પ્રાણીકથાઓ-(5)સિંહ અને ઉંદર….

October 16, 2006 at 2:13 pm Leave a comment

  એક વખત જંગલનો રાજા સિંહ આરામથી જંગલમાં ફરવા નીકળ્યો હતો.તે મસ્તીમાં હતો અને ધમ ધમ પગલા પાડતો ચાલતો હતો.

 

એકાએક એક ઉંદર તેના મજબૂત પંજા નીચે આવી ગયો. ઉંદર તો ચીસાચીસ કરવા માંડ્યો.બહુ વારે સિંહને ખ્યાલ આવ્યો કે તેના પંજા નીચે ઉંદર આવી ગયો છે.તેણે માથું નીચું નમાવ્યુ અને ઉંદરને મોંમા મૂકવા જ જતો હતો ત્યાં ઉંદર બોલ્યો;”અરે જંગલાના રાજાજી,મને શું કામ ખાવાનો પ્રયત્ન કરો છો? હું તો સાવ નાનકડો જીવ છું.મને ખાવાથી તમારું પેટ નહીં ભરાય.મને મહેરબાની કરીને છોડી દો.ઉંદર તો રડવા લાગ્યો.”સિંહને થયું,”ઉંદરની વાત તો સાચી છે.આટલા નાના જીવથી મારું પેટ થોડું ભરાશે?” વળી તેને દયા પણ આવી ગઈ.તેણે પોતાનો પંજો હટાવ્યો અને ઉંદરને છૂટો કર્યો.ઉંદર ખૂબ રાજી થયો અને બોલ્યો;”રાજાજી,તમારો ખૂબ ખૂબ આભાર.તમે મને જીવતો રાખ્યો છે તેનો બદલો હું જરૂર વાળીશ.”સિંહ હસવા લાગ્યો;”ભલે, ભલે, પણ તું મને શું મદદ કરવાનો હતો?”
આ બનાવ પછી ઘણો સમય પસાર થઈ ગયો.
એક વખત સિંહ એક શિકારીએ બિછાવેલી જાળમાં સપડાઈ ગયો.તેણ છૂટવા ઘણા ફાંફા માર્યા પણ જાળ મજબૂત હતી.સિં હ મુંઝાઈ ગયો.હવે શું કરવું? એટલામા પેલો ઉંદર ત્યાં પહોંચી ગયો.તેણે પોતાના દાંતથી જાળ કાપવાનું શરૂ કરી દીધું.થોડી ક જ વારમાં જાળ કપાઈ ગઈ અને સિંહ છૂટો થઈ ગયો. તેણે ઉંદરનો આભાર માન્યો.ઉંદર બોલ્યો;”રાજાજી,મારી તો ફરજ જ છે ને?તમે મને જીવતો છોડ્યો હતો તે મને બરાબર યાદ છે.તમારી તકલીફમાં હું મદદ ના કરું તેવું બને ખરું?”
આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નાનામાં પણ અનેક શક્તિઓ રહેલી હોય છે તે હંમેશાં યાદ રાખવું જોઈએ.અને કોઈ આપણા તકલીફના સમયમાં થોડી પણ મદદ કરે તો તે યાદ રાખવું જોઈએ અને તેને જરૂર પડે ત્યારે મદદ કરવી જોઈએ.

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

પ્રાણીકથાઓ-(4)વરૂ અને બગલો…. શિક્ષણ સુવિચાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,251 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: