ઊંટની વહેંચણી – કોયડો

October 7, 2006 at 10:47 pm 2 comments

    camels-1.jpg

તમે અરબસ્તાન દેશનું નામ તો સાંભળ્યું જ હશે. ત્યાં એક મોટો ભરવાડ રહેતો હતો. તેને ત્રણ દીકરા હતા. એક સાવ અપંગ હતો , બીજો થોડો ઓછી બુધ્ધિ વાળો હતો અને ત્રીજો હોંશિયાર હતો.     ઘણો સમય થયો અને ભરવાડ ભાઇ તો માંદા પડ્યા, અને તે પણ સાવ મરણ પથારીએ. તેણે ત્રણે દીકરાઓને પાસે બોલાવ્યા અને કહ્યું. “જુઓ , આ જે સૌથી નાનો અને અપંગ છે તેને મારા અડધા ઊંટ લેવાના છે . જે સૌથી હોંશિયાર છે તેણે નવમા ભાગના લેવાના છે અને ત્રીજાએ ત્રીજા ભાગના.”
    પછી તો ભરવાડ ભાઇ તો મરી ગયા. ત્રણે ભાઇઓ બહુ આજ્ઞાંકિત હતા, તેમણે એવું ના વિચાર્યું કે પિતાજીએ સરખા ભાગ કેમ ન કર્યા.
      પણ ભાગ થાય તેમ પણ ક્યાં હતું? ભાઇશ્રી પાસે બરાબર 17 ઊંટ હતા !!  ત્રણે જણા માથું ખંજવાળવા લાગ્યા, કે હવે કરીશું શું ?  ત્રણે ભાઇઓ ગામના મુખી પાસે ગયા, અને આ સમસ્યાનો ઉકેલ લાવવા કહ્યું.
      મુખી  બહુ હોંશિયાર હતા. તેમણે ભાગ કરી આપ્યા અને ત્રણે ભાઇઓ ખુશ થઇ ઘેર ગયા.

      તો બોલો મુખીએ કેવી રીતે ભાગ પાડી આપ્યા હશે? અને દરેકને ભાગે કેટલા ઊંટ આવ્યા હશે?

      જવાબમાં ખાલી ત્રણેને મળેલા ઊંટોની સંખ્યા જ જણાવશો તો પણ ચાલશે.

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન. Tags: .

કેટલા ત્રિકોણ – જવાબ નેહાની ઢીંગલી

2 Comments Add your own

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: