આધુનિક પ્રાણીકથાઓ-4 (કક્કુ અને ગૌરીગાય)

March 6, 2008 at 6:16 pm 1 comment

cows.gif

એક વખત કક્કુ નામનુ વાછરડું તેની મા ગૌરીને પૂછવા લાગ્યું”મા,મા,તાજા ફળો અને શાકભાજી કેવા લાગે?મારો દોસ્ત ગુલુ મને કહેતો હતો કે તે બહુ જ મીઠા લાગે.મારે તે ખાવા છે.”
ગૌરીગાય ફરતા ફરતા બજારમાં પહોંચી ગઈ.ચારેબાજુ જોતી જોતી જતી હતી અને નવાઈ પામતી હતી.કેટલા બધા તાજા શાકભાજી અને ફળૉ….ઢગલે ઢગલા…તેના મોઢામાં પાણી આવવા લાગ્યું.તેને થયું”મને આવા તાજા શાકભાજી ને ફળો મને મળે તો કેવું સારું?હું મારા કક્કુને ખવડાવી શકું”
તેણે તો ધીમેથી મોઢું ફળોના ઢગલામાં નાખ્યું અને પેલો કાનીયો લાકડી લઈને દોડ્યો અને ગૌરીને લાકડી ફટકારવા જ જતો હતો,પણ ગૌરી ધડબડ કરતી ભાગી.
તે તો નીચું માથું કરીને,ઉદાસ થઈને જતી હતી ત્યાં તેને લાલુ બંદર મળી ગયો તેણે ગૌરીને ઉદાસ જોઈ એટલે પૂછ્યું”ગૌરી,ગૌરી,તું કેમ દુઃખી જણાય છે?”
ગૌરીએ બધી વાત કહી.
લાલુ બોલ્યો” ઓહો,એટલી જ વાત છે ને?તારે તાજા ફાળો ને શાકભાજી તારા કક્કુ માટે લઈ જવા છે ને? ચાલ મારી સાથે.હું તને તેનો ખજાનો બતાવું”
બ્ંને જણા ચાલવા માંડ્યા.દૂર દૂર એક વખાર હતી.ત્યાં જઈને લાલુ બોલ્યો”જા,ગૌરી હવે અહીં એક શામજીકાકા રહે છે.તે ઘણા દયાળુ છે.તેમને જઈને કહેજે. તે તને જે જોઈતું હશે  તે આપશે.”
ગૌરી તો ખુશ થતી થતી શામજીકાકા પાસે ગઈ અને કહ્યુ,”કાકા,મને થોડા તાજા ફળો અને શાકભાજી આપોને?મારે મારા નાનકડા કક્કુને ખાવા માટે લઈ જવા છે.તેણે તાજા ફળો અને શાકભાજીનો સ્વાદ ચાખ્યો જ નથી.તમે બહુ દયાળુ છો.જો તમે આપશો તો તે બહુ જ રાજી થશે.”
શામજીકાકા ગૌરીની વાત કરવાની રીતથી રાજી થઈ ગયા અને ઘણા બધા ફળો અને શાકભાજી ગૌરીને આપ્યા.
તે બોલ્યા;”ગૌરી,તું બીજા પ્રાણીઓની જેમ પૂછ્યા વગર  સીધુ મોઢું નાખતી નથી તે બહુ સારી વાત છે.મને તે ગમ્યું. તને જ્યારે પણ મરજી થાય ત્યારે અહીં આવજે.હું તને ફળો અને શાકભાજી આપીશ.”
ગૌરી તો રાજી રાજી થઈ.ઘણા બધા ફળો અને શાકભાજી ક્ક્કુ માટે લઈને,હસતી હસતી ચાલવા લાગી ક્ક્કુ તો રાજી થઈને કૂદકા મારવા લાગ્યો.

બોધ-

પૂછ્યા વગર કોઈની પણ કોઈ વસ્તુ ખવાય કે લેવાય નહીં
નમ્રતાથી પૂછીને કોઈ પણ વસ્તુ માંગીએ તો તે આપણને પ્રેમથી મળે.

Entry filed under: આધુનિક પ્રાણીકથાઓ. Tags: .

ફાંદાળુ પેટ છે પપ્પાનું સગાંઓની ઓળખાણ…

1 Comment Add your own

  • 1. SACHIN DESAI  |  October 24, 2009 at 7:49 pm

    KHUB J SARAS BLOG CHE..V.O.D. MA PRASHNOTTARI MA PUCHYA BAAD JAANYU ANE ATLE AAJE MAANYU.. NAKSHATRA NE TO KHUB RAS PADYO CHE, TE KHAAS.

    Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 202,536 વાંચકો

દિવસવાર ટપાલ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

માતૃ વેબ સાઇટ


%d bloggers like this: