આધુનિક પ્રાણીકથાઓ-2 (ઉંદર સાત પૂંછડીવાળો..)

માર્ચ 7, 2007 at 11:47 એ એમ (am) 6 comments

દોસ્તો,આપણે સૌએ પંચતંત્રની વાર્તાઓ માણી છે.પણ મિત્રો,જીવનના દરેક ક્ષેત્રમાં પરિવર્તન હમેશા આવે જ છે ને?આજે તમને સૌને ટી.વી. કોમ્પ્યુટર,.મોબાઇલ..બધી વસ્તુઓની ખબર છે…અને તમે રોજ એ બધી વસ્તુઓનો ઉપયોગ કરો છો…જાણો છો..માણો છો….પહેલાનું બાળક શેરીમાં… ધૂળમાં..ગીલ્લી દંડા…ખો ખો કે હુ તૂ તૂ…વિગેરે રમતો રમતા.આજે તમે બધા વીડિયો ગેમ,કોમ્પ્યુટર ગેમ…એવું બધું રમો છો…બરાબરને?સમય પ્રમાણે બધું બદલાતું રહે છે. અને માણસો જ નહીં..આજે તો પ્રાણીઓ પણ વધુ સ્માર્ટ…વધુ હોંશિયાર બની ગયા છે…તમારી જેમ જ…આજે આપણે તમારી જાણી તી અને માનીતી વાર્તાઓ 21 મી સદીના પ્રાણીઓની..વાતો માણીશું. મિત્રો,તમે સૌએ ઉંદર સાત પૂંછડીવાળાની વાર્તા સાંભળી છે..બરાબરને?કેવી મજા આવી હતી?ચાલો માણીએ 21 મી સદીના ઉંદરની વાર્તા.

21મી સદી માં યે આવા જ એક ઉંદરભાઇ હતા.તેનું નામ ચૂ ચૂ-મૂ-ચૂ હતું.આ ચૂ ચૂ મૂ ચૂ ને બિચારાને પણ સાત પૂંછડી હતી.તે નાનો હતો ત્યાં સુધી તો બહુ વાંધો ન આવ્યો.કેમકે તે બહુ બહાર જતો નહીં.પણ થોડો મોટો થયો એટલે સ્કૂલે તો જવું પડે ને? પહેલે દિવસે ચૂ ચૂ મૂ ચૂ તો વટથી સ્કૂલે ગયો..તેને તો મનમાં હતું કે ઓહ! મારે તો સાત સાત પૂંછડી!!! બાકી બધાને તો એક જ!! એટલે સ્કૂલમાં મારો વટ પડી જશે.પણ સ્કૂલમાં તો બધા તેની સાત પૂંછડી જોઇને તેની મશ્કરી કરવા લાગ્યા.ચૂ ચૂ મૂ ચૂ રમવા જાય કે દોડવા જાય..ત્યાં તેની સાત પૂંછડીમાંથી એકાદ તો કયાંક અટવાઇ જાય કે ફસાઇ જ જાય.ને તેથી તે જલ્દી દોડી ન શકે.વળી કોઇ તોફાની હોય તે પાછળથી આવી ને એકાદ પૂંછડી ધીમેકથી પકડી રાખે.ચૂ ચૂ મૂ ચૂ બિચારો દોડવા જાય ત્યાં તો…..ઓહ!! બાપ રે!! ને બધા ખડખડાટ હસે.ને ખીજવે..ને ગાવા લાગે,”ચૂ ચૂ મૂ ચૂ ..સાત પૂછ્ડીવાળો!!!!ચૂ ચૂ મૂ ચૂ સાત પૂંછડીવાળો!!!!.”

થોડા દિવસ તો ચૂ ચૂ મૂ ચૂ એ બહાદુરી થી મસ્તી સહન કરી.પણ અંતે તે બિચારો થાકી ગયો.અંતે તો તે હતો નાનકડો જ ને?તે તો ઘેર જઇને રડવા લાગ્યો.તેની મમ્મીએ તેને કેટલું યે સમજાવ્યો,”બેટા,લોકો તો ગમે તેમ બોલવાના જ છે.ઇશ્વરે તને જેવો બનાવ્યો છે…એમાં જ ખુશ રહેવાનું.લોકોની પરવા નહીં કરવાની.” પણ ચૂ મૂ મૂ ચૂ હતો નાનો.એવું બધું બહું સમજે નહીં,”ના,મમ્મી,મને એક પૂંછડી કાપી દે” અને બીજે દિવસે તે એક પૂંછડી કપાવીને સ્કૂલમાં ગયો..પણ એથી તો બીજા બધા ઉંદરોને વધુ મજા આવી ગઇ….કે વાહ! આ તો આપણાથી ડરી ગયો છે.તેથી તેમણે તો તેને વધુ ખીજવવાનું ને મસ્તી કરવાનું શરૂ કરી દીધું

,”ચૂ ચૂ મૂ ચૂ છ પૂંછડીવાળો..ચૂ ચૂ મૂ ચૂ છ પૂંછડીવાળો…..
આપણાથી કેવો ગભરાણો….કેવો ગભરાણો….”

ચૂ ચૂ મૂ ચૂ તો ઢીલો ઢફ થઇ ગયો બિચારો!!તે વિચારવા લાગ્યો હવે કરવું શું?તેને થયું કે આ તો. રોજ એક પૂંછડી કપાવીશ તોયે બધા ખીજવવાનું તો ચાલુ જ રાખશે…એ તેને સમજાઇ ગયું.કેમકે આમ તો આપણો ચૂ ચૂ મૂ ચૂ યે હતો તો 21મી સદીનો ને?એટલે તમારી જેમ હોશિયાર તો હોય જ ને?

એ તો ઘેર ગયો ને તેની મમ્મીને કહે,”મને એકી સાથે બાકીની બધી પૂંછડીઓ કાપી ને એક જ રાખ.એટલે હું યે બીજા બધા જેવો જ થઇ જાંઉ.પછે મને કોણ ખીજવી શકે?તેની મમ્મી અને બીજા ભાઇ બહેનોને યે તેની વાત સાચી લાગી.”:હા,તારા બાપદાદા સાથે જે થયું ;તુ એ તારી સાથે ન થવું જોઇએ.”

પછી તો ચૂ ચૂ મૂ ચૂ ની એક જ પૂંછડી રાખીને બાકીની બધી તેની મમ્મીએ કાપી આપી. બીજે દિવસે હવે તો તે વટથી સ્કૂલે ગયો કે હવે મને કોણ ખીજવી શકશે? પણ તોફાનીઓને તો કોઇ ને કોઇ બહાનુ મળી જ રહે ને ખીજવવાનું!!તેઓ તો બધા ગાવા માંડયા,

” :ચૂ ચૂ મૂ ચૂ સાત પૂંછડીવાળો.. પણ અમારાથી કેવો ગભરાણો….
આપણી કરી એણે નકલ.. પણ નકલમાં ન એને અકલ..”

આવું બધું ગાવા માંડયા.અને કહેવા લાગ્યા.”કે આના કરતાં તો તેને સાત પૂંછડીઓ કેવી સરસ લાગતી હતી!!આમ બધા તેને રોજ જુદી જુદી રીતે હેરાન કરે! હવે તો ચૂ ચૂ મૂ ચૂ બિચારો ખરેખર થાકી ગયો!! છેલ્લી પૂંછડે કપાવવાની તેની હિમત નહોતી..કેમકે તેની મમ્મીએ તેને તેના બાપદાદાસાથે જે બન્યું હતું તેની વાત કરી હતી.એટલે તે એવી મૂર્ખાઇ કરે તેમ નહોતો.તે બાંડો થવા નહોતો માગતો. પણ…તો પછી કરવું શું?એ બધા કંઇ સુધરે તેમ નહોતા.અને છેલ્લે ચૂ ચૂ મૂ ચૂ એ શું કર્યું…ખબર છે?

બીજે દિવસે તે સ્કૂલમાં ગયો અને મોટેથી વટથી ગાવા લાગ્યો,
”સૌ ઉંદરો બાંડા.. પૂંછડી વિનાના…
સાચવતા ન આવડી.. પૂંછડી કયાં સંતાડી?”

અને બધા ઉંદરો શરમાઇને ભાગી ગયા…કેમકે રાત્રે ચૂ ચૂ…અને તેના ભાઇ બહેને મળી ને બધા ઉંદરો સૂતા હતા ત્યારે બધાની પૂંછડીઓ કાપી નાખી હતી!!!!!!

કોઇ ને બહુ હેરાન કરવા જાય તો પછી આવું જ થાયને?

નીલમ દોશી.

Advertisements

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ.

મજાનું બેંડ- જય જાની સોનુ…

6 ટિપ્પણીઓ Add your own

 • 1. વિશ્વદીપ બારડ  |  માર્ચ 8, 2007 પર 5:46 પી એમ(pm)

  નાનપણમાં સાંભળેલી અને આજ વરસો બાદ તમારી સાઈટ પર વાંચી ..ગ્રાન્ડ્-કીડને ઈગ્લીશમા
  તરજૂમો કરી કહેવા જેવી વાર્તા છે.

  જવાબ આપો
 • 2. Suresh Jani  |  માર્ચ 8, 2007 પર 9:49 પી એમ(pm)

  ફરીથી ચાલુ કરવા માટે અભિનંદન

  જવાબ આપો
 • 3. Neela Kadakia  |  માર્ચ 27, 2007 પર 4:20 એ એમ (am)

  modern version of Undar

  જવાબ આપો
 • 4. Manish  |  એપ્રિલ 30, 2007 પર 9:16 એ એમ (am)

  mane to varta vanchva ni khub J maja aavi… -Avkash Chevli

  જવાબ આપો
 • 5. UrmiSaagar  |  મે 4, 2007 પર 11:55 પી એમ(pm)

  OH MY GOD AUNTY!!!!!!!!!!!
  આપણું મગજ તો આ બાબતમાં એકદમ સમાન જ નીકળ્યું ને કંઇ?!!!! 😀

  આજે આ પોસ્ટ વાંચીને હું તો હૈરાન જ રહી ગઇ… કારણ કે મેં પણ અદ્દલ આ જ 21મી સદી સ્ટોરી ઘણા વખત પહેલા જ બનાવી કાઢી છે જેને કે’દાડની હું વિશાલને બેડ-ટાઇમ સ્ટોરી તરીકે સંભળાવું છું… હું એને કોઇકવાર જૂની સ્ટોરી તો કોઇકવાર મેં બનાવી કાઢેલી આ જ નવી સ્ટોરી અવરનવર સંભળાવું છું…. 🙂

  Keep it up aunty… ધીમે ધીમે આપણી બધી જૂની સ્ટોરીને નવી કરીને મૂકતાં રહેજો હોં!!

  જવાબ આપો
 • 6. Jagdishgosai  |  જાન્યુઆરી 7, 2010 પર 12:35 પી એમ(pm)

  સોરી મને આ વાર્તાનો અંત ગમ્યો નહીં કારણ કે વાર્તામાં તો મુલ્ય શિક્ષણ સમાયેલું હોય. અહીંયા વેર-ભાવના જોવા મળે છે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 230,154 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   મે »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: