Archive for નવેમ્બર, 2006
કોયડો
આજે એક સાવ સરળ કોયડો પૂછવાનો છે.
ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.
દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો?
ઓરીગામી – પોપ કોર્ન બોક્સ
પપ્પા બજારમાંથી બધા માટે આટલા બધા પોપ કોર્ન લાવ્યા છે.
પણ અરે! આ ફેરીયાએ કેવી કરામત કરી છે? ચાલો ફેરીયાભાઇની આ કરામત આપણે શીખી લઇએ.
(વધુ…)
સોનુ ની ઇચ્છા..
આ સસ્સારાણા સાંકળિયા..
રોજ કેવા કરે છે જલસા!!
ન સ્કૂલે જવાની ચિંતા,
ન વહેલા ઉઠવાની,,
ન હોમવર્ક કે ન ગોખવાનું કંઇ
લીલ્લાલીલ્લા જંગલમાં…
લીલું લીલું ઘાસ ચરવાનું
ને બસ કરવાની દોડાદોડ…
ચાલને,સસ્સારાણા..
તું થા સોનુ..
ને હું થાઉં સસ્સારાણા સાંકળિયા
તું જાય સ્કૂલે ને હું ઘૂમુ જંગલમાં…..!!!
નીલમ દોશી.
ઓરીગામી હંસ – 2
આજે આપણે એક નવી જાતનો હંસ બનાવીશું, જે સુશોભન ઉપરાંત કેન્ડી જેવી કોઇ નાની વસ્તુ મૂકવા વાપરી શકાય.
(વધુ…)
દીવાસળી ખસેડો -1
અહીં નીચે છ દીવાસળી ગોઠવીને એક અણગઢ નિશાળીયાએ એક ખોટો દાખલો લખ્યો છે.
(વધુ…)
ઓરીગામી – ચકરડી
આજે આપણે કાગળની ચકરડી ઓરીગામીની રીતે બનાવીશું –
- એક ચોરસ કાગળ લો અને તેના બે વિકર્ણો આગળ ગડી કરો.
- પછી તેનાથી ઊંધી બાજુએ આડી અને ઊભી બે ગડીઓ કરો.
- ઊભી ગડી આગળથી કાગળને વાળો.
- પછી આડી ગડી આગળથી વાળો
- આવો નાનો ચોરસ બનશે. મૂળ ચોરસનો એક ખૂણો, જે અંદર દબાયો છે તેને આ રીતે ત્રાંસો બહાર કાઢો.
- આવો આકાર થશે. આ જ રીતે ચારે ખૂણાને બહાર કાઢો.
- સામસામા બહાર આવેલા બે પાંખીયા ને આમ ત્રાંસા વાળો .
આપણી ચકરડી તૈયાર. તેમાં વચ્ચે એક નાનું કાણું પાડી એક સળી પસાર કરો. હવે પવન ફૂંકીશું એટલે ચકરડી રમરમાટ ગોળ ફરવા માંડશે.
બાળદિન
ભારતમાં 14મી નવેમ્બર બાળદિન તરીકે ઉજવાય છે.
ચેસના બોર્ડમાં આઠ રાણી !
તમે સૌ ચેસની રમત જાણતા હશો. તેમાં જાતજાતની કુંકરીઓ વપરાય છે. તેમાં રાજા અને રાણી સૌથી મહત્વનાં હોય છે. પણ સૌથી વધારે ઉપયોગી કુંકરી રાણીની હોય છે. કારણકે રાણીની કુંકરી બધી દિશામાં ચાલી શકે છે.
(વધુ…)
વાંચકોનો ઉમળકો