બાઇનરી સંખ્યાઓ

November 3, 2006 at 7:19 am 1 comment

    પહેલા ધોરણમાં હતા ત્યારથી જ, અરે ! નર્સરીમાંથી જ આપણને એકડાનું જ્ઞાન કરાવવામાં આવે છે, અને એક થી દસ તો આપણા પાક્કા !
     પણ તમને ખબર છે કે તમે આ સ્ક્રીન પર જે કંઇ જુઓ છે કે સાંભળો છો, તે બધું એક અને શૂન્ય સિવાય કશું નથી?  તમે કહેશો કે આ કેવી પાગલ જેવી વાત કરો છો? જો મારામાં વિશ્વાસ ના બેસતો હોય તો કોઇ કોમ્પ્યુટરના ખાંને પૂછી જોજો ! તમને ખાતરી થઇ જશે કે આ વાત સાચી છે.
     અલ્યા ભઇ ! માની લીધું કે કોમ્પ્યુટરમાં આ બે જ સંખ્યાઓ વપરાય છે. તો પછી આપણને શીદ ખાલી ખાલી આટલું બધું ગણિત ભણાવે છે? !!
      વાત જાણે એમ છે ને કે, આપણે કોમ્પ્યુટર નથી એટલે આપણી વાત જુદી અને આ ભાઇ ની વાત જુદી.
     કોમ્યુટર મશીન છે અને આપણું મગજ જીવતી ચીજ છે. એટલે આ ડોબા ભાઇને તો આવું ગણિત જ  આવડે. આપણે તો સુપર કોમ્પ્યુટરથી પણ વધારે હોંશિયાર છીએ ! અલ્યા , તો જ માણસ સુપર કોમ્યુટર બનાવી શકે ને? !
    ચાલો ત્યારે આજે થોડો પરિચય આ ડોબા ભાઇના ગણિત વિશે લઇએ.

આ ગણિત ને બાઇનરી બીજગણિત ( Binary Algebra) કહે છે.

બે જ આંકડા –   1    અને     0

ચાલો એક થી દસ લખીએ –

0 — 0 
1  — 1  
2 — 10  
3 — 11  
4 — 100
5  — 101 
6  — 110  
7  — 111 
8  — 1000   
9  — 1001  
10  — 1010
  

હવે બોલો કયું ગણિત સારું ? !   

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

પ્રાણીકથાઓ-9 (ચાલાક ચકલી) દલો અને ભલો

1 Comment Add your own

  • 1. Dilip Patel  |  November 4, 2006 at 6:57 am

    પહેલા ધોરણમાં શીખેલું સ્તો!

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 205,935 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: