આધુનિકપ્રાણીકથાઓ-1(પીનુ પોપટ…)

October 30, 2006 at 9:07 am 1 comment

       

સોનુ 10 વરસનો છોકરો.સૌનો લાડલો..હોંશિયાર અને ડાહ્યો.બધાને પોતાનાથી થાય તે મદદ કરે.અને એટલે બધાને વહાલો જ લાગે ને? આવા સોનુ પાસે એક પોપટ હતો.તેનું નામ તેણે “પીનુ” રાખ્યું હતું.પીનુ અને સોનુની પાક્કી ભાઇબંધી!!!.ખાલી રાતે જ પીનુ તેના પિંજરામાં સૂવા જાય.બાકી તો આખો દિવસ તે ઘરમાં રમ્યા કરે. ઘરમાં બધાનો માનીતો..તે તો સોફા ઉપર પણ બેસે અને ખુરશી પર પણ બેસે.જે સોનુ કરે તે બધું તેને કરવું જ હોય.પાક્કો નકલખોર!!!.બધાની નકલ કર્યા કરે ને બધાને હસાવે.

સોનુ તો સ્કૂલેથી આવે એટલે સીધો પીનુ પાસે જાય.અને પીનુભાઇ તો સોનુની રાહ જોઇને જ બેઠા હોય.સોનુ આવી ને તરત પીનુ ને જામફળ ખવડાવે..સરસ મજાના બોર ખવડાવે..લીલાછ્મ્મ મરચા ખવડાવે.પીનુ તો થોડું થોડું બોલતા યે શીખી ગયો હતો સોનુ આવે એટલે તરત બોલે,”સોનુ આયો…સોનુ આયો…”ને સોનુ પણ તે સાંભળીને ખુશ થઇ જાય. જયાં સોનુ જાય ત્યાં પીનુભાઇ સાથે હોય જ.

સોનુ કોમ્પ્યુટર પર લેશન કરતો હોય એ જોવું તો તેને બહું જ ગમે.તે તરત ટેબલ પર આવી ને બેસી જાય.અને સોનુ શું કરે છે..કેમ કરે છે..તે બધું જોયા કરે.માઉસ આમથી તેમ ચાલે ..તે જોઇને પીનુ ખુશખુશાલ થઇ જાય.

કોમ્પ્યુટરમાં તેને ઘણીવાર જાતજાતના ચિત્રો પણ જોવા મળે.ઘડીકમાં દરિયો દેખાય ને જંગલ પણ દેખાય..નદી કે પહાડ પણ દેખાય.અરે,ઘણીવાર તો તેના જાતભાઇઓ ને બીજા પક્ષીઓ પણ દેખાય.પીનુભાઇને તો કંઇ સમજાય નહીં કે આમાં આટલું બધું સમાય છે કેમ?

તે તો સોનુ કરતો હોય તે જોઇ જ રહે.સોનુ પણ પીનુ ને બધું બતાવ્યા કરે.પીનુ ને તો જોવાની મજા પડી જાય. પીનુ ને ઘણીવાર થાય કે આવું કરતાં મારે યે શીખવું જોઇએ.પણ એમ કંઇ સોનુભાઇ શીખડાવે નહીં!!તે તો પીનુ ને સમજાવે કે આ તારું કામ નહીં.તારે જે જોવું હોય તે મને કહે..હું તને બધું બતાવીશ.

પીનુભાઇ બિચારા ચૂપ થઇ જાય.ને ધ્યાનથી જોયા કરે કે સોનુભાઇ શું કરે છે ને કેમ કરે છે!!આમેય તે નકલખોર તો હતો જ ને!!

એક દિવસ સોનુ હજુ સ્કૂલેથી નહોતો આવ્યો.ને ઘરમાં યે કોઇ નહોતું.અને પીનુભાઇ ને અચાનક કોમ્પ્યુટર યાદ આવી ગયું.કેમ ચાલુ કરાય તે તો તેણે બરાબર જોઇ ને યાદ રાખી લીધું હતું.પીનુભાઇ તો ગયા કોમ્પ્યુટર પાસે.સ્વીચ બધી ચાલુ કરી.એટલે કોમ્પ્યુટર તો થઇ ગયું ચાલુ.

પીનુભાઇ ને તો જંગલ ને દરિયો ને તે બધું જોવું હતું.એટલે તે તો માંડયા આડું અવળું માઉસ ફેરવવા.પણ એમ કંઇ ગમે ત્યાં કલીક કરવાથી થોડુ જંગલ દેખાવાનું હતું?

હવે પીનુભાઇ તો અધીરા બની ગયા.સોનુ સ્કૂલેથી આવે તે પહેલાં તેને બધું જોઇને પાછું બંધ કરી દેવું હતું.સોનુ જો તેની પર ગુસ્સે થાય તો તેને જામફળ મળે નહીં…એની તેને ખબર હતી.તેથી તે જલ્દી જલ્દી ધડાધડ ગમે ત્યાં માઉસથી કલીક કરવા લાગ્યો.તેણે સોનુ ને ક્લીક કરતા રોજ જોયો હતો પણ કયાં કલીક કરવું એની તેને થોડી સમજ હતી? એમ કરતા કરતાં અચાનક સોનુ એ એક પ્લેનની ગેઇમ સેવ કરી હતી તેના પર તેનાથી કલીક થઇ ગયું.

અને…..પ્લેનનો મોટો અવાજ અચાનક સંભળાયો.અને પીનુભાઇ તો એવા ડરી ગયા…એવા ડરી ગયા કે માર્યો કૂદકો!ત્યાં ટેબલ પર કાચનો ગ્લાસ પડયો હતો.તે યે નીચે પડયો અને તૂટયો.ને સાથે સાથે પીનુભાઇ પણ ગબડયા નીચે અને તેને પાંખમાં કાચ લાગી ગયો.પીનુભાઇની આંખમાં તો આંસુ આવી ગયા.

ત્યાં બરાબર સોનુ સ્કૂલેથી આવ્યો.તેણે કોમ્પ્યુટર ચાલુ જોયુ.પીનુ સામે જોયુ અને તરત બધું સમજી ગયો.તેણે કોમ્પ્યુટર બંધ કર્યું અને પીનુ ને નીચેથી ઉભો કર્યો,તેને દવા લગાડી દીધી અને કહ્યું,”પીનુ…આજે જામફળ બંધ ને?”

પીનુ કહે,”સોરી…સોનુભાઇ…સોરી..હવેથી કોઇ દિવસ તમને પૂછયા વિના કંઇ જ ન અડું.મને ખબર પડી ગઇકે નકલ કરવામાં યે અક્કલની જરૂર પડે છે!!!”

સોનુ એ પીનુ ને માફ કરવો જોઇએ કે નહીં?

દોસ્તો ,તમે શું કહો છો? માફ કરી દેશું ને?
                   નીલમ દોશી.

Advertisements

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ.

ઓમ નમઃ શિવાય દિવાળી

1 Comment Add your own

  • 1. સુરેશ જાની  |  October 30, 2006 at 2:52 pm

    અમારી પાસે એક પેરેકીટ છે. તેને કઇ રીતે ટ્રેન કરાય?

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,897 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: