દાદીમાની વાતો-(૫)દીકરીને ઘેર જાવા દે….

ઓક્ટોબર 18, 2006 at 12:14 પી એમ(pm) 6 comments

  એક ઘરડા ડોશીમા હતા.તેમને એક ચંપા નામે દીકરી હતી.દીકરીને નજીકના ગામમાં પરણાવી હતી.હવે ડોશીમા એકલા જ રહેતા હતા.તે ખૂબ બીમાર થઈ ગયા.ચંપાને ખબર પડી એટલે તેણે  સંદેશો મોકલ્યો;”મા,થોડા દિવસ અહીં આવતા રહો અને અમારી સાથે રહો.તબિયત સારીથાય પછી પાછા જજો.”


ડોશીમા ચંપાને ઘેર જવા નીકળ્યા.વચ્ચે એક જંગલ આવ્યું.એક વાઘે ડોશીમાને જતા જોયા અને તેમને ખાવા તરાપ મારી અને બોલ્યો;”ડોશીમા,ડોશીમા તમને ખાઉં” ડોશીમા તરત સમજી ગયા કે હવે તો મર્યા.તેમણે તરત જ મનમાં વિચારી લીધું અને કહ્યું;”વાઘભાઈ,વાઘભાઈ,તમે મને જુઓ છો ને? કેવી હાડપિંજર જેવી છું?કેટલાય દિવસોથી સરખું ખાવાનું ખાધું નથી.હું જરા ખાઈ-પીને તાજીમાજી થાઉં પછી તમે મને ખાઓ તો તમારું પેટ પણ ભરાય.”
દીકરીને ઘેર જાવા દે,
શીરો-પુરી ખાવા દે,
ઘી-દૂધ પીવા દે,
તાજી-માજી થાવા દે,
પછી મને ખાજે
વાઘ બોલ્યો;”ભલે, હમણાં તમે જાઓ અને વળતી વખતે હું તમને ખાઈશ.
થોડે આગળ ગયા ત્યાં એક સિંહ મળ્યો. ;”ડોશીમા,ડોશીમા તમને ખાઉં” ડોશીમા તરત સમજી ગયા કે હવે તો મર્યા.તેમણે કહ્યું;”સિંહભાઈ,સિંહભાઈતમે મને જુઓ છો ને? કેવી હાડપિંજર જેવી છું?કેટલાય દિવસોથી સરખું ખાવાનું ખાધું નથી.હું જરા ખાઈ-પીને તાજીમાજી થાઉં પછી તમે મને ખાઓ તો તમારું પેટ પણ ભરાય.”
દીકરીને ઘેર જાવા દે,
શીરો-પુરી ખાવા દે,
ઘી-દૂધ પીવા દે,
તાજી-માજી થાવા દે,
પછી મને ખાજે
સિંહ બોલ્યો;”ભલે, હમણાં તમે જાઓ અને વળતી વખતે હું તમને ખાઈશ.”
થૉડે આગળ ગયા ત્યાં દીપડો મળ્યો અને બોલ્યો;”ડોશીમા,ડોશીમા તમને ખાઉં” ડોશીમા તરત સમજી ગયા કે હવે તો મર્યા.તેમણે કહ્યું;”દીપડાભાઈ,દીપડાભાઈ,તમે મને જુઓ છો ને? કેવી હાડપિંજર જેવી છું?કેટલાય દિવસોથી સરખું ખાવાનું ખાધું નથી.હું જરા ખાઈ-પીને તાજીમાજી થાઉં પછી તમે મને ખાઓ તો તમારું પેટ પણ ભરાય.”
દીકરીને ઘેર જાવા દે,
શીરો-પુરી ખાવા દે,
ઘી-દૂધ પીવા દે,
તાજી-માજી થાવા દે,
પછી મને ખાજે
દીપડો બોલ્યો;”ભલે, હમણાં તમે જાઓ અને વળતી વખતે હું તમને ખાઈશ.”
ડોશીમા તો એમ કરતાં કરતાં ચંપાને ઘેર પહોંચી ગયા.ચંપા તો માને જોઈને રાજી રાજી થઈ ગઈ.
તણે તો મા ને ખૂબ સારી રીતે રાખવાનું શરૂ કરી દીધું.થૉડા દિવસો થયા અને ચંપાએ જોયુંકે મા કાંઈ ખૂબ ચિંતા કરે છે.તેણે પૂછ્યું;”મા, તમે કાંઈક ચિંતા કરો છો.સરખું ખાતા પિતા નથી.શું કારણ છે?” ડોશીમાએ રસ્તામાં વાઘ,સિંહ અને દીપડો મળ્યા હતા તે બધી વાત ચંપાને કરી અને બોલ્યા;”વળતી વખતે શું થશે તેની મને ચિંતા થાય છે.”
ચંપા ઘણી હોંશિયાર હતી તેણે કહ્યું;”મા,તમે ચિંતા છોડી દો.મને તેનો રસ્તો કાઢતાં આવડે છે.”
ડોશીમા તો પછી મજાથી રહેવા લાગ્યા.તેમની તબિયત પણ સરસ થઈ ગઈ.તાજામાજા થઈ ગયા.ઘણા દિવસો તે છંપાને ઘેર રહ્યા.પછી પોતાને ગામ જવાની તૈયારી કરી.ચંપા બોલી;”મા, આ મોટો ભંભોટિયો છે. તેમાં તમે બેસી જાઓ.અમે અહીંથી ધક્કો મારી દઈશું અને તમે પાછા તમારા ગામમાં પહોં ચી જશો.વાઘ,સિંહ,દીપડો તમને કાંઈ નહીં કરી શકે.”
ડોશીમા તો ભંભોટીયામાં બેસી ગયા અને ચંપાએ જોરદાર ધક્કો માર્યો અને ભંભોટીયો તો દડવા માંડ્યો.
રસ્તામા પેલો દીપડો મળ્યો.તેણે જોયું કે એક ભંભોટીયો આવે છે.તેણે પૂછ્યું;”ભંભોટીયા,ભંભોટીયા, બાજુના ગામમાંથી કોઈ ડોશીમા આવતા દેખાયા?” અંદરથી ડૉશીમા બોલ્યા;
“કેવી ડોશી,કેવી કેવું ગામ
ચલ ભંભોટીયા આપણે ગામ,
દડુક,દડુક,દડુક…….”
દીપડો તો ખીજાયો અને ભંભોટીયાને જોરથી ધક્કો માર્યો.વળી ભંભોટીયો દડવા લાગ્યો.
રસ્તામાં સિંહ મળ્યો.તેણે જોયું કે એક ભંભોટીયો આવે છે.તેણે પૂછ્યું;”ભંભોટીયા,ભંભોટીયા, બાજુના ગામમાંથી કોઈ ડોશીમા આવતા દેખાયા?” અંદરથી ડૉશીમા બોલ્યા;
“કેવી ડોશી,કેવી કેવું ગામ
ચલ ભંભોટીયા આપણે ગામ,
દડુક,દડુક,દડુક…….”
સિંહ તો ખીજાયો અને ભંભોટીયાને જોરથી ધક્કો માર્યો.વળી ભંભોટીયો દડવા લાગ્યો.
રસ્તામાં વાઘ મળ્યો.તેણે જોયું કે એક ભંભોટીયો આવે છે.તેણે પૂછ્યું;”ભંભોટીયા,ભંભોટીયા, બાજુના ગામમાંથી કોઈ ડોશીમા આવતા દેખાયા?” અંદરથી ડૉશીમા બોલ્યા;
કેવી ડોશી,કેવી કેવું ગામ
ચલ ભંભોટીયા આપણે ગામ,
દડુક,દડુક,દડુક…….”
વાઘ  તો ખીજાયો અને ભંભોટીયાને જોરથી ધક્કો માર્યો.વળી ભંભોટીયો દડવા લાગ્યો.વાઘને શંકા પડી કે જરૂર આ ભંભોટીયામાં જ ડોશીમા લાગે છે.તે તો ભંભોટીયાની પાછળ પાછળ જવા લાગ્યો.ગામ આવ્યુમ અને બધાલોકોએ જોયું કે વાઘ આવ્યો છે. બધા સામટા તેને મારવા દોડ્યા.વા તો પાછો ભાગ્યો અને ડોશીમા નિરાંતે પોતાના ઘરમાં ગયા.
બધા લોકોએ ચંપાના વખાણ કર્યા.

Advertisements

Entry filed under: દાદીમાની વાતો.

બાળકોની સમજણ…. ભૂગોળનો કોયડો !

6 ટિપ્પણીઓ Add your own

 • 1. સુરેશ જાની  |  ઓક્ટોબર 18, 2006 પર 9:08 પી એમ(pm)

  ભંભોટીયો એટલે શું ? મેં તો કોઇ’દી જોયો નથી !

  જવાબ આપો
 • 2. UrmiSaagar  |  ઓક્ટોબર 19, 2006 પર 1:28 એ એમ (am)

  I was just reading this story to my son- Vishal… and he asked me the same question – ભંભોટીયો એટલે શું? I don’t know what it is either… but I explained him that it is like a big ‘pipadu’, he asked what is ‘pipadu’… of corse, his questions never ends…. ?

  good story…

  જવાબ આપો
 • 3. nilam doshi  |  ઓક્ટોબર 19, 2006 પર 5:46 એ એમ (am)

  બાળકોનો બ્લોગ અને બચપણની યાદો તાજી ન થાય એવું તો બને જ નહીં ને?
  એ સંસ્મરણોની ગલીઓમાં ફરવાનો લહાવો આપોછો તે બદલ આભાર.આપણા પોતાના અને હવે આપણા બાળકો સાથે ના પણ.

  જવાબ આપો
 • 4. Neela Kadakia  |  ઓક્ટોબર 19, 2006 પર 7:13 એ એમ (am)

  ભંભોટીયું એટલે મારા ખ્યાલથી મોટું પીપડું.
  દિકરીના ઘેર જાવાદે તેલને ચોળા ખાવા દે
  પછી મને ખાઈ જજે

  આવું કાંઈક છે.
  વાંચીને મારાપૌત્રને કહેતી આ વાર્તા યાદ આવી

  જવાબ આપો
 • 5. Rajeshwari Shukla  |  ઓક્ટોબર 19, 2006 પર 10:57 એ એમ (am)

  Dear All,
  Nice to know that you liked this story.
  You are very correct.
  Bhambhotiya= Just like pipada…which can be rolled…
  It is a pleasure that this blog helps in taking all in their own childhood….the time that is loved by every one.

  જવાબ આપો
 • 6. Bina  |  ઓક્ટોબર 15, 2008 પર 8:51 પી એમ(pm)

  I loved to read this story……it took me back to my childhood and also to the days when my Mom used to tell this story to my little kids……..Aabhar! Please visit: http://binatrivedi.wordpress.com/

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 224,480 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: