આળસ કોની?

ઓક્ટોબર 9, 2006 at 10:17 એ એમ (am) 3 comments

 એક હતો પેમલો ને એક હતી પેમલી.


લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું,
પેમલી ! આજ તો થાકીને લોથ થઇ ગયો છું. તું જો મને પાણી ઉનુ કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું
પેમલી કહે કોણ ના કહે છે ? લો પેલો હાંડો ; ઉંચકો જોઇએ !
પેમલે હાંડો ઉંચક્યો ને કહે
હવે ?
પેમલી કહે
હવે બાજુના કૂવામાંથી પાણી ભરી આવો.
પેમલો પાણી ભરી આવ્યો ને કહે – હવે ?
પેમલી કહે
હવે હાંડો ચૂલે ચડાવો.
પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે
હવે ?
પેમલી કહે – હવે લાકડાં સળગાવો.
પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે
હવે ?
પેમલી કહે
હવે ફૂંક્યા કરો;  બીજું શું ?
પેમલે ચૂલો ફૂંકીને  તાપ કર્યો ને કહે
હવે ?
પેમલી કહે
હવે હાંડો નીચે ઉતારો.
પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે
હવે ?
પેમલી કહે
હવે હાંડો ખાળે મૂકો.
પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે
હવે ?
પેમલી કહે
હવે નાહી લો
પેમલો નાહ્યો ને પછી કહે
હવે ?
પેમલી કહે
હવે હાંડો ઠેકાણે મૂકો
પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો બોલ્યો
હાશ ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઇ  ગયું ! રોજ આમ પાણી ઉનું કરી આપતી હોય તો  કેવું સારું !
પેમલી કહે હું કયાં ના પાડું છું ? પણ આમાં આળસ કોની ?
પેમલો કહે
આળસ મારી ખરી ; પણ હવે નહીં કરું.
પેમલી કહે
તો ઠીક,  હવે સૂઇ જાઓ.
(આળસ કોની?)
                                        -ગિજુભાઇ બધેકા(મૂછાળી મા)

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories.

સ્વર્ગના દરવાજા આ દુનિયા કેવી મઝાની!!!

3 ટિપ્પણીઓ Add your own

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 227,682 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: