પ્રાણીકથાઓ-(7)બે ની લડાઈમાં ત્રીજો ફાવે

ઓક્ટોબર 25, 2006 at 2:10 પી એમ(pm) Leave a comment

એક ગામમાં માવજી નામે એક ખેડૂત રહેતો હતો.તેણે બે બિલાડીઓ પાળી હતી.એકનું નામ કાળુડી અને બીજીનું નામ લાલુડી..કાળુડી રંગે કાળી અને લાલુડી બદામી રંગની હતી. કાળુડી રંગે કાળી અને લાલુડી બદામી રંગની હતી

.એક દિવસ બંને ખેતરમાંથી પસાર થતી હતી ત્યાં તેમણે એક રોટલો પડેલો જોયો.

બંનેએ તે ઉપાડ્યો અને પછી તેના બે ટૂકડા કર્યા અને એક એક વહેંચી લીધો.

પણ પછી ખબર પડી કે એક ટૂકડો મોટો હતો અને એક ટૂકડો નાનો હતો.આથી બંને ઝગડવા લાગી

.એવામાં એક વાંદરાએ આ જોયું અને બોલ્યો;”અરે બહેનો, ઝગડો છો શા માટે?”કાળુડી અને લાલુડીએ તેમના ઝગડાની વાત કરી.વાંદરો બોલ્યો;” ઓહો, બસ આટલી જ વાત છે ને?ઉભા રહો,મારી પાસે ત્રાજવું છે.હું લઈ આવું અને તમને સરખા ભાગ કરી આપું.” વાંદરો ત્રાજવું લઈ આવ્યો અને તેના એક એક પલ્લામાં એક એક ટૂકડો મૂક્યો.
એક બાજુનું પલ્લુ નીચું નમ્યું એટલે વાંદરાએ તે પલ્લામાંથી રોટલાનો થોડો ટૂકડૉ ખાધો.
હવે પલ્લુ બીજી બાજુ નમવા લાગ્યું.વાંદરાએ તે પલ્લામાંથી વળી પાછો ટૂકડો ખાધો.આમ તે એક બાજુના પલ્લાનો ટૂકડૉ ખાઈ ગયો.
કાળુડી અને લાલુડી સમજી ગઈ કે આમ કરતાં કરતાં વાંદરો આખો રોટલો ખાઈ જશે.બંને બિલાડીઓ બોલી;”વાંદરાભાઈ,વાંદરાભાઈ, અમારે રોટલાના ભાગ નથી કરાવવા અમે ઝગડીશું નહીં.લાવો આ અડધો રોટલો અમને આપી દો.”
વાંદરો બોલ્યો;”લે, કેવી વાત કરો છૉ? ક્યારનો હું તમારી વચ્ચેનો ઝગડો દૂર કરવા મહેનત કરું છું.એટલે આ અડધો રોટલો તો મારી મહેનતની ફી તરીકે લઉં છું.”

આમ બોલી વાંદરો બાકીનો અડધો રોટલો પણ ખાઈ ગયૉ અને આરામથી ઝાડ નીચે સૂઈ ગયો.
કાળુડી અને લાલુડી તો મોં વકાસીને જોઈ રહી અને બોલી;”આપણે બંને લડતા હતા એટલે આ વાંદરો તેનો લાભ લઈ રોટલો ખાઈ ગયો.”

સાચે જ કહેવાયછે કે-“બે ની લડાઈમાં ત્રીજો ફાવે.”

Advertisements

Entry filed under: પ્રાણીકથાઓ.

વાચકના પ્રશ્નો(1) રોમન આંકડા પધ્ધતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,179 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: