Archive for માર્ચ, 2008
એક બહેનીએ ગાયેલું હાલરડું.
એક બહેનીએ ગાયેલું હાલરડું.
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને,
મ્હારા મ્હીયરની મ્હોરતી કુંજમાં;
મ્હારો વીરો ટહુકતો મોર,
ખમ્મા ખમ્મા તે વ્હાલા વીરને. (વધુ…)
બાળશિક્ષણની રીત્-1
મા-બાપ અને બાળક વચ્ચેના વાર્તાલાપને આવરી લેતા નિત્યક્રમને પ્રોત્સાહિત કરો
આપના બાળકને આપની નજીક રાખવા માટે તેની સાથે ભાવનાત્મક જોડાણ વિકસાવવું જરૂરી બને છે. આ માટે તેની સાથે ચાલવા જવું-સાથે સાયકલ ચલાવવા જવું -પાર્કમાં સાથે જવું-સાથે ફરવા જવા જેવા કાર્યક્રમ બનાવો. આ વખતે તેની સાથે થતો વાર્તાલાપ તેને અપાર હૂંફ આપશે. મારા માતા પિતા મારે સાથે જ છે તેવી અનૂભુતિ તેને એક અનોખું બળ પૂરું પાડશે.
આ ચિત્રમાં પિતાપુત્ર સાયકલ સફરની સાથે સાથે કુદરતને પણ ભરપૂર માણી શકે છે. આ સમયે પિતા પુત્રને પરોક્ષરીતે અનેક વનસ્પતિની-પ્રાણીઓની માહિતી આપી શકે.
અહીં એક ઉદાહરણ આપવાનું મન થાય છે.વાત તો ગામડાના એક નાનકડા બાળકની છે…
તેને પોતાના પિતા માટે અનહદ માન છે. તેના પિતા સાથે વગડામાંથી લાકડા વીણવા જાય.આ સમયે તે અભણ પિતા તેને જુદાજુદા ઝાડવાઓની ઓળખ આપે.આમ કરવાથી તે છોકરો અનેક વનસ્પતિને ઓળખી શકતો. અમારા ઘરના એક વડીલને હાથે સોજા આવી અયા હતા અને હાથનું હલનચલન બંધ થઈ ગયું હતું તેની દવા માટે અમારે રગતરોહીડો નામની વનસ્પતિની જરૂર હતી તે છોકરો તરત જ બોલ્યો અરે આનું ઝાડતો અહીં નજીકમાં જ છે. હું તેનાં પાંદડા લાવી આપીશ. અને સાચે જ તે દોડીને થેલી ભરીને પાંદડા લઈ આવ્યો. અમે તેને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા અને તેનો આભાર માન્યો. તે બોલ્યો આ તો કાંઈ નથી મારા બાપા તો ઢગલાબંધ ઝાડવા-છોડવાને ઓળખે છે…..
બાળશિક્ષણની રીતો
દરેક માબાપ ઈચ્છે છે કે તેમનું બાળક ખૂબ જ હોંશિયારૢ અને સારું બને. આ માટે તેઓ તનતોડ મહેનત કરે છે અને ઉત્તમ શિક્ષણૢ ખોરાક કપડાં મકાન વિગેરે પૂરાં પાડે છે.પરંતુ માત્ર આ જ સુવિધાઓ તેના શક્તિશાળી ચારિત્ર્ય અને મગજ તથા આત્માનો સર્વાંગી વિકાસ કેળવવામાં સદંતર નિષ્ફળ જાય છે. એટલે સમજવાની વાત તો એ જ છે કે બાળક પર આવી ભૌતિક સંપઆઓનું રોકાણ કરવાથી માત્ર બાહ્ય સમૃધ્ધિ જ મળી શકશે તેનાથી મૂલ્યોની આંતરિક શક્તિ નહીં વિકસે જ્યારે બાળકમાં રોકાણ કરવાથી આંતરિક સુષુપ્ત શક્તિઓ ખીલશે અને મેળવેલી બાહ્ય સમૃધ્ધિને તે ટકાવી રાખશે.
મા-બાપ બાળકના શિક્ષણ ઉછેર અને વિકાસમાં જ્યારે રસ લે ત્યારે બાળકની પ્રતિભા અને તેના શૈક્ષણિક દેખાવમાં અકલ્પ્ય સુધારો જોવા મળે છે.
વાયગોત્સ્કી નામના એક ખૂબ જ જાણીતા શિક્ષણશાસ્ત્રી અને કેળવણીકાર જણાવે છે કે–માર્ગદર્શનથી વિકાસ વધે છે.
આ માટે અમદાવાદમાં આવેલી એકલ્વ્ય એજ્યુકેશન ફાઉંડેશન સંસ્થાએ એક ખૂબ સુંદર પુસ્તક પ્રકાશિત કર્યું છે જેનું નામ છે—-બાળક સાથેની અમૂલ્ય પળો.
આ પુસ્તક આપના બાળકના સાચા શિક્ષણમાં અત્યંત ઉપયોગી બની શકશે. તેમાં આપના બાળકના શિક્ષણમાં પ્રવૃત્ત થવાની 101 રીતોનું સચિત્ર સૂચન કરેલું છે. જો આ પુસ્તક વસાવી શકાય તો તે તમને ખૂબ જ મદદરૂપ બનશે.
અહીં આપણે તેમાં આપેલી રીતોનો એક પછી એક અભ્યાસ કરીશું.
મૂળ પુસ્તકમાં થોડો ઉમેરો કરી આ શ્રેણી અહીં શરૂ કરું છું અને તે માટે એકલવ્ય એજુકેશન ફાઉંડેશનનો હાર્દિક આભાર માનું છું.
એકડે મીંડે દસ
એકડો સાવ સળેખડો,
ને બગડો ડિલે તગડો. (વધુ…)
પરોઢિયે પંખી જાગીને
પરોઢિયે પંખી જાગીને, ગાતાં મીઠાં તારાં ગાન,
પરોઢિયે મંદિર મસ્જિદમાં, ધરતા લોકો તારું ધ્યાન. (વધુ…)
કાચબો,કશ્યપ અને ટેરાપીન્સ
ઉમેશભાઈ તેમના રુમમાં વાંચતા હતા ત્યાં મીનુ અને રીનાનો ઝગડવાનો અવાજ આવ્યો.મીનુ એક ચિત્ર લઈને આવી હતી અને કહેતી હતી કે તે કાચબાનું ચિત્ર છે અને રીના કહેતી હતી કે તે કાચબાનું નહીં પણ કશ્યપનું ચિત્ર છે.
ઉમેશભાઈ પ્રાણીશાસ્ત્રી એટલે તેમને બ્ંનેની વાતમાં રસ પડ્યો અને ઉભા થઈને વર્ંડામાં ગયા.
તેમણે ચિત્ર જોયું અને બોલ્યા,”મીનુ,રીના સાચું કહે છે.આ ચિત્ર કશ્યપનું છે.ચાલો હું તમને બ્ંનેનાં ચિત્ર બતાવું.પ્છી તમે જ નક્કી કરનો કે તે કાચબાનું છે કે કશ્યપનું.”
ત્રણે જણા ઉમેશભાઈના રુમમાં ગયા અને ઉમેશભાઈએ તેમને ચિત્રો બતવ્યા અને ઘણી બધી વાતો પણ કહી…..
કશ્યપ
કાચબો
ટેરાપીન્સ (વધુ…)
માર્ચ 15, 2008 at 12:00 એ એમ (am) rajeshwari Leave a comment
સગાંઓની ઓળખાણ…
વ્હાલ કરે ને સાથે વઢે,
ઘરમાં એથી સૌ કોઈ ડરે,
કદી પડે ના માંદા,
પપ્પાના પપ્પા તે દાદા….. (વધુ…)
આધુનિક પ્રાણીકથાઓ-4 (કક્કુ અને ગૌરીગાય)
એક વખત કક્કુ નામનુ વાછરડું તેની મા ગૌરીને પૂછવા લાગ્યું”મા,મા,તાજા ફળો અને શાકભાજી કેવા લાગે?મારો દોસ્ત ગુલુ મને કહેતો હતો કે તે બહુ જ મીઠા લાગે.મારે તે ખાવા છે.”
ગૌરીગાય ફરતા ફરતા બજારમાં પહોંચી ગઈ.ચારેબાજુ જોતી જોતી જતી હતી અને નવાઈ પામતી હતી.કેટલા બધા તાજા શાકભાજી અને ફળૉ….ઢગલે ઢગલા…તેના મોઢામાં પાણી આવવા લાગ્યું.તેને થયું”મને આવા તાજા શાકભાજી ને ફળો મને મળે તો કેવું સારું?હું મારા કક્કુને ખવડાવી શકું” (વધુ…)
વાંચકોનો ઉમળકો