કાચબો,કશ્યપ અને ટેરાપીન્સ

માર્ચ 15, 2008 at 12:00 એ એમ (am) Leave a comment

ઉમેશભાઈ તેમના રુમમાં વાંચતા હતા ત્યાં મીનુ અને રીનાનો ઝગડવાનો અવાજ આવ્યો.મીનુ એક ચિત્ર લઈને આવી હતી અને કહેતી હતી કે તે કાચબાનું ચિત્ર છે અને રીના કહેતી હતી કે તે કાચબાનું નહીં પણ કશ્યપનું ચિત્ર છે.
ઉમેશભાઈ પ્રાણીશાસ્ત્રી એટલે તેમને બ્ંનેની વાતમાં રસ પડ્યો અને ઉભા થઈને વર્ંડામાં ગયા.
તેમણે ચિત્ર જોયું અને બોલ્યા,”મીનુ,રીના સાચું કહે છે.આ ચિત્ર કશ્યપનું છે.ચાલો હું તમને બ્ંનેનાં ચિત્ર બતાવું.પ્છી તમે જ નક્કી કરનો કે તે કાચબાનું છે કે કશ્યપનું.”
ત્રણે જણા ઉમેશભાઈના રુમમાં ગયા અને ઉમેશભાઈએ તેમને ચિત્રો બતવ્યા અને ઘણી બધી વાતો પણ કહી…..

 sea-turtle1.jpgકશ્યપ     tortoise-1.jpgકાચબો  terrapin.jpgટેરાપીન્સ


કાચબો Tortoise અને કશ્યપ Turtle દેખાવમાં સરખા જ લાગે. બ્ંને સાપ,ગરોળી,મગર વિગેરે પ્રાણીઓના સમુહના જ છે.તેમને ગુજરાતી ભાષામાં સરિસૃપ અને અંગ્રેજી ભાષામાં રેપ્ટાઈલ્સ Reptiles કહેવાય છે.આ વિભાગમાં કેલોનીયન્સ Chelonians નામનો એક સમુહ છે જેમાં કાચબા,કશ્યપ અને ટેરાપીન્સ Terrapins નો સમાવેશ થાય છે.

કશ્યપ પાણીમાં જ કે પાણીની પાસે જીવે છે અને શ્વાસ રોકી રાખીને લાંબા સમય સુધી પાણીમાં તરી શકે છે.તેમને ચાર પગ હોય છે પણ તે માછલીનાં મીનપક્ષ જેવા હોય છે જેથી તેનો હલેસાની જેમ ઉપયોગ કરીને પાણીમાં તરે છે.કશ્યપ નદી,તળાવના મીઠા પાણીમાં,દરિયામાં રહે છે.ક્યારેક તે ભીની જમીન કે રેતી પર પણ જોવા મળે.કશ્યપની પીઠ પર સપાટ કવચ હોય છે.કશ્યપ ખૂબ ઊડા પાણીમાં તરે છે અને લાંબા અંતર સુધી તરી શકે છે.કશ્યપ જાતજાતના ર્ંગના હોય છે.તે માંસાહારી છે.માછલીઓ,જીવડા(કીટકો) કાઈને જીવે છે,ક્યારેક તે વનસ્પતિ પણ ખાય છે.ઠંડી ઋતુમાં તે કાદવમાં ખોદેલા ખાડામાં ઘૂસી જાય છે.કશ્યપ ઊંડા પાણીમાં ઈંડા મૂકે છે.
 
કાચબા પણ પાણીમાં તરી શકે પણ તે બહુ લાંબા સમય સુધી નહીં.તે મોટાભાગે જમીન પર જ જોવા મળે.તેમને પણ ચાર પગ હોય પણ તે હલેસા જેવા ન લાગે.તેમના ચારે પગના છેડે ચાર ખૂબ નાની આગળીઓ હોય અને તેને છેડે બુઠ્ઠા નખ પણ હોય.કાચબા પાણીની સપાટી પર જ થોડાક સમય માટે તરી શકે.તે શરીર સાફ કરવા કે પાણી પીવા માટે જ પાણીમાં પડે.જો તે બહુ ઉંડા પાણીમાં જાય તો ડૂબી જ જાય.તેમના  કઠણ અને ભીંગડાવાળા હોય છે.આથી તે સખત ખડકો પર કે રેતીપર ચાલી શકે છે.કાચબા પોતાના પગથી રેતીમાં ઉંડા ખાડા પાડે અને પોતાનું દર બનાવે.જ્યારે સખત ગરમી હોય અને તડકો હોય ત્યારે અને જ્યારે તેમને સૂઈ જવું હોય ત્યારે આ દરમાં જતા રહે છે.કાચાબા વનસ્પતિ ખાનારા પ્રાણીઓ છે.તે વધુ પાણી હોય તેવી વનસ્પતિ જેમકે થોર,નાના છોડવા અને બીજી વનસ્પતિ ખાય છે.તે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જલ્દી જતા નથી.તેમની પીઠ પર છાલીયા કે ઘુમ્મટ જેવું કવચ હોય છે.જેમાં તે પગ અને માથું સંકોચીને રક્ષણ મેળવે છે.કાચબા જમીન પર જ ઈંડા મૂકે છે

જ્યારે ટેરાપીન્સ બ્ંને જગ્યાએ જીવી શકે.પાણીમાં અને જમીન પર.

મીનુ અને રીના તો ખુશ ખુશ થઈ ગયા.બ્ંને એક સાથે બોલી ઉઠ્યા.આ તો કશ્યપનું ચિત્ર છે.
ઉમેશભાઈ બોલ્યા,કાલે રવિવાર છે ને?આપણે કાલે ઝુમાં જઈશું તમારે મને કહી દેવાનું કે કયો કાચબો છે અને કયો કશ્યપ….બરાબરને?

રવિવારે મીનુ,રીના અને ઉમેશભાઈ ઝુમાં ગયા અને બ્ંને ટ્ચુકડીઓએ આબાદ રીતે કાચબા અને કશ્યઓઅને ઓળખી કાઢ્યા.
ઉમેશભાઈ બોલ્યા,”હવે તમારે નોટમાં કાચબા અને કશ્યપ વિષે લખી લાવવાનું અને હું તમને બ્ંનેને તેમાં ચિત્રો ચિત્રો ચોંટાડવા આપીશ..
મીનુ અને રીના તો નાચતા નાચતા રમવા દોડી ગયા.

Advertisements

Entry filed under: જ્ઞાન-વિજ્ઞાન.

સગાંઓની ઓળખાણ… પરોઢિયે પંખી જાગીને

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિશ્વ ગુર્જર બાળકો માટે, મનગમતી પ્રવૃત્તિઓનો ખજાનો

વાંચકોની સંખ્યા

  • 214,855 વાંચકો

દિવસવાર ટપાલ

માર્ચ 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ફેબ્રુવારી   એપ્રિલ »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

મહિનાવાર ટપાલ


%d bloggers like this: