હું ને ચન્દુ છાનામાના

February 28, 2008 at 7:29 pm 1 comment

હું ને ચન્દુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતુ મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા.
મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઈ લૂંગી,
પરદો બાંધી અમે બનાવી ફિલમ  મૂંગી મૂંગી.
દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યા પરદા ઉપર પાંચ.
ચન્દુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચન્દુ.
કાતરિયામાં છુપાઈને બેઠીતી બિલ્લી એક,
ઉંદરડી ભાળીને એણે તરત લગાવી ઠેક.
ઉંદરડી છટકીને બિલ્લી ચન્દુ ઉપર આવી,
બીક લાગતાં ચન્દુ સાથે ચીસો મેં ગજાવી.
દોડંદોડા ઉપર આવી પહોંચ્યા મમ્મી-પપ્પા,
ચન્દુડિયાને કાન આમળ્યો મને લગાવ્યા ધબ્બા.
           -રમેશ પારેખ

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

આધુનિક પ્રાણીકથાઓ-3(ધ્રુવ,ગોટ અને એપલ) ધ્રુવ હસે ને મરકે છે કે..

1 Comment Add your own

  • 1. Neela  |  March 2, 2008 at 1:31 am

    આ બાળગીત સાંભળવાની ખૂબ મઝા આવે છે.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,427 વાંચકો

દિવસવાર ટપાલ

February 2008
M T W T F S S
« Aug   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: