સિંહની પરોણગત – રમણલાલ સોની

ઓક્ટોબર 2, 2006 at 5:44 પી એમ(pm) 3 comments

 lion.jpg

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ:
”મારે ઘેર પધારો, રાણા! રાખો મારૂં કહેણ.

હાડ ચામડાં બહુ બહુ ચૂંથ્યા, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું ! ”

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

”ઘર આ મારું, જમો સુખેથી, મધની લૂમે લૂમ. ”
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માંખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારો લાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
”ખાધો બાપ રે !” કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત ટાળી મોટી.

રમણલાલ સોની

        બાળકો ના અનેક પુસ્તકો લખનાર , ‘ગલબા શિયાળ’  જેવા અમર પાત્રના સર્જક, અને જીવનનાં છેલ્લા વર્ષોમાં ય સાવ અંધ હોવા છતાં, લેખન પ્રવૃત્તિ ચાલુ રાખનાર, શ્રી. રમણલાલ સોનીનો દેહાંત 27 સપ્ટેમ્બર – 2006 ના રોજ 98 વર્ષની ઉમ્મરે થયો છે.

        આ બાળ કાવ્ય વાંચી આપણે તેમને અંજલી અર્પણ કરીએ.  

Advertisements

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

કેટલા ત્રિકોણ ? સાથિયા-5

3 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: