અકબર-બિરબલ(૭)બિરબલે ચોર પકડી પાડ્યો…

October 11, 2006 at 8:31 am Leave a comment

 બિરબલે ચોર પકડી પાડ્યો…

એક વખત અક્બરના રાજ્યના એક ધનવાન શેઠના ઘેર મોટી ચોરી થઈ.ખૂબ જ માલમત્તા લૂંટાઈ ગઈ.

શેઠને તેના નોકરો પર શંકા હતી કે કોઈ નોકરે જ આ ચોરી કરી છે.તેણે અક્બરના દરબારમાં જઈ તેની ફરિયાદ કરી.હવે ચોરને શોધવો કઈ રીતે? અકબરે આ જવાબદારી બિરબલને સોંપી.બિરબલે શેઠના બધા જ નોકરોને બોલવ્યા અને કહ્યું;”તમારામાંથી જેણે ચોરી કરી હોય તે કહી દો તો તમને માફ કરવામાં આવશે અને કોઈ સજા નહીં થાય.”પણ કોઈએ પણ કબૂલ ના કર્યું.      બિરબલે  એક સરખી લંબાઈવાળી લાકડીઓ મંગાવી દરેક નોકરને એક એક લાકડી આપી અને કહ્યું;”તમે આ લાકડી ઘેર લઈ જાઓ અને મૂકી રાખજો. જેણે ચોરી કરી હશે તેની લાકડી બે ઈંચ  લાંબી થઈ જશે.” બધા લાકડી ઘેર લઈ ગયા. બીજે દિવસે બધા લાકડી લઈ પાછા રાજ દરબારમાં આવ્યા. લાકડીની લંબાઈ માપી તો એક નોકરની લાકડી બે ઈંચ ટૂંકી હતી.બિરબલે તે નોકરને પકડ્યો અને અકબરને કહ્યું;” નામદાર, આ નોકરે ચોરી કરી છે.”તે નોકરને બરાબર માર પડ્યો. તેણે કબૂલ્યું કે તેણે જ ચોરી કરી હતી.તેણે ઘેર જઈને લાકડી બે ઈંચ જેટલી કાપી નાંખી હતી….આમ બિરબલે પોતાની ચતુરાઈથી ચોરને પકડી પાડ્યો.અકબર ખૂશ થઈ ગયો અને બિરબલને મોટું ઈનામ આપ્યું.શેઠે પણ ખૂશ થઈને બિરબલને અનેક રત્નો અને હીરાઓ આપ્યા.

Entry filed under: અકબર અને બિરબલ. Tags: .

કાંઈ વાગે તેવું કશુંક આપો લેડીબગ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: