રૂપમતી અને ફૂલપરી

ઓક્ટોબર 24, 2006 at 11:52 એ એમ (am) Leave a comment

 કનક્સિંહ નામે એક રાજા હતો.તેને એક દીકરી હતી તેનું નામ રૂપમતી.જેવું નામ તેવો જ તેનો દેખાવ હતો.તે અતિ સુંદર હતી.

ભગવાને જાણે નિરાંતે તેને ઘડી હોય તેવું લાગતું હતું.તે ખૂબ જ દયાળુ હતી.મોટા રાજમહેલમાં રહેતી હતી પણ તેને કોઈ ભાઈ-બહેન ન હતા એટલે સાવ એકલી પડી ગઈ હતી.ઘણી વખત તેને થતું મારે પણ જો કોઈ ભાઈ-બહેન હોત તો હું તેમેની સાથે રમી,વાતો કરી આનંદ મેળવત.એક વખત તે મહેલની અગાશીમાં ઉભી ઉભી આવો વિચાર કરતી હતી એટલે તેની આંખોમા પાણી આવી ગયા.ત્યાં એક પતંગિયું આવ્યું અને બોલ્યું;”રાજકુમારી,તમે શામાટે રડૉ છો?”રૂપમતીએ પોતાનું દુઃખ કહ્યું.પતંગિયું બોલ્યું;”બસ,આટલી જ વાત તમને પરેશાન કરે છે?” ખરેખર તે એક પરી હતી ફૂલપરી…તેણે પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું અને એક રાજકુમારી બની ગઈ.રૂપમતી તો રાજી રાજી થઈ ગઈ.ફૂલપરી સાથે ખૂબ રમી,ગીતો ગાયા….પછી તે પોતાના મૂળ પતંગિયાના રૂપમાં આવી ગઈ.રૂપમતી બોલી;”હવે આપણે ફરી ક્યારે રમીશુ? ક્યારે મળીશું?”ફૂલપરી બોલી;”હું દર મહિને એકવાર તારી પાસે આવીશ.”આ સિવાય હું તને આ ચમકતા ગુલાબના ફૂલ આપું છું તે તું પહેરજે.મારા તરફથી આ તને ભેટ છે.તું તેને જોજે અને મને યાદ કરજે.તને એકલું નહીં લાગે.”રૂપમતીએ તે ગુલાબના ફૂલો લીધા અને પહેર્યા. આ બધા જ ફૂલો એટલા સુંદરઅને સુવાસિત હતા કે જે જુએ તેને ગમી જતા.વળી આ ફૂલા જાદુઈ પણ હતા.કોઈ બિમાર માણસ જો આ ફૂલ સુંઘે તો તરત સાજોસારો થઈ જતો.રૂપમતી  દયાળુ હતી તે આ ફૂલોનો ઉપયોગ બિમાર માણસોની સેવા કરવા કરતી અને તેથી તેને ઘણા ઘણા દોસ્તો થયા.બધા તેની સાથે રોજ રમવા આવતા.હવે તેને જરા પણ એકલું ન લાગતું.તેનો સમય ક્યાં પસાર થઈ જતો તેની તેને ખબર પણ ના પડતી.ફૂલપરી તેને મળવા આવતી ત્યારે રૂપમતી તેનો ખૂબ આભાર માનતી કેમેકે તેણે આપેલા ગુલાબના ફૂલોથી જ તે ઘણા બધા દોસ્તો મળવી શકી હતી. ફૂલપરી કહેતીઃ”ફૂલો તો મેં તને આપ્યા, પણ મને ખબર ન હતી કે તે સુંઘવાથી રોગ મટી શકે છે.તારા પ્રેમાળ સ્વભાવને કારણે જ આ ફૂલોની મહતા વધી છે.”
એટલે સુંદરતા હોય પણ તેની સાથે સાથે  જો તેમાં સારા સ્વભાવના ગુણો ભળે તો તેનું મૂલ્ય વધી જાય છે…..

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories.

હાલરડા-(5)ઝૂલો રત્ન હિંડોળે…. ભૂગોળનો કોયડો – જવાબ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 214,851 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: