રેલગાડી આવી….. શબ્દોની ગમ્મત લાવી…

નવેમ્બર 13, 2006 at 3:16 એ એમ (am) 4 comments

દોસ્તો,
ટ્રેનમાં બેસવું ગમે ને?કેવી મજા આવી જાય નહીં?

અહીં અક્ષરોની ટ્રેન આવી છે..એમા યે સફર કરવી ગમશે ને?મજા આવશે..અને આવી ટ્રેન….રેલગાડી તમે જાતે યે બનાવી શકો હો!! બનાવશો ને?

મૂળાક્ષરોની રેલગાડી……
કીર્તિકાકીએ કનુકાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર.
• પાલીતાણાના પંકજભાઇ પટેલે અને પાલનપુરના પિયુષભાઇ પ્રેમાણીએ પેટલાદમાં પાંચ પપ્પી પાળ્યા.

• ગોધરાના ગિરિશભાઇ એ ગાન્ધીનગરના ગીતાબેનને ગુરુવારે ગમતથી ગણિત ગણાવ્યું.

• ભાવનગરના ભરતભાઇ એ ભાણવડ ના ભાવનાબેનને ભાવથી ભૂગોળ અને ભૂમિતિ ભણાવ્યા.
• ઘોઘાના ઘંનશ્યામભાઇએ ઘેલીબેન ને ઘેર ઘંટ ઘડાવ્યો

ચોટીલાના ચંદુભાઇએ ચુનીભાઇને ચેવડા સાથે ચાર ચણા ચખાડયા.

                                       નીલમ દોશી.

દોસ્તો,તમે આમાં ઘણું ઉમેરી શકો.મજા આવશે..ને?આવી રેલગાડી બનાવી નવા નવા શબ્દો બનાવવાની!!

Advertisements

Entry filed under: ગમ્મત.

સુ ડોકુ -2 ઉકેલ ચેસના બોર્ડમાં આઠ રાણી !

4 ટિપ્પણીઓ Add your own

  • 1. સુરેશ જાની  |  નવેમ્બર 13, 2006 પર 4:49 પી એમ(pm)

    મઝા આવી ગઇ. મને તો માત્ર પહેલી ટ્રેન જ આવડતી હતી. તમે ઘણી બધી નવી પકડાવી.

    જવાબ આપો
  • 2. Mehul  |  નવેમ્બર 21, 2006 પર 12:29 એ એમ (am)

    અને થોડીક મારા તરફથી …. ( મારી મમ્મીએ શીખવાડેલી..)

    ગાંડો ગગો ગોળનાં ગાડા ગણતો ગણતો ગવૅમેન્ટ્ની ગટરમાં ગબડી ગયો !

    નટુ નટુ બારીમાં જો .. તારી બા ટુન ટુન !

    ચાચાએ ચાચીને ચાંદની ચોકમાં ચાંદીની ચમચીથી ચટણી ચટાડી !

    જવાબ આપો
  • 3. Rajeshwari Shukla  |  ડિસેમ્બર 10, 2006 પર 1:47 પી એમ(pm)

    દડવાના દક્ષાબેન દીપકભાઈ દોશીએ દશેરાના દિવસે દોડતા દોડતા દેશના દોઢા દમનકારોને દમણમાં દબડવ્યા

    જવાબ આપો
  • 4. Rajeshwari Shukla  |  ડિસેમ્બર 10, 2006 પર 1:54 પી એમ(pm)

    મોસાળમાંથી મળેલા માતૃછાયા મકાનમાં મણિનગરના માથાભારે મૂછાળા મણિલાલે મધરાતે મારવાડી મેથીયો મસાલો મમળાવી મરતા મરતા મૂલ્યવાન મોંઘેરો મોતીનો મુગટ મયુરીને માથે મૂક્યો.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,690 વાંચકો

દિવસવાર ટપાલ

નવેમ્બર 2006
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર   ડીસેમ્બર »
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: