પ્રાણીકથાઓ-3(આગ લેવા કોણ જાય?)

October 9, 2006 at 7:00 pm 1 comment

   

એક જંગલની વાત છે આ…શિયાળો ક્યારનો ય શરૂ થઈ ગયો હતો અને ચારેબાજુ બરફ છવાતો જતો હતો.વારંવાર વરસાદ પડતો હતો ને બરફના મોટામોટા કરા પડતા હતા.બધા વૃક્ષો પર પાંદડા ને ડાળીઓ પર પણ બરફનાં થર જામી ગયા હતા.

 જંગલના પ્રાણીઓ ટાઢે થથરતા હતા.ત્યાં બધાએ ઢમાઢમ…… ઢમાઢમ ઢોલના અવાજો સાંભળ્યા.બધાને થયુ,ચાલો આપણે જોઈએ તો ખરા કે આ અવાજો શેના છે? આખું લશ્કર ઉપડ્યું….ઝાડીમાં છુપાઈને જોયું તો વચ્ચે તાપણું કર્યું હતું અને આજુબાજુ ઘણાબધા જંગલી લોકો ઢોલ વગાડી નાચી રહ્યા હતા.તાપણાનો તાપ એવો સરસ હતો કે ઝાડીમાં છૂપાયેલા પ્રાણીઓને પણ ગરમાવો આવવા લાગ્યો.બધાને વિચાર આવ્યો કે આપણી પાસે પણ જો આવો અગ્નિ હોય તો આપણે પણ તાપણું બનાવીએ અને ગરમાવો મેળવીએ.તેમને થયું, ગમેતેમ કરીને અહીંથી આપણે આગ મેળવવી.પણ તે લેવા કોણ જાય? બધાને ડર લાગતો હતો કે જો આ જંગલી લોકો જોઈ જાય તો મારી જ નાંખે અને પછી તે માંસ ખાઈ જાય.
આગ લેવા જવા કોઈ તૈયાર ના થયું.ત્યાં સસલાને વિચાર આવ્યો”લાવ ને  હું પ્રયત્ન તો કરું.”તેણે ઝાડના રેસા અને વેલાના રેસા ભેગા કર્યા.બગલાને કહ્યું;” તારા પીંછા લાંબા છે. તું થોડા પીંછા આપ.”તેણે તો પીંછા અને રેસા વડે સરસ મુગટ બનાવ્યો અને માથે પહેર્યો.જાણે નાનકડો જંગલી હોય તેવું જ લાગતું હતું.તે ઢોલના અવાજની સાથે નાચવા લાગ્યું.બધા પ્રાણીઓ તો બોલવા લાગ્યા;”વાહ,સસલાભાઈ તમે તો બિલકુલ જંગલી લોકો જેવું જ નાચો છો”.સિંહ બોલ્યો;”અરે મુરખાઓ, સસલું તો તેમના કરતાં ય સરસ નાચે છે.”સસલું તો રાજી રાજી થઈ ગયું.હવે તે આ મુગટ પહેરીને, ધીમેધીમે જંગલી લોકોના ટોળા પાસે ગયું. 

લોકો તો સસલાને જોઇને ચમકી ગયા. અંદરોઅંદર કહેવા લાગ્યા;”જો જો હોં,આ સસલુ બહુ જ ચાલાક છે.તે આપણને ઘણી વખત છેતરી ગયું છે અને આપણા ભેગા કરેલા ગાજર,કંદ,ભાજીપાલો તફડાવી ગયું છે.તેનાથી ચેતતા રહેજો.”
જંગલીઓના સરદારે સસલાને પૂછ્યું;”તુ અહીં કેમ આવ્યું છે?”સસલું ભોળા ભાવે બોલ્યું;”સરદાર,તમારા ઢોલનો અવાજ એટલો સરસ છે કે મારાથી રહેવાયું નહીં.મારા પગ નાચવા થનગની ઉઠ્યા..એટલે હું તો તમારી સાથે નાચવા આવ્યો છું.જુઓને તમારી જેમે જ પીંછાનો મુગટ પણ પહેર્યો છે.”
બધા તેની વાતથી છેતરાઈ ગયા અને તેને સાથેસાથે નાચવાની રજા આપી.સસલું તો ઢોલના તાલની સાથે એટલું સરસ નાચવા લાગ્યું કે બધા જંગલી લોકો જોતાજ રહી ગયા.તેઓ પણ તેની જેમ જ નાચવા લાગ્યા.હવે સસલાને લાગ મળી ગયો. તેણે ધીમે ધીમે આગની નજીક જવા માંડ્યું અને માથું નીચું કરીને નાચવા માંડ્યું.લોકો પણ તેની જેમ જ માથૂં નીચું કરીને નાચવા લાગ્યા.લાગ મળતાં જ સસલાએ પીંછાનો મુગટ આગને અડાડ્યો અન પીંછા સળગતાં જ તે દોટ મૂકીને જંગલમાં ભાગવા લાગ્યું.
થોડીવાર પછી જંગલી લોકોને ખબર પડી કે સસલું તો તેમની આગ લઈને ભાગ્યું છે એટલે બધા લોકો તેની પાછળ તેને પકડવા દોડ્યા.પણ સસલું તો જાય નાઠું…..જાય નાઠું…હવે તે દોડી દોડીને થાકી હતું એટલે તેણે તે સળગતો મુગટ ખિસકોલીને પહેરાવ્યો.ખિસકોલી તો જાય નાઠી…જાય નાઠી….બહુ જ દોડી પછી તે પણ થાકી ગઈ.તેણે મુગટ સમડીને પહેરાવ્યો સમડી તો જાય ઉડતી ..જાય ઉડતી….જંગલી લોકો તો સમડી પાછળ દોડવા લાગ્યા.સમડી પણ થાકી તેણે પૂછ્યું;”હવે કોણ આ મુગટ પહેરશે?કેમકે હવે મુગટ તો આખો સળગવાની તૈયારીમાં છે.”

ત્યાં એક હરણ આવ્યું તેણે કહ્યું;” લાવો મારી પૂંછડી ઘણી લાંબી છે.તેનો છેડો હું સળગાવું.તે તો પૂંછડીનો છેડો સળગાવીન્ર જે ભાગ્યું…જે ભાગ્યું…હવે જંગલી લોકો થાકી ગયા અને પાછા જતા રહ્યા.હરણે હવે સૂકા લાકડાને પૂંછડી અડાડી અને તાપણું બનાવ્યું. બધા પ્રાણીઓએ હરણ,સમડી,ખિસકોલીનો ખૂબ આભાર માન્યો.તે દિવસથી હરણની સાવ નાની થઈ ગઈ….અને સભા ભરીને સસલાને હાર પહેરાવ્યો અને બધાએ તેને પીઠ પર બેસાડી ખૂબ જ માન આપ્યું.
આમ સસલાએ પ્રાણીઓને આગ લાવી આપી ને ગરમાવો આપ્યો.

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

સોનુ… એક બિલાડી જાડી…

1 Comment Add your own

  • 1. manvant  |  October 9, 2006 at 11:41 pm

    આમ તો ચતુર શિયાળ ગણાય છે :
    જેની બુદ્ધિ તેનુ બળ …સસલાએ સાબિત કર્યું…..વાહ !

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: