દલો અને ભલો

નવેમ્બર 3, 2006 at 12:45 પી એમ(pm) Leave a comment

એક ધોબી પાસે બે ગધેડા હતા.એકનું નામ દલો અને બીજાનું ભલો.દલો બહુ જ જબરો અને તાકતવાળો હતો અને ભલો થોડો સાવ રાંક અને નબળો હતો.દલો વધુ વજન ઉપાડીને ધોબીનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતો.તે ખૂબ ઝડપથી ધોબીની આગળ જ ચાલતો.જયારે ભલો ધોબી હોય કે ન હોય એકસરખું કામ કરતો અને સામાન્ય ઝડપથી જ ચાલતો અને ધોબીને ખુશ કરવા તેની આગળ પાછળ ન ફરતો.ધોબીએ આ બધું જોયું અને તેને દલો વધુ ગમવા લાગ્યો.તે વારંવાર ભલાની આગળ દલાનાં વખાણ કરતો અને તેને દલા જેવું કામ કરવા અને તેની જેમ ઝડપથી ચાલવા કહેવા લાગ્યો.પણ ભલાથી વધુ ભાર ઉપડતો નહીં કે ઝડપથી ચલાતું નહીં.હવે ધોબીએ ભલાને રોજ શિક્ષા કરવાનું શરૂ કરી દીધ.ભલો તો રડવા લાગ્યો.તેણે જઈને દલાને કહ્યું;”દોસ્ત, અહીં આપણે બે જ જણ છીએ.આપણે અંદરોઅંદર શા માટે હરિફાઈ કરવી જોઈએ?આપણે સામાન્ય ઝડપ રાખીએ અને એકસરખું વજન ઉપાડીએ તો કેવું સારું?”
આ સાંભળીને દલો તો વધુ તાકત બતાવવા લાગ્યો.બીજે દિવસે તેણે ધોબીને કહ્યું;”હું વધુ વજન ઉપાડીશ અને હ્જી પણ વધુ ઝડપથી ચાલીશ. ધોબીને આમાં શું વાંધો હોય? તેણે તો દલા પર વધુ વજન ભરવા માંડ્યું.તે ગુસ્સાથી ભલા સામે જોઈ રહ્યો અને પછી ભલાને સખત માર માર્યો.આ જોઈને દલો ખૂબ ખુશ થયો.બીજે દિવસે દલાએ વધારે વજન ઉપાડ્યું અને ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો.ભલો તો આમ કરી શકે તેમ ન હતો.આથી ધોબી નારાજ થઈ ગયો અને તેણે ભલાને વેચી દીધો.હવે ધોબી ખૂબ ખુશ હતો.તે દલા પર બેવડું વજન ભરવા લાગ્યો.દલો તો રાજી રાજી થઈને આ બેવડું વજન ઉપાડી ખૂબ ઝડપથી ચાલવા લાગ્યો.આવું થોડા દિવસો ચાલ્યા કર્યું પણ પછી દલો બેવડું વજન ઉપાડીને અને ઝડપથી ચાલીને થાક્યો.તેના શરીર પર છાલા પડી ગયા.તેના પગ કળવા લાગ્યા.તેની ચાલ પણ ધીમી થઈ ગઈ.દલો હવે વધુ વજન ઉપાડી શકે તેમ ન હતો અને ઝડપથી ચાલી શકે તેમ પણ ન હતો આથી ધોબી દલાને મારવા લાગ્યો.દલો રડવા લાગ્યો.તેને ભલો યાદ આવી ગયો.તેને થયું ભલો સાચું કહેતો હતો.તે મારો સાચો દોસ્ત હતો.પણ હવે શું થાય?દલો તો માંદો પડી ગયો.તેની ચાકરી કોણ કરે? ધોબી તેને વેચવા ગયો પણ આવા મરતલ ગધેડાને કોણ ખરીદે? છેવટે ધોબીએ તેને મારી નાંખ્યો.બિચારો દલો!!!……..જાનથી ગયો.
આના પરથી આપણે સમજવું જોઈએ કે

(1)સાચા દોસ્તોની વાત આપણને ક્યારેક ના ગમે તો પણ તે માનવી જોઈએ.

(2)આપણા ગજા ઉપરાંતનું કામ કદી પણ ના કરવું જોઈએ.

(3)બીજાને નીચા બતાવીને પોતે સારા થવાનો પ્રયત્ન ના કરવો જોઈએ.

Advertisements

Entry filed under: બાળવાતો , Kids Stories.

બાઇનરી સંખ્યાઓ મારે જોવા છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 209,179 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: