ત્રણે દીકરાઓ ભેગા થઈને દુકાન ચલાવતા.બધા સાથે જ રહેતા હતા.શેઠાણી અને ત્રણે દીકરાની વહુઓ હળીમળીને ઘર સંભાળતા.ઘરમાં નોકરો,રસોઈયા હતા એટલે બીજું ઘરકામ કરવાનું ન હતું.તેમને સલાહ સૂચન કરવાના હોય.શેઠનો ધંધો ખૂબ સરસ ચાલતો હતો.ઢગલાબંધ કમાતા હતા,પણ હવે તે ઘરડા થયા હતા.શરીર પણ હવે પહેલા જેવુ ચાલતુ ન હતુ.શેઠને વિચાર આવ્યો;”હું જીવું છું ત્યાંસુધી તો ત્રણે દીકરાઓ હળીમળીને રહે છે પણ મારા મૃત્યુ પછી પણ તેઓ સાથે જ રહે તે માટે મારે તેમને સમજણ આપવી જોઈએ.
તેમણે લાકડીઓ ઓનો એક ભારો મંગાવ્યો અને ત્રણે દીકરાઓને તોડવા કહ્યું.ત્રણે જણાએ ખૂબ પ્રયત્નો કર્યા પણ ભારો તૂટ્યો નહીં.પછી તેમણે કહ્યું;”અરે દીકરાઓ, એમ થોડો આખો ભારો તૂટે?ભારો ખોલી નાંખો અને લાકડીઓ છુટી પાડી દો.પછી તોડો.” દીકરાઓએ તો પિતાની આજ્ઞાનું પાલન કર્યું. લાકડીઓ છૂટી પાડી પછી તો ફટાફટ બધી જ તૂટી ગઈ.
શેઠ બોલ્યા;”જેવી રીતે લાકડીઓ ભેગી હોય ત્યારે તૂટી શકતી નથી તેમ તમે બધા સંપીને રહેશો તો તમને કોઈ તોડી શકશે નહીં.પણ જો બધા નોખા થયા તો જેમ છૂટી લાકડીઓને તોડી શકાય છે તેમ લોકો તમને વેરવિખેર કરી દેશે.માટે કાયમ સંપીને સાથે જ રહેજો.”
કહ્યું છે કે “સંપ ત્યાં જંપ”….
દાદીમા બોલ્યા; “છોકરાંઓ આજે તો તમે બધા ભેગા મળીને વાર્તાઓ સાંભળવા દોડી આવો છો.કાકા,દાદા,મામા,માસી,ફોઈ…..બધાના છોકરાં છો…પણ મોટા થાઓ ત્યારે પણ બધા ભેગાજ રહેજો.દરેકના સુખદુઃખના ભાગીદાર બનજો. આમ કરશોને? તો જ હું તમને વાર્તાઓ કહીશ્.”
અમે બધા દાદીમાને વહાલથી ભેટી પડ્યા અને એક અવાજે બોલ્યા;”હા દાદીમા એમ જ કરીશું.”

Advertisements

Entry filed under: દાદીમાની વાતો.

હાલરડા-(4)તમે મારા દેવના દીધેલ છો… ચાર વરસના ડોસાજી….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,690 વાંચકો

દિવસવાર ટપાલ

સપ્ટેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   ઓક્ટોબર »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: