અકબર-બિરબલ-(૮)હજૂર, હું તમારો સેવક છું…

October 22, 2006 at 11:24 am Leave a comment

હજૂર હું તમારો સેવક છું…

એક વખત અકબર અને બિરબલ શાહી બગીચામાં ફરતા હતા.

 

અકબર તે દિવસે બહુ ખુશમિજાજ હતો.તેણે રીંગણનો એક છોડ બતાવી કહ્યું;”બિરબલ,રીંગણ એક એવી વનસ્પતિ છે કે જે મને ખૂબ જ ગમે છે.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને એમ લાગે છે કે તે બહુ જ સારો છોડ છે.” બિરબલ બોલ્યો;”હા, હજૂર.તમારું માનવું બરાબર છે. તે બહુ જ સારી વનસ્પતિ છે.રીંગણના શાકનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે અને તે બધાને ગમી જાય તેવી વનસ્પતિ છે.એટલે જ ભગવાને તેનૅ લીલા રંગનો મુગટ પહેરાવ્યો છે.”આ વાત પછી થોડા દિવસ પસાર થઈ ગયા.વળી એક દિવસ અકબર અને બિરબલ તે જ શાહી બગીચામાં લટાર મારતા હત અકબર રીંગણના છોડને જોઈને બોલ્યો;”બિરબલ,આ છોડ સાવ નકામો છે.મને તેનો રંગ જરા ય ગમતો નથી.મેં તેનો સ્વાદ ક્યારેય લીધો નથી પણ મને લાગે છે કે તેનો સ્વાદ સાવ જ ખરાબ હશે.” બિરબલ બોલ્યો;”હા,હજૂર. તમે બિલકુલ બરાબર કહો છો.રીંગણ સાવ જ સ્વાદ વગરના હોય છે.એટલે જ તેનું નામે “બેંગન”(હિન્દી ભાષામાં)બેંગુન…એટલે કે ગૂણ વગરના” છે…..તેનામાં કોઈ પૌષ્ટિક ગુણો હોતા નથી.”અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો;”બિરબલ,તું તારા પોતાના વિચારો કેમ નથી જણાવતો? હું બોલું તેમ જ કેમ બોલે છે? થોડા દિવસ પહેલાં તો તુ એમ કહેતો હતો કે રીંગણ બહુ સારો છોડ છે. અને આજે કહે છે તે ખરાબ છોડ છે.આમ કેમ્?”બિરબલ ખૂબ જ નમ્રતાથી બોલ્યો;”હજૂર,હું તમારો સેવક છું.તમે મારા માલિક છો.તમને ખુશ કરવા તે મારો ધર્મ છે.તમને ખુશ રાખું તો તમે મારી કદર કરશો.રીંગણના છોડને ખુશ રાખવાથી મને કોઈ ફાયદો થવાનો નથી.રીંગણનો છોડ મારો માલિક નથી.”અકબર બિરબલના જવાબથી ખુશ થઈ ગયો.તેની નીડરતા,ચતુરાઈ અને હાજર જવાબીપણું જોઈ તેને આનંદ થયો.તેણે બિરબલને પોતાના ગળામાંથી હાર કાઢી ઈનામમાં આપ્યો.

Entry filed under: અકબર અને બિરબલ. Tags: .

જીવન જીવવાની રીત……. પ્રાણીકથાઓ-(6)ઘુવડનું બચ્ચું…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: