અકબર-બિરબલ-૯પ્રામાણિકતાની કસોટી

ઓક્ટોબર 29, 2006 at 7:08 એ એમ (am) 1 comment

એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરીઃ”રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે.એકબીજાને છેતરે છે.આપણે કાંઈક કરવું જોઈએ.” અકબર રાજા બોલ્યાઃ”મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે.તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે.બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે  તે ખાલીખાલી કાંઈ ના કહે.મારે જણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં?
                       
તેમણે બિરબલને બોલાવીને કહ્યું;”બિરબલ, રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે.તું કાંઈ યોજના બનાવ.” બિરબલ કહેઃ” ભલે હું કાલે વિચારીને કહીશ.”
             
બીજા દિવસે બિરબલ રાજાને કહેઃ”રાજાજી, એમ કરો તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાંખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક એક લોટો દૂધ્ તળાવમાં નાંખી આવે. આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે.” રાજા કહેઃ”આ કામ ને અને પ્રામાણિકતાને શો સંબંધ છે?” બિરબલ બોલ્યોઃ”તમે આટલું તો કરાવો પછી આપણે જોઈએ.”
            
રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક એક લોટો દૂધ તળાવમાં નાખવું. લોકો તો વિચારમાં પડી ગયા.પછી થયું”રાજા, વાજા ને વાંદરા..મનમા કંઈ તુક્કો આવ્યો હશે..”
દરેક માણસે વિચાર્યું”બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જ નાંખવના છે ને? લાવને હું એક લોટો પાણી જ નાખું.” અંધારી રાત હતી અને દરેક માણસ એક એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા.દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાંખ્યુ હશે.
            
સવારે બિરબલ કહે:” ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ.દૂધથી ભરેલું હશે.” રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું!! બિરબલ કહેઃજોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે?” રાજા બોલ્યાઃ”બિરબલ, તેં એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાંખવા જાય?”
બિરબલ કહેઃ”રાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે.”રાત્રે અંધારામાં ખબર ના પડે.”
                 
રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો.રાજ્યમાં લોકો અપ્રામાણિક બની ગયા હતા. તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા.

Advertisements

Entry filed under: અકબર અને બિરબલ.

બોલાઇન ગાંઠ ઓમ નમઃ શિવાય

1 ટીકા Add your own

  • 1. hetal  |  નવેમ્બર 2, 2007 પર 11:11 એ એમ (am)

    pl give this all in viodeo audio and in voice

    thanks
    hetal

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 215,434 વાંચકો

દિવસવાર ટપાલ

ઓક્ટોબર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« સપ્ટેમ્બર   નવેમ્બર »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: