દિવાળી

October 30, 2006 at 4:26 pm Leave a comment

દિવાળી નજીક આવતી હતી. અને અમે વિચારતા હતા કે કરવું શું દિવાળીમાં? અહીં રજા દુર્ગાપુજામાં હોય ત્યારે બહાર જઇ આવ્યા હતા. અને હવે રજાનો મેળ પણ પડે તેમ નહોતો હમણાં.

અને અમે બે સાવ એકલા હતા. છોકરાંઓ બહુ દૂર હતાં .કંઇક તો કરવું જોઇએ…એમ વિચારતા હતા.ત્યાં કંઇક વાતમાં અમારી કામવાળી વાત કરતી હતી કે છોકરાઓ ફટાકડા લેવાનું કહે ..પણ અમને ખાવા માંડ મળતું હોય..તેમાં એ કયાંથી લઇ શકાય?

અને તરત અમને બને ને વિચાર આવ્યો..કે આપણે આપણા છોકરાઓ માટે તો હમેશા ફટાકડા વિગેરે લેતા જ હતા ને!!!

અને પછી તો કર્યું પ્લાનીંગ…અમારા ડ્રાઇવરના,કામવાળીના,માળીના..વિગેરે 10 છોકરાઓને ભેગા કર્યા..ફટાકડા લીધા,મીઠાઇ લીધી..દીવાઓ કર્યા અને બધા બાળકોએ ફટાકડા ખૂબ આનંદથી ફોડયા.અમે બનેં ખુરશી લઇ ને બેઠા હતા અને બાળકો દોડી દોડીને ફટાકડા ફોડતા હતા.ઉત્સાહ તેમનો હતો..દિવાળી અમારી ઉજવાતી હતી.!!પછી બધીને જમાડયા..અને નાની ગીફટ પણ બધા બાળકોને આપી.

સાવ સાચી વાત છે.બાળકોને જે ખુશી મળી તેના કરતા અમને ચાર ગણી ખુશી મળી.એ બાળકોએ અમારી દિવાળી સુધારી દીધી.એ ચાર પાંચ કલાકમાં જે ખુશીનો અનુભવ થયો છે..તે કદાચ અમારા પોતાના બાળકો ફોડતા હતા..એના કરતા પણ વધારે હતો.એટલા ખોવાઇ ગયા એ બાળકોમાં..કે નક્કી કરેલ કે ફોટા લેશું તે પણ છેલ્લે અમારા રસોઇના બહેન અને તેના બાળકો રહ્યા ત્યારે જ યાદ આવ્યું.અને ન મામા કરતાં કાણો મામો સારો..એમ માની તેમના ફોટા લીધા.અને તે બાળકોને પ્રીંટ કાઢી ને આપ્યા..અને તેમણે પોતાની જિંદગીમાં પહેલીવાર પોતાના ફોટા જોયા હતા.તેથી તેમની ખુશી છલકાતી હતી.

આમ અમારી દિવાળી ખૂબ સરસ રીતે..ઉજવાઇ ગઇ.એ લોકો અમારો આભાર માનતા હતા..પણ હકીકતે અમે એમના આભારી હતા.

નીલમ દોશી.

Entry filed under: પ્રેરકવાતો. Tags: .

આધુનિકપ્રાણીકથાઓ-1(પીનુ પોપટ…) પ્રાણીકથાઓ-(8)ચતુર કાગડો

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,384 વાંચકો

દિવસવાર ટપાલ

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: