કેરમમાં ટાઈ

ઓગસ્ટ 25, 2007 at 2:00 એ એમ (am) 3 comments

        છેલ્લા દોઢેક વરસથી લગભગ રોજ સાંજે મારા જમાઈ ધર્મેન્દ્રની સાથે હું  કેરમ રમું છું. અહીં બધા તેમને ‘ડેન’ કહે છે. કો’ક જ દીવસ ખાલી જતો હશે. ડેનનો બધો થાક ઉતરી જાય. મોટાભાગે તો તે જ જીતે. હુ ય  કો’ક દી’ તો જીતું હોં!

        અમારા ઘરના નીયમો (!) અમે આ માટે બનાવ્યા છે. જ્યારે એક કુંકરી બાકી રહે ત્યારે જ રાણીની કુંકરી કાઢી શકાય. જો ભુલમાં આમ કર્યા વીના પોતાની કુંકરી નીકળી જાય તો નવે નવ કુંકરીઓ પાછી મુકવી પડે. જો સામેવાળી વ્યક્તી, આ છેલ્લી કુંકરી કાઢી નાંખે; તો તેનો વાંક ગણાય, અને એકે કુંકરી બાકી ન રહી હોય તે વ્યક્તીને પાંચ પોઈન્ટ મળે.   

         બે દીવસ પહેલાં અમે રમવા બેઠા. ધીરે ધીરે કુંકરીઓ નીકળવા માંડી. છેવટે ડેનનો વારો આવ્યો. તેમની એક કુંકરી, મારી એક કુંકરી અને રાણી આમ ત્રણ જ કુંકરીઓ બાકી રહી હતી. 

 carrom_11.jpg

       ડેન સ્ટ્રાઈકરથી શક્તીશાળી ચાલ ચાલ્યા. અને અભુતપુર્વ ઘટના બની. તેમના એક જ ફટકામાં ત્રણે કુંકરીઓ ખાનાંભેગી થઈ ગઈ ! આમ અમારા નીયમો પ્રમાણે કોઈ જીત્યું નહીં !

    અને આમ પહેલી વાર કેરમમાં ટાઈ થઈ.

Advertisements

Entry filed under: ગમ્મત.

પેન્ટોમીનો આધુનિક પ્રાણીકથાઓ-3(ધ્રુવ,ગોટ અને એપલ)

3 ટિપ્પણીઓ Add your own

  • 1. Bhavesh Savla  |  ઓગસ્ટ 26, 2007 પર 2:22 પી એમ(pm)

    અરે વાહ !
    આ તો સાચ્ચે જ અદભુત કહેવાય.
    આવુ તો રેરલી જ બનતુ હશે. 🙂

    જવાબ આપો
  • 2. shivshiva  |  નવેમ્બર 26, 2007 પર 4:50 એ એમ (am)

    wel done

    જવાબ આપો
  • 3. Kantilal Parmar  |  જાન્યુઆરી 8, 2008 પર 8:49 પી એમ(pm)

    તમારો કેટલો આભાર માનું, તમે તો આખા વર્ષનું કામ આપી દીધું. મારાથી બનતું કરીશ.
    કાંતિલાલ પરમાર

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 207,690 વાંચકો

દિવસવાર ટપાલ

ઓગસ્ટ 2007
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« મે   ફેબ્રુવારી »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: