સગાંઓની ઓળખાણ…

માર્ચ 7, 2008 at 6:26 પી એમ(pm) 3 comments

01010022.jpg
વ્હાલ કરે ને સાથે વઢે,
ઘરમાં એથી સૌ કોઈ ડરે,
કદી પડે ના માંદા,
પપ્પાના પપ્પા તે દાદા…..
મમ્મીનું ના ચાલે જોર,
પપ્પા પણ થાય સીધાદોર,
પહેરે સાડી સાદી,
પપ્પાની મમ્મી તે દાદી……
ઉંમરમાં છે બહુ મોટા,
ભર્યા જાણે ઘીના લોટા,
રડતા રાખે છાના,
મમ્મીના પપ્પા તે નાના…
નિશાળમાં જ્યાં રજા પડે,
મોસાળે બહુ મજા પડે,
જે કાંઈ કહું તે લે માની,
મમ્મીની મમ્મી તે નાની…
પપ્પાનું બહુ રાખે માન,
ભૂલ કરું તો પકડે કાન,
તે પણ ભાઈબંધ પાકા,
પપ્પાના ભાઈ તે કાકા….
મમ્મીને જે કરે મદદ,
કામ જોઈને દોડે ઝટ,
કામકાજમાં પાકી,
કાકાની વહુ તે કાકી….
માંગ્યું આપી દે ઝટપટ,
ભાણેજડાનો ભારે વટ,
જવાબ આપે “હા”માં
મમ્મીના ભાઈ તે મામા….
મામાનું ઘર તે મોસાળ,
મામી મારી છે હેતાળ,
હેતથી આવે સામી,
મામાની વહુ તે મામી
ઓળી ઝોળી પીપળપાન,
જેમણે પાડ્યું મારું નામ,
રડૂં તો પડતા તે રોઈ,
પપ્પાની બહેન તે ફોઈ…
દાદાદાદીને જે ગમે,
મમ્મીપપ્પા પ્રેમે નમે,
ચેનથી જોઈએ સુવા,
ફોઈના વર તે ફુવા….
મામા એટલે બે બે મા,
મા જેવા છે માશીબા,
આંસુ જાયે નાસી,
મમ્મીની બહેન તે માસી….
માસીમારી ખાય બગાસા,
મોમાં એના પડ્યા પતાસા,
લાગે મીઠા ખાસ્સા,
માસીના વર તે માસા

Entry filed under: બાળકાવ્યો, Nursery Rhymes.

આધુનિક પ્રાણીકથાઓ-4 (કક્કુ અને ગૌરીગાય) કાચબો,કશ્યપ અને ટેરાપીન્સ

3 ટિપ્પણીઓ Add your own

 • 1. Prafull Vyas  |  માર્ચ 12, 2008 પર 1:39 પી એમ(pm)

  Instead of મામી મારી can’t we write “ghara ni rani” ? છે હેતાળ.
  It will be more proper as we do not disclose ” Mami’ word without showing relation.

  Yes Prafullbhai,
  We can change like this also…
  મામાનું ઘર તે મોસાળ,
  તેમની રાણી છે હેતાળ,
  દોડીને આવે સામી,
  મામાની વહુ તે મામી…
  Thanks for your suggestion.

  જવાબ આપો
 • 2. Prafull Vyas  |  માર્ચ 12, 2008 પર 1:44 પી એમ(pm)

  મા જેવા છે માશીબા,
  Can we change to મા જેવા છે tena benba,
  to hide માશી word as still it is unknown.
  Prafullbhai,
  We can also write like this
  મા જેવા જે લાગે છે
  મા જેવું જ જે બોલે છે
  તેમને જોતાં આંસુ જાયે નાસી,
  મમ્મીની બહેન તે માસી….

  જવાબ આપો
 • 3. મયુર  |  નવેમ્બર 24, 2020 પર 5:44 પી એમ(pm)

  અતિ ઉત્તમ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

 • 263,669 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: