દીપ સે દીપ જલે : ભાગ -1

November 7, 2006 at 9:21 pm Leave a comment

પાત્રો

  • દાદીમા
  • મમ્મી
  • દેવીબેન(કામવાળી દેવી, 35 થી 40 વરસ ની)
  • અમન(દીકરો 11 થી 12 વરસ નો)

સ્થળ

 ઉચ્ચ મધ્યમ વર્ગ નો ડ્રોઇંગરૂમ)

————————————————————- 

 (પડદો ખૂલે છે. કામવાળી પોતાં કરે છે . દાદીમા નિરિક્ષણ કરે છે.)

દાદીમા

અરે,દેવી,જરા ઘસી ને પોતુ કરજે..કાલે યે સરખુ ન’તુ કર્યું.

(દેવી કંઇ જવાબ આપતી નથી.)

દાદીમા

કેમ,અલી…મોં માં મગ ભર્યા છે? જવાબે ય નથી આપતી.

દેવી    (દુ:ખી અવાજે)

શું જવાબ આલું ,બા ?આ સરખુ તો કરુ છું.

મમ્મી   (અંદરથી આવે છે)

બા,હમણાં દેવી નું મગજ ઠેકાણે નથી.

દાદીમા

કેમ શું થયું દેવી ને વળી?મને યે બે દિવસથી ઉદાસ તો લાગે છે. મન વિનાનું બધુ કરતી હોય એવુ લાગે છે.

મમ્મી

આમ તો દેવી ને કંઇ થયુ નથી.પણ આ એનો પેલો છોકરો મરી ગયો હતો ને ?

દાદીમા

એ વાત ને તો આજે 5 વરસ થઇ ગયા.આજે એનુ શું છે?હા,મા ને યાદ તો આવે જ.પણ ઇશ્વર ની ઇચ્છા આગળ કોઇ નું ચાલ્યુ છે?

(નિસાસો નાખે છે)

મમ્મી

વાત બીજી જ છે.

દાદીમા

શું છે?

મમ્મી

દેવી, તું જ કહે ને.

દેવી

ના,બેન,હું શું કહુ?મારો તો ફૂલ જેવો છોકરો ગયો એની તોલે બીજું કંઇ થોડુ આવે?

દાદીમા

પણ અલી,વાત શું છે એ કહીશ કંઇ?

મમ્મી

બા,વાત જાણે એમ છે કે બે દિવસ પહેલા આ દેવી ને ઘેર એમનો જે બ્રાહ્મણ ગોર હોય છે ને એ આવ્યો.

દાદીમા

હં… તો ? 

મમ્મી

આવીને આ દેવી ને કહે “આ તમારો છોકરો જે મરી ગયો છે ને એ બિચારા ને ઉપર બહું દુ:ખ છે.”

દાદીમા

તે એ ગોર ઉપર જોવા ગયો હતો?
(કટાક્ષમાં)

મમ્મી

બા,પૂરૂ સાંભળો તો ખરા…..એમ કહ્યુ એટલે દેવી તો બિચારી ગભરાઇ ગઇ..”કે મા’રાજ શું થયુ મારા છોરા ને?”

દેવી

અમ ગરીબ ના છોરા ને તો ન નીચે નિરાંત…ન ઉપર…

દાદીમા

પણ કહ્યું શું એણે?

મમ્મી

એણે આ દેવી ને કહ્યું કે તારા છોરા ને ઉપર દૂધ પીવા નથી મળતુ..એટલે જો આ તારી ગાય તું બ્રાહ્મણ ને ..ગોર મહારાજ ને દાન કરી દે તો ઉપર એને દૂધ મળે.

દાદીમા

એ તો કહ્યા કરે.ઉપર કોણ એનો કાકો આપવા જવાનો છે?

મમ્મી

એણે તો કહ્યુ…પણ આ મૂરખ દેવી એ હોંશે હોંશે આપી પણ દીધી…કે મારો છોકરો ઉપર દૂધ વિના નો ન રહે….

દાદીમા

(ગુસ્સાથી)અરે,મૂરખ……

મમ્મી

હજી પહેલા મારી પૂરી વાત તો સાંભળો….તે દિવસે તો તે ગાય લઇ ને ગયો..ને થોડા દિવસ પછી પાછો આવ્યો.

દાદીમા

ગાય પાછી આપવા?

મમ્મી

એ કંઇ થોડો એવો મૂરખ હોય?એ તો આવ્યો હતો દેવી ના છોકરા ના સમાચાર આપવા.!!!!!!

દાદીમા

(કટાક્ષ માં)તે ઉપર જઇ ને જોઇ આવ્યો હશે.

મમ્મી

એ તો એને ખબર….પણ આવી ને દેવી ને કહે..”હવે તારા છોરા ને ઉપર દૂધ ની નિરાંત થઇ ગઇ છે.પણ……..

દેવી (વચ્ચેથી બોલે છે.)

અને એનું પણ સાંભળી ને ..બા. મને તો એવી ફાળ પડી કે,  હજી મારા છોરા ને ઉપર દુ:ખ છે ?

દાદીમા

હં પછી?

મમ્મી

પછી એ ગોર મહારાજ દેવી ને કહે “અત્યારે તો ઉપર બહુ ટાઢ છે.તારો દીકરો તો બિચારો ધ્રૂજે છે.નથી એની પાસે ઓઢવાનું કે નથી પાથરવાનું…..”.

દેવી

બિચારો મારો ગરીબડો બાળ!!!

દાદીમા

હં અને પછી?

મમ્મી

પછી…પછી શું મહારાજે માગ્યા બે-ચાર ગોદડા ને સરસ મજાનું ગાદલું….!!!

દાદીમા

અને દેવી એ આપી દીધુ?

મમ્મી  (કટાક્ષ માં)

તે ન આપે?એના બિચારા નાનકડા બાળ ને ઠંડી ન લાગે?
(હસે છે)

દેવી  ( પોતાની ઉતારે છે તે સમજી જાય છે.)

બેન,તમે ભલે આવું બધુ ન માનો.તમારા ભણેલા લોકો નું આ જ દુ:ખ……અમારી મશ્કરી જ કરો…..

મમ્મી

દેવી,આ મશ્કરી નથી..પણ….

દેવી  (વચ્ચેથી)

બેન,શાસ્તર માં લખેલું ખોટુ થોડુ હોય?

( ભાગ બીજો કાલે ……. )

Entry filed under: બાળ નાટકો(Drama). Tags: .

જાળી દીપ સે દીપ જલે: ભાગ – 2

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

November 2006
M T W T F S S
« Oct   Dec »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: