પ્રાણીકથાઓ-9 (ચાલાક ચકલી)

November 2, 2006 at 12:41 pm 2 comments

 એક ચકલી હતી.તે એક વખત દાણા ચણતી હતી.તેની બાજુમાં એક ગાય ઘાસ ચરતી હતી.ગાયે એકાએક છાણ કાઢ્યું અને તે છાણમાં ચકલી દબાઈ ગઈ.તેની પાંખો ચોંટી ગઈ.તેણે બૂમાબૂમ કરી પણ કોઈએ તેનો અવાજ ના સાંભળ્યો.એટલામાં એક કૂતરો ત્યાંથી પસાર થયો.તનો અવાજ સાંભળી ચકલી બોલી;

કૂતરાભાઈ કૂતરાભાઈ
બોલાવે તમને ચકીબાઈ
ગાયમાતાએ ફસાવી મને
છાણ નીચે દબાવી મને
“કૂતરાભાઈ,કૂતરાભાઈ,મને આ છાણમાંથી બહાર કાઢોને.”કૂતરાએ તેને છાણમાંથી બહાર કાઢી.પછી બોલ્યો;

ચકીબાઈ ચકીબાઈ
તમે ભારે મીઠા ભાઈ
મહેનત કરી બહાર કાઢું
હવે તો તમને ખાઉં
“હવે હું તને ખાઈ જાઉં.”ચકલી સમજી ગઈ કે હવે તો મરવાના જ છીએ.તેને એક તોક્કો સુઝ્યો.

તે બોલી;”અરે કૂતરાભાઈ,હું તો છાણમાં દટાઈ ગઈ હતી એટલે કેટલી ગંદી થઈ છું.મને આવી ગંદી ગંદી ખાશો તો તમને મઝા નહીં આવે. એના કરત પહેલાં મને પાણીથી ધોઈ નાખો. પછી મને ખાજો”કૂતરાને થયું;”વાત તો સાચી છે.”તેણે ચકલીને પાણીથી ધોઈ નાંખી,

ચકીબાઈ ચકીબાઈ
તમે ભારે ઠડા ભાઈ
પાણીથી મેં ધોયા બાઈ
હવે તો તમને ખાઉં

પછી તે ખાવા જતો હતો

 ત્યાં જ ચકલી બોલી;”અરે,અરે,ઉભા તો રહો.તમે મને પાણીથી ધોઈ એટલે મારી પાંખો ચોંટી ગઈ છે.તમે મને આમ ભીની ને ભીની ખાશો તો તમને મઝા નહીં આવે. એના કરતાં મને જરા તડકામાં સૂકવી દો.હું સૂકાઈ જાઉં પછી મને ખાજો.” કૂતરાને થયું;”વાત ત સાચી છે.”

ચકીબાઈ ચકીબાઈ
તડકામાં તમને સૂકવ્યા ભાઈ
ગરમા ગરમ તાજાબાઈ
હવે તો તમને ખાઉં

તેણે ચકલીને તડકામાં સૂકવી.પીંછા  સૂકાયા એટલે તે તો ઉડીને ઝાડ પર બેસી ગઈ.તે બોલી;
કૂતરાભાઈ કૂતરાભાઈ
તમે ભારે મૂરખાભાઈ
ચક્કીબાઈ તો ચાલાક ભાઈ
ફ્રરરર ફરરર ઉડી ભાઈ
કૂતરાભાઈ તો મૂરખની જેમ જોતા જ રહી ગયા આમ ચાલાક ચકલીએ પોતનો જીવ બચાવ્યો.

Entry filed under: પ્રાણીકથાઓ. Tags: .

બોલો બોલો હું કોણ છું? બાઇનરી સંખ્યાઓ

2 Comments Add your own

  • 1. shivshiva  |  November 10, 2006 at 4:13 am

    મઝા આવી ગઈ.
    ખો આપતાં ચક્કીબેન પાસે શીખવા જેવું છે.

    Reply
  • 2. UrmiSaagar  |  February 3, 2007 at 2:30 am

    Hello Raj aunty, aaje mara vishal ne bed-time story karava maate tamaro blog kholyo ane aa story kari… ane ene to bahuj maza aavi gai!!

    thanks.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: