અમે બસમાં ગ્યાતા ટન..ટન..ટન

March 4, 2008 at 6:11 pm 1 comment

      kids-in-bus.jpg 

અમે બસમાં ગ્યાતા ટન ટન ટન,
અમે ફરવા ગ્યાતા છન છન છન.
હરતા-ફરતા,રમતા-જમતા,
દોડાદોડી કરતાં હુરેરેરે…અમે બસમાં


બસના સ્ટોપ પર લાંબી કતાર,
બસને આવતાં લાગે બહુ વાર,
ઊભા હતા છેલ્લા પણ ચઢીગયા પહેલ્લા,
ધક્કામુક્કી કરતાં હુરેરેરે….અમે બસમાં
મમ્મીને પપ્પા બેસી ગયા,
અમે તો વટમાં ઉભા રહ્યા.
ઘ્ંટડી વાગી ને બસ તો ભાગી,
આંચકા ખાતા ઊંહુ..ઊંહુ..ઊંહું..અમે બસમાં
કંડક્ટર પૂછે લીધી ટિકિટ?
કહ્યું અમે ક્યાં છે બેસવાની સીટ?
જવું હતું રાણીબાગને
પહોંચી ગયા લાલબાગ
વાતો કરતાં ઓહો.ઑહો.ઑહો…અમે બસમાં

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes. Tags: .

ચલ મારા ઘોડા રે… ફુગ્ગાવાળો આયો.

1 Comment Add your own

  • 1. jjkishor  |  September 16, 2011 at 10:00 am

    સરસ બાળગીત છે. એમાં વાસ્તવિકતા અને બાળકોનું બુદ્ધિચાતુર્ય પણ અનુભવાય છે.

    “અમે બસમાં ગ્યાતા ટન ટન ટન…” આ પંક્તિને ધ્રુવપંક્તી બનાવી છે તેથી દરેક કડીની અંતિમ પંક્તિને આ ટન ટન ટન સાથે પ્રાસથૌ જોડવામાં આવે તો રચના ટનાટન બની જાય !! વચ્ચેની બબ્બે પંક્તિઓનો પ્રાસ સરસ છે.

    ધન્યવાદ સાથે,

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: