આધુનિક પ્રાણીકથાઓ-3(ધ્રુવ,ગોટ અને એપલ)

ફેબ્રુવારી 22, 2008 at 8:04 પી એમ(pm) 6 comments

01010007.jpg

એક ગોટ(બકરી)ને એપલ(સફરજન ખાવુ હતુ.તેણે તેના દોસ્ત મંકી(વાદરા)ને પૂછ્યુ”મંકી,મંકી તારી પાસે એપલ છે?મંકી હુપ હુપ કરતુ બોલ્યુ”ના,ના,ના”મારી  બનાના(કેળુ)છે પણ એપલ નથી. આપણે મારી દોસ્ત સ્પેરો(ચકી)ને પૂછીએ”.તે બેય સ્પેરો પાસે ગયા અને પૂછ્યુ”સ્પેરો,સ્પેરો,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે”સ્પેરો કહે,ના,ના,ના,મારી પાસે ઓરેન્જ (નાર્ંગી)છે પણ એપલ નથી. આપણે મારા દોસ્ત પેરટ(પોપટ) પાસે જઈએ.”બધા પેરટ પાસે ગયા અને પૂછ્યું

“પેરટ,પેરટ તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે”પેરટ કહે,ના,ના,ના, મારી પાસે ગ્રેપ્સ(દ્રાક્ષ)છે પણ એપલ નથી પણ આપણે મારા દોસ્ત પીકોક(મોર)ને પૂછીએ.”બધા પીકોક પાસે ગયા અને પૂછ્યુ”પીકોક,પીકોક,તારી પાસે એપલ છે?આ ગોટ ને ખાવુ છે.”પીકોક કહે,ના,ના,ના,મારી પાસે મેન્ગો(કેરી) છે પણ એપલ નથી.આપણે મારી દોસ્ત કકુ(કોયલ)ને પૂછીએ.”
બધા કકુ પાસે ગયા અને પૂછ્યુ”કકુ,કકુ,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”કકુ કહે,”ના,ના,ના,મારી પાસે સ્ટ્રોબેરી છે પણ એપલ નથી આપણે મારા દોસ્ત રેબીટ(સસલા)ને પૂછીએ.”બધા રેબીટ પાસે  ગયા અને પૂછ્યુ”રેબીટ,રેબીટ,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”રેબીટ કહે,”ના,ના,ના,મારી પાસે ચેરીઝ છે પણ એપલ નથી.આપણે મારા દોસ્ત એલીફન્ટ(હાથી)ને પૂછીએ.”બધા એલીફન્ટ પાસે ગયા અને પૂછ્યુ”એલીફન્ટ,એલીફન્ટ,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”એલીફન્ટ બોલ્યો “ના,ના,ના મારી પાસે નથી પણ આપણે મારા દોસ્ત ગોરીલાને પૂછીએ.”બધા ગોરીલા પાસે ગયા અને પૂછ્યુ”ગોરીલા,ગોરીલા,તારી  પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”ગોરીલો બોલ્યો”ના,ના,ના,મારી પાસે નથી.પણ આપણે મારા દોસ્ત જીરાફને પૂછીએ.”બધા જીરાફ પાસે ગયા અને પૂછ્યુ,”જીરાફ,જીરાફ તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”જીરાફ કહે,”ના,ના,ના,મારી પાસે નથી.પણ આપણે મારા દોસ્ત ડોગ(કૂતરા)ને પૂછીએ.”બધા ડોગ પાસે ગયા અને પૂછ્યુ,”ડોગ,ડોગ, તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”ડોગ બોલ્યો.”ના,ના,ના,મારી પાસે નથી પણ આપણે મારા દોસ્ત ટાઈગર(વાઘ)ને પૂછીએ,”બધા ટાઈગર  પાસે ગયા અને પૂછ્યુ”ટાઈગર,ટાઈગર,તારી પાસે એપલ છે? આ ગોટને ખાવુ છે.”ટાઈગર બોલ્યો.ના,ના,ના,મારી પાસે નથી પણ આપણે મારા દોસ્ત લાયન(સિંહ)ને પૂછીએ.”બધા લાયન પાસે ગયા અને પૂછ્યુ”લાયન.લાયન,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”લાયન બોલ્યો,”ના,ના,ના મારી પાસે નથી પણ આપણે મારી દોસ્ત કેટ(બિલાડી)ને પૂછીએ.”બધા કેટ પાસે ગયા અને પૂછ્યું”કેટ,કેટ,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે.”કેટ બોલી “ના,ના,ના,મારી પાસે નથીઆપણે મારા દોસ્ત પેલા નાનકડા કાફ(વાછરડા)પાસે જઈએ.”બધા કાફ પાસે ગયા અને પ્છ્યુ”કાફ,કાફ,તારી પાસે એપલ છે?આ ગોટને ખાવુ છે,”કાફ બોલ્યુ,”ના,ના,ના મારી પાસે નથી પણ મને ખબર છે.અહીં એક ધ્રુવ નામનો નાનકડો છોકરો રહે છે તે એક દિવસ એપલ ખાતો હતો,તેની પાસે હશે.”
બધા એરપોર્ટ પર ગયા અને ઘુરુરુરુ કર્રતા પ્લેનમાં બેસવા ગયા તો પાઈલોટ અંકલ બોલ્યા”તમારાથી પ્લેનમા ના બેસાય.” બધા ભુરુરુરુ ,પીપ પીપ કરતી બસમાં બેસવા ગયા તો ડ્રાઈવર અંકલ બોલ્યા”તમારાથી બસમાં ના બેસાય.”બધા રસ્તામાં ઉભા હતા ત્યાં એક અંકલ સ્કુટર પર બેસીને જતા હતા.બધા બોલ્યા “અમને ધ્રુવના ઘેર લઈ જાઓને?”અંકલ બોલ્યા “તમારાથી સ્કુટર પર ના બેસાય,તમે ટ્રેઈનમાં બેસીને ધ્રુવના ઘેર જાઓ.”ટ્રેઈનવાળા અંકલે બધાને ટ્રેઈનમાં બેસાડ્યા અને બધા ધ્રુવના ઘેર ગયા. પણ ત્યાંતો ઘણા બધા અંકલ અને આન્ટી હતા.લાયન બોલ્યો “આ મોટા ફુલેલા બોલ જેવું શું છે?”મંકી બોલ્યું “તે તો બલુન્સ(ફગ્ગાઓ) છે.”ટાઈગર કાફ બોલ્યું”આ મોટા રોટલા જેવું શું છે?”ડોગ બોલ્યો “તેને કેક કહેવાય.”જીરાફ બોલ્યું “પેલી રંગબેરંગી વસ્તુઓ શું છે?” કેટ બોલી”તે તો બધી ગીફ્ટસ છે.જાતજાતના રમકડા છે.”
આટલા બધા અનીમલ્સ(પ્રાણીઓ) અને (બર્ડ્ઝ)પક્ષીઓને જોઈને ધ્રુવના મમ્મી-પપ્પા દોડી આવ્યા.તેમણે કહ્યું”આજે ધ્રુવનો બર્થ ડે(જન્મદિવસ) છે.તે આજે એક વર્ષનો થયો.તમે બધા આવો.આપણે તેને હેપી બર્થ ડે કહીએ”ધ્રુવ તો બધાને જોઈને કુદવા માંડ્યો.બધાએ ક્લેપ ક્લેપ (તાળીઓ પાડીને)કરીને ધ્રુવને હેપી બર્થ ડે કહ્યું.ધ્રુવના મમ્મી-પપ્પાએ કેક કાપી.બધાને કેક આપી અને એપલ્સ આપ્યા.બધા અનીમલ્સ અને બર્ડ્ઝ રાજી રાજી  ગયા.
ગોટને એપલ ખાવા મળ્યુ.

-રાજેશ્વરી શુક્લ
(આ વાર્તા મારા પૌત્ર ધ્રુવને  બહુ જ ગમે છે.તે આ વાર્તામાં લખેલા પ્રાણીઓ,પક્ષીઓ,વાહનોનાં ચિત્રો ઓળખી શકે છે અને બધા અવાજો પારખી શકે છે અને ઘણાના અવાજોનું અનુકરણ કરી શકે છે,૧૭મી જન્યુઆરીએ તે એક વર્ષનો થયો.
આ વાર્તા તેને જન્મદિવસની ભેટ રુપે રજુ કરું છું)

Advertisements

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ.

કેરમમાં ટાઈ હું ને ચન્દુ છાનામાના

6 ટિપ્પણીઓ Add your own

 • 1. shivshiva  |  ફેબ્રુવારી 27, 2008 પર 12:58 એ એમ (am)

  મઝા આવી ગઈ વાર્તા વાંચવાની.
  નાનકડા ધ્રુવને જન્મદિવસની શુભેચ્છાઓ.

  જવાબ આપો
 • 2. વિશ્વદીપ બારડ  |  ફેબ્રુવારી 28, 2008 પર 4:01 પી એમ(pm)

  good site..please visit ..”BAAL PHOOLWADI”

  http://www.vishvadeep.gujaratisahityasarita.org

  this site also for chilren

  જવાબ આપો
 • 3. સુરેશ  |  ફેબ્રુવારી 28, 2008 પર 4:50 પી એમ(pm)

  વાંચવાની આ બાળકને બહુ મજા આવી. ઈન્ગ્લેન્ડમાં રહીને અંગ્રેજ બની ગઈ !! પણ અહીંના બાળકોને માટે આવા શબ્દો જ સારા. અમેય જયને આમ જ શીખવતા.
  પણ સમજદાર થાય પછી ગુજરાતી શીખે તેમ પણ કરવું.
  ધ્રુવને ખુબ ખુબ શુભેચ્છાઓ …

  તું ફરીથી એક્ટીવ થઈ ગઈ તે ગમ્યું.

  જવાબ આપો
 • 4. nilam doshi  |  માર્ચ 3, 2008 પર 1:22 પી એમ(pm)

  ધ્રુવને ખૂબ ખૂબ વધાઇ..સરસ વાર્તા..બાળક સમજી શકે..માણી શકે તે વાર્તા…

  જવાબ આપો
 • 5. Jagdishgosai  |  ડિસેમ્બર 15, 2009 પર 6:13 એ એમ (am)

  આ સ્ટોરી ખુબજ ગુડ લાગી.

  જવાબ આપો
 • 6. siddhi  |  મે 13, 2010 પર 4:31 એ એમ (am)

  thank u , to giving idea for extend the story, my son HASYA is 1&1/2 year old, he likes animals and fruits and vegetables, he can recognize them too, he like this story.. he likes the story of monkey and crocodyle which i extend in my own style but there is limit , now i hv an idea thank u very much

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 227,917 વાંચકો

દિવસવાર ટપાલ

ફેબ્રુવારી 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓગસ્ટ   માર્ચ »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: